SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરા આમ “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ' (પુણ્ય પ્રભાવકોનો પરિચય કોશ) જેવા આહ્લાદક અભિધાનવાળો આ બૃહત્કાય ગ્રંથ ગુર્જરી ધરાના તેજવલયોરૂપ અનેક મહાપ્રભાવક માનવરત્નોનાં સંક્ષિપ્ત જીવન-કાર્યને વાચકો સમક્ષ ઉઘાટિત કરે છે અને જે તે ક્ષેત્રના મહાન પ્રેરક ઉત્તમ રત્નીઓના ચારિત્ર્યોમાંથી પ્રગટ થતો માનવતાનો પવિત્ર સંદેશ ફેલાવે છે. અહીં સરસ્વતી, પ્રજ્ઞા, જનસેવા, વ્યાપાર, કલા, આદર્શ રાજધર્મ, નારીધર્મ એ બધાંનો અભુત સમન્વય જોવા મળે છે. સમગ્ર ગ્રંથની લેખમાળાઓનું વિહંગ-અવલોકન કરતાં જણાય છે કે ગ્રંથમાં વિવિધ ક્ષેત્રોના ઉત્તમોત્તમ માનવોના પ્રભાવક અને પ્રેરણાદાયી અંશોનું અંકન કરવામાં આવ્યું છે અને અગાઉ પ્રસિદ્ધ થયેલા બે સંદર્ભગ્રંથો 'બહદ પ્રતિભાદર્શન' અને “પથપ્રદર્શક પ્રતિભાઓ'ની જેમ આ ગ્રંથ પણ આવા પુણ્યપ્રભાવક વિરલ માનવીઓના અંશતઃ કરેલાં ચારિત્રાંકનો દ્વારા વાચકોના માનસપટ પર અમીટ છાપ મૂકી જાય છે. | ગુજરાતની અસ્મિતાને દીર્ઘકાલ સુધી ટકાવી રાખનાર જો કોઈ જીવનતત્ત્વ હોય તો તે એની સહિષ્ણુતા છે. ભારતીય સંસ્કૃતિનું ગળથુથીમાંથી જ પાન કરનાર આપણી ભૂમિનો માનવી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં પોતાની સાથે એ વારસો અંકે કરતો જાય છે. આજે ૨૧મી સદીમાં ભારત અને ગુજરાતે સામાજિક નવનિર્માણ વિકાસની લાંબી હરણફાળ ભરી છે ત્યારે આવા ઉત્તમોત્તમ ચારિત્રાંકનના સંદર્ભગ્રંથો પ્રેરણાના પીયૂષ સમાન છે અને આપણું યુવાજગત અને ભાવિ પેઢી એવા મહામૂલા માનવરત્નીઓનાં ચારિત્ર્યોમાંથી આદર્શી શોધી એના અત્યલ્પ અંશો પણ જીવનમાં ઉતારે એ જ જીવનનું સાર્થક્ય છે. સુવર્ણાક્ષરોમાં અંકિત થયેલ ગ્રંથ-સંપાદકના હૃદયની પ્રેરક વાણીને અહીં ઉધૃત કરું છું : “ચિંતનના પારગામીઓ, ધર્મના મહા મેધાવીઓ, તત્ત્વાન્વેષણનાં સાચાં મોતી....લાવનારા સંબદ્ધ પુરુષો, વાચસ્પતિઓ, શીલાબોધિ સાધુ પુરુષો, પૂ. શ્રમણીરત્નો, મહારથીઓ, સાહિત્યસર્જકો, કવિઓ, દાર્શનિકો, વિવેચકોની એક ઉજ્જવળ પરંપરા રહી છે. એમણે પ્રજાજીવનને પ્રેરણાનાં પીયૂષ પાયાં છે. ક્રાંતિના પંથે વાળ્યા છે. અધ્યાત્મ માર્ગે દોર્યા છે અને તેઓ સાચે જ માનવજીવનના પથદર્શકો રહ્યા છે. પૂર્વજોએ વહાવેલી આ ગુણાનુરાગી ગંગાનું આચમન જિજ્ઞાસુ જગતને દીર્ધકાલ સુધી ભારે મોટું બળ આપી રહેશે.” | ધરતીનું જે કાંઈ સર્વોત્તમ છે તે પુષ્ય દ્વારા પ્રગટ થાય છે. પુષ્ય ઊગે ત્યારે વાસ્તવમાં સૌંદર્ય અને સુગંધ પ્રસરે છે. વિનમ્ર એવા શ્રી નંદલાલભાઈએ આ ઉત્તમ ચારિવ્યોના અલ્પાંશોનું આલેખન કરતા સંદર્ભગ્રંથના સંપાદન અને પ્રકાશન દ્વારા મઘમઘતાં પુષ્પોની જેમ ગુર્જરી ધરાના સાહિત્યાકાશમાં પ્રેરણાની સુગંધ પ્રસરાવી છે, એ બદલ તેઓ સાચે જ ધન્યવાદના અધિકારી છે. સંપાદકને ખૂબ ખૂબ અંતરના અભિનંદન આપું છું અને આ રીતે સદાય સંસ્કારદૃષ્ટિના સાહિત્યને ઉત્તેજન આપવા વિચારપૂર્વક પ્રયત્નશીલ રહે અને ગુજરાતના સંસ્કારજીવનમાં સમન્વયશીલ રચનાત્મક પરિબળ બની રહે એવી આકાંક્ષા સેવું છું..... અન્તતો ત્વા – વોઇશ ત્યા પ્રતિ વીઘa રક્ષતામ્ | અથર્વવેદ (૮. ૧. ૧૩) જ્ઞાન અને વિશિષ્ટ જ્ઞાન તમારી રક્ષા કરો.' સં થુન અને મા થુન વિ ષ | અથર્વવેદ (૧-૧-૪) આપણે સૌ જ્ઞાનયુક્ત હોઈએ, કદાપિ જ્ઞાનથી આપણો વિયોગ ન થાઓ!' ગ્રંથ-પ્રકાશનને શુભકામના સહ... વિ.સં. ૨૦૬૪, ફાલ્ગન વદિ દ્વાદશી ભારતી શેલત ગુરુવાર, ૩ એપ્રિલ, ૨૦૦૮ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy