SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સમર્થ કર્મશીલ સુદર્શન આયંગાર, વિચારક્રાંતિના વરેણ્ય વિદ્વાન ગુણવંતભાઈ અને ભારતીય તત્ત્વવેત્તા શ્રી રામચંદ્ર ગાંધીનાં ચારિત્ર્યાલેખન સંક્ષેપમાં કરેલ છે. ધન્ય ધરા * ‘સમાજસેવા ધર્મના શિલ્પીઓ'માં ડૉ. મહેશ પંડ્યાએ સમાજસેવાના ભેખધારી પાંચ માનવરત્નોનો પરિચય સુજ્ઞ વાચકોને કરાવ્યો છે. * ‘વસુંધરા દીધી અણપ્રીછી પ્રતિભાઓ'ના લેખક મૂળશંકરભાઈ ભટ્ટે દેશ-વિદેશમાં સમ્માન પામેલ ઉત્તમ શ્રેણીના એન્જિનિયર, અધ્યાત્મવિદ્યાના અભ્યાસી, સ્વાતંત્ર્ય સેનાની, કલા મર્મજ્ઞો, અર્થશાસ્ત્રી, પર્વતારોહક, દિગ્દર્શક, છબીકાર, કેળવણીકાર વગેરે વિવિધ ક્ષેત્રોના કર્મવી૨ તજ્જ્ઞોના જીવન-મર્મને એમનાં કાર્યો દ્વારા ઉદ્ઘાટિત કર્યા છે. * ગુજરાતના પ્રતિષ્ઠિત સેવક શ્રી મનુભાઈ પંડિતના ‘ગાંધીયુગના કર્મઠ કર્મવીરો' લેખમાં ભારતીય ઋષિ પરંપરાના સાધક, રાષ્ટ્રપ્રેમી કવિ સર્વોદય કાર્યકર, ગાંધીવિચાર પ્રેમી લોકસેવક એવા ૪૫ ગાંધીયુગના કર્મવીરોના જીવનાંશોની ઝાંખી કરાવવામાં આવી છે. * ભારતીય સમુદાય શિક્ષણ સંઘ, અમદાવાદના શિક્ષણશાસ્ત્રને વરેલા સભ્યો દ્વારા લખાયેલ ‘શિક્ષણની સર્વતોમુખી સંક્રાંતિના સાધકો'માં બાળ કેળવણી, લોક કેળવણી, આદિવાસી શિક્ષણ અને વિકાસ, રાષ્ટ્રીય શિક્ષણ, બુનિયાદી–રચનાત્મક–વ્યવસાયલક્ષી કેળવણી જેવાં વિવિધ ક્ષેત્રોમાં નેતૃત્વ પૂરું પાડનાર આદર્શ મહાનુભાવોનાં ચરિત્રાંકનો પ્રગટ કરવામાં આવ્યાં છે. * ‘દંત ચિકિત્સા’ના સર્જન ડૉ. માણેકભાઈ પટેલના ‘અમદાવાદ : અસ્મિતાના વિધાયકો' લેખમાં અમદાવાદ શહેરને તેનું સાંસ્કૃતિક સ્વરૂપ આપવામાં, તેની અસ્મિતા પ્રગટાવવામાં, તેને સક્ષમ અને સમૃદ્ધ કરવામાં જેમણે યોગદાન આપ્યું છે તેવા મધ્યકાલીન યુગના મહાન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક એલેકઝાંડર ફોર્બ્સ, મિલ ઉદ્યોગના પ્રણેતા રણછોડલાલ છોટાલાલ, શેઠ શ્રી હઠીસિંહ કેસરીસિંહ, ચીનુભાઈ બેરોનેટ, શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ તથા સમાજકલ્યાણના હિતૈષી, કર્તવ્યનિષ્ઠ, સ્ત્રી કેળવણીના ઉત્તેજક મહિલા આગેવાનો વિશે સુષ્ઠુ માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. * ‘પ્રેરણાનાં પગથિયાં'માં શ્રી કિશોરસિંહ સોલંકીએ પ્રજાજનોના પ્રેરણાદાતા અને ઉદ્યોગરત્નો એવા ૧૩ સમાજકલ્યાણના ભાવકો અને દાનવીરોના ચારિત્ર્યાંશો આલેખિત કર્યા છે. * ભારતીય સંસ્કૃતિમાં નારીગૌરવને ઉન્નત સ્થાન આપવામાં આવ્યું છે. ઇતિહાસનાં પૃષ્ઠો પર અનેક શીલવતી, ગુણવતી, વીરાંગના, વિદુષી નારીઓનાં આલેખનો થયેલાં છે. શ્રીમતી સુલભા આર. દેવપુરકરના ગૌરવશાળી નારીરત્નો' લેખમાં લેખિકાએ વિવિધ ક્ષેત્રોની પ્રેરણાદાયી નારીઓનો મહિમા ગાયો છે. * ધરતીની સોડમ ઝીલનારાં પરમાર્થી સંતરત્નો'માં ગુજરાતીના પ્રાધ્યાપક ડૉ. નવીનચંદ્ર ત્રિવેદીએ અધ્યાત્મ જગતના આંતરપ્રવાહોને ઝીલનાર સંતરત્નો-નરસિંહ મહેતા, મીરાંબાઈ, દાદા ભગવાન, પૂ. આઠવલે, જૈન મુનિ અમરેન્દ્ર મહારાજ, સ્વામી કૃષ્ણાનંદ, સ્વામી સચ્ચિદાનંદ, આશારામ બાપુ, ભાગવત ભાસ્કર રમેશભાઈ ઓઝાનાં જીવન અને કાર્યોની ઝલક દર્શાવી છે. * પ્રા. રશ્મિ વ્યાસના ‘સમાજસેવા ક્ષેત્રે સમર્પિત મહિલાઓ' લેખમાં ગાંધી યુગ દરમ્યાન સામાજિક જાગૃતિના પરિણામસ્વરૂપ જે અનેક સ્ત્રીરત્નોએ સમાજસેવા દ્વારા નવો ઇતિહાસ સર્જ્યો એવી ૨૩ સમાજસેવાની ભેખધારી નારીઓના ચારિત્ર્યાંશો નિદર્શિત કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy