SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ “ભારતરત્નથી પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત ગુજરાતીઓ’ એ સંકલિત લેખમાળામાં પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદીએ ૧૯૫૪થી ૨૦૦૭ સુધીમાં ભારત સરકાર દ્વારા ૪૧ ભારતરત્ન, ૨૨૨ પદ્મવિભૂષણ, ૯૬૮ પદ્મભૂષણ અને ૨,૦૨૪ પદ્મશ્રીના પુરસ્કારો મળી કુલ ૩,૨૫૫ પુરસ્કારો પ્રદાન કર્યા હોવાની નોંધ કરી છે. એમાં ૧૧૧ જેટલા ગુજરાતીઓને આવા પુરસ્કાર મળ્યા છે. અહીં એ ૧૧૧ પુરસ્કૃત માનવરત્નોને શબ્દાંકનથી નવાજવામાં આવ્યાં છે. કર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક ડૉ. બહેચરભાઈ પટેલના ‘પડકારોના પર્યાયરૂપ પાણીદાર પાટીદારો' લેખમાં પાટીદાર કોમની પ્રતિભાઓ અને સ્વાતંત્ર્ય સેનાની પાટીદારોનાં આંશિક શબ્દચિત્રો પ્રસ્તુત કરવામાં આવ્યાં છે. ' * “ગુજરાતની કરોડરજ્જુ : પાટીદારોમાં શ્રી ગોરધનભાઈ સોરઠિયાએ ૧૨ જેટલા લેઉઆ પાટીદારોનું ખમીરવંતુ ચિત્રણ કર્યું છે. - શ્રી નટવર પી. આહલપરાના “એકવીસમી સદીના કેટલાક ઓજસ્વી ઉદ્યોગપતિઓની તેજસ્વી તવારીખ લેખમાં જીવનકલાના સાધક, સમાજના સંનિષ્ઠ સેવક અને કારીગરોના માવતર સમાં પાંચ ઉદ્યોગપતિઓનો આછેરો પરિચય કરાવવામાં આવ્યો છે. as “વિવિધ ક્ષેત્રોની પ્રતિભાઓના લેખક શ્રી નરેન્દ્રભાઈ પટેલ શિક્ષણ અને પત્રકારત્વ ક્ષેત્રના આગેવાન કર્મી રહ્યા છે. એમણે ડો. વાસંતી ખોના, ઠાકોરભાઈ એન. દેસાઈ, બાબુભાઈ ડી. પટેલ, ડૉ. કલ્પના દવે, શ્રી જીતેન્દ્ર દવે, ઠાકોરભાઈ ૨. મિસ્ત્રી, જેવા શિક્ષણ જગતના નામાંકિત મહાનુભાવો, ગાંધીવિચાર–પ્રચારકો તેમજ સમાજસેવ ઉદ્યોગપતિઓના જીવનાંશો સંકલિત કર્યા છે. કલાનું સર્જન સનાતન હોય છે. કલાકાર એ કલાકૃતિનો સુષ્ટા છે. છબીકલા પણ એક મોહક કલા છે. માનવ પ્રતિષ્ઠાન સંસ્થાના સ્થાપક શ્રી કેતનભાઈ મોદીએ, “ગુજરાતના છબીકારોની સૌંદર્યમંડિત કલાકૃતિઓ' એ શીર્ષક હેઠળના લેખમાં “કેળવણી', “પ્રેમ” જેવા વિષયોને કેન્દ્રમાં રાખી આયોજાયેલ તસવીરસ્પર્ધામાં વિજેતા તસવીરકારોની કૃતિઓની આફ્લાદક ઝલક કલાપ્રેમી જનતા સમક્ષ પ્રસ્તુત કરી છે. - વિદ્યા, વ્યવસાય અને પરમાર્થનું સહિતત્વ' એ શીર્ષક હેઠળના ડૉ. ઉષાબહેન રા. પાઠકના લેખમાં વિદેશની ધરતી પર વસતા વિવિધ ક્ષેત્રોના પ્રતિભાવંત મશાલચીઓરૂપ ગુજરાતીઓનું રસપ્રદ યશોગાન કરવામાં આવ્યું છે. એમાં પરમાર્થ પરાયણ દંપતી નવનીતભાઈ અને શારદાબહેન વોરા, સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર જયંતભાઈ કવિ, કષિ વૈજ્ઞાનિક સધાબહેન. એમના પતિ રમેશભાઈ અને દીકરા મેહુલભાઈ વશી, વિદ્યાવ્યાસંગી રાધેકાંત દવે. બાલ મનોવૈજ્ઞાનિક કલાકાર કુસુમબહેન દવે, સફળ ઉદ્યોગપતિ રાહુલભાઈ શુકલ, કાર્યદક્ષ મહિલા ઉદ્યોગપતિ અને કલાકાર કલ્પનાબહેન કાનજીભાઈ ચૌહાણ દૃષ્ટાંતરૂપ છે. s “વીસમી સદી : વિશેષાર્થના અધિકારીઓ અને “સાંપ્રત પ્રતિભાઓ : સવિચારના પ્રણેતાઓ’ બે સંકલિત લેખમાળાના ચારિત્ર્યાંશો આ સંદર્ભગ્રંથના સંપાદક દ્વારા લખાયેલ છે. રાજકારણ, ધર્મકારણ, સમાજકારણથી માંડીને વિજ્ઞાનના પ્રત્યેક ક્ષેત્રમાં પ્રતિભાવંતોનું પ્રદાન અમૂલ્ય રહ્યું છે. સંપાદકે આ લેખમાળાઓમાં શ્રમણ સંસ્કૃતિના આદર્શોને વિદેશોમાં પ્રસરાવનાર શ્રી વીરચંદભાઈ રાઘવજી ગાંધી, “પ્રબુદ્ધજીવન'ના તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, વિશ્વવિખ્યાત સખાવતી સંસ્થાના સૂત્રધાર દીપચંદભાઈ ગાર્ડ, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી જિનવિજયજી, વિદ્યાના આરાધક ડૉ. રસેશ જમીનદાર, જૈન સંસ્કૃતિની અખંડ જ્યોતને દેશ-વિદેશોમાં પ્રજ્વલિત રાખનાર ડૉ. કુમારપાળ દેસાઈ, નારીરત્નો સંતોકબા અને ડૉ. સવિતાદીદી મહેતા તથા બીજા અનેક સાંપ્રત સવિચારના પ્રણેતાઓનાં જીવન અને કાર્યોની ઝંખી કરાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy