SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ રમનારા કલાકારો’ એ લેખમાં ગુજરાતના પ્રસિદ્ધ નાટ્યશાસ્ત્રીઓ, નાટ્યસર્જકો, નાટ્યકારો, નાટ્ય કલાધરો, નાટ્યકવિઓનાં કાર્યો અને તેમની સિદ્ધિઓ, આદર્શો, નાટ્યક્ષેત્રે એમના પ્રદાન વિશે સંક્ષેપમાં સુંદર નિરૂપણ કર્યું છે. વ્યાપાર, કલા અને સાહિત્યનો સુભગ સમન્વય” શીર્ષક હેઠળના શ્રી જયંતિભાઈ દલાલના લેખમાં વિદેશમાં વસતા ગુજરાતના પ્રતિભાશાળી, કર્મનિષ્ઠ, વ્યવહારકુશળ, કલા અને સાહિત્યના રસવંત નિદર્શકો સમા ૩૦ જેટલા ગુજરાતની અસ્મિતાને જાળવી રાખનાર મહાનુભાવોના વ્યક્તિત્વની ઝાંખી કરાવવામાં આવી છે. * પ્રાચ્યવિદ્યાના પ્રજ્ઞાવંતો'માં વિદ્યાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ ડૉ. ભારતી શેલતે ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ, વારસારૂપ ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ, સંસ્કૃતવિદ્યા, મૂર્તિકલા, સિક્કાશાસ્ત્ર, હસ્તપ્રતવિદ્યા જેવા વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોમાં મહામૂલું પ્રદાન કરનાર અને જીવનનાં શાશ્વત મૂલ્યોને સ્થાપિત કરનાર સગત પૂ. રસિકલાલ છો. પરીખ, ડૉ. આર. સી. મજુમદાર, ડો. અજયમિત્ર શાસ્ત્રી, ડૉ. ઝેડ. એ. દેસાઈ, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી, ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ જેવા આજીવન વિદ્યોપાસકોના પ્રદાન વિશે સુદ્ધ માહિતી આપી છે. - “ગુજરાતી પત્રકારો : કટાર લેખકો’ એ લેખના લેખિકા અધ્યા. ડૉ. પુનિતા હણેએ લગભગ ૭૦ જેટલા પત્રકારો. સામયિક સંપાદકો, કોલમ લેખકોના વ્યક્તિત્વને ગુણગ્રાહી દષ્ટિથી ઉઠાવ આપ્યો છે અને સંક્ષેપમાં એમની વિશેષતાઓ પ્રસ્તુટ કરી છે. જ ભારતીય સંસ્કૃતિના ઉત્થાનમાં વિવિધભાષી પ્રજાનું પ્રદાન ઘણું રહ્યું છે. સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ બાદ હિંદી દેશની રાષ્ટ્રભાષા બની અને વિવિધ ભાષાઓમાં લખાયેલું સાહિત્ય હિંદી ભાષા દ્વારા વિશાળ જનસમૂહ સુધી પહોંચે એવો શુભ આશય સાહિત્ય જગતમાં પ્રગટ થયો. ‘હિંદી સાહિત્યમાં ગુજરાતીઓનું પ્રદાન'માં ડૉ. રમણલાલ પાઠકે મધ્યકાલીન સાહિત્યના અનેક મહાન કવિઓ અને લેખકોની હિંદીમાં રચાયેલ લઘુકથા, નવલકથા, શોધગ્રંથો, નિબંધો, અનુવાદ સાહિત્ય, આત્મકથા, નાટકો જેવી સાહિત્યરચનાઓ દ્વારા ગુજરાતે હિંદી સાહિત્ય જગતમાં ગૌરવપૂર્ણ સ્થાન પ્રસ્થાપિત કર્યું હોવાનું નોંધ્યું છે. 5 શ્રી એલ. વી. જોષીના “ગુર્જર મહાસાગરનાં રત્નો વિશેના લેખમાં ગુર્જર ધરા પર ભારતીય સંસ્કૃતિની મશાલને પ્રજ્વલિત કરનાર અનેક મહામાનવીઓ બિરદાવવામાં આવ્યા છે. અહીં વૈષ્ણવ કવિ-ભજનિક નરસિંહ મહેતા, કેળવણીકાર ધોંડો કેશવ કર્વે, કેશવ હર્ષદ ધ્રુવ, લોકહિતકારી વિભૂતિ દાદુભાઈ દેસાઈ, ક્રાંતિવીર પૃથ્વીસિંહ આઝાદ, ઇતિહાસવિદ રત્નમણિરાવ જોટે, માનવસેવાના ભેખધારી શિવાનંદ અધ્વર્યુ, સંતવાણીના સંગીતસમ્રાટ નારાયણસ્વામી જેવા ૨૫ જેટલાં માનવરત્નોનાં ચારિત્ર્યશોને ઉઘાટિત કરવામાં આવ્યા છે. “ઓરતા : આવો વ્યક્તિત્વો ન ઓળખ્યાના” એ લેખના લેખક શ્રી યશવંત કડીકર ગુજરાતી સાહિત્યમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. એમણે ભારતીય સંસ્કૃતિનાં જીવનમૂલ્યોને પ્રગટ કરતાં મૂઠી ઊંચેરાં ૧૧ જેટલાં માનવરત્નોનાં વ્યક્તિત્વને સુંદર રીતે ઉપસાવ્યાં છે. - પરમ પૂજ્ય જયદર્શન વિજયજી મહારાજસાહેબ-નેમિ પ્રેમી દ્વારા પ્રસ્તુત ‘વંદે માતરમ્ યશ:સ્તંભો’ લેખમાં આત્મજ્ઞાની મહાન સમાજોદ્ધારકો, જીવદયાપ્રેમી શ્રેષ્ઠીઓ, જૈન ધર્ણોદ્ધારક રાજાઓ, મંત્રીઓ, જનસેવા પ્રતિપાલકો અને સંતોના ચારિત્ર્યનું સંક્ષિપ્ત આલેખન અને રેખાંકન કરેલું છે. ગાંધી-વિચારધારાના વિવિધ ક્ષેત્રોના મહાન પુરસ્કર્તાઓ' માં ડૉ. રસેશ જમીનદારે સાધના, આરાધના અને તપસ્યાથી વિવિધ ક્ષેત્રોમાં જ્ઞાન, મૂલ્યો અને આદર્શોની સરવાણી વહાવનાર ગાંધીવાદી મહાનતા મોરારજી દેસાઈ, મર્મજ્ઞ ઇતિવિદ ‘દર્શક’, સંશોધનના સિદ્ધાર્થ પં. સુખલાલજી, ઇતિહાસ દૃષ્ટિના વિવેચક શ્રી રામલાલ પરીખ, - Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy