SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ * ‘ગુજરાતના શ્રી અરવિંદસાધકો' લેખમાળા પ્રસ્તુત કરનાર શ્રી પરમ આર. પાઠકે ભૌતિક જીવનની ઉત્ક્રાંતિ અને આધિભૌતિક જીવનની સંક્રાંતિમાં સદાય પ્રેરણારૂપ એવી ગુર્જરી ધરામાં થયેલા, વિશ્વવંદ્ય મહાયોગી શ્રી અરવિંદ ઘોષના સાધકો–જ્ઞાન–ભક્તિ-કર્મનો સમન્વય સાધનાર શ્રી અંબાલાલ પુરાણી, વિશ્વ એકતાના સંનિષ્ઠ સેનાની શ્રી અંબાલાલ ભાઈલાલ પટેલ, આનંદ અને શુચિતાના કવિ શ્રી પૂજાલાલ, શ્રી અરવિંદ માર્ગના સુખ્યાત સર્જક, અનુવાદક, વિવેચક કવિ શ્રી સુન્દરમ્, નૃત્ય માર્ગથી પૂર્ણ યોગના સાધિકા અનુબહેન જેવા દૃષ્ટાંતરૂપ ઘણા સાધકોનું સુપેરે જીવનદર્શન કરાવ્યું છે. ધન્ય ધરા * સૌરાષ્ટ્રની સંત–પરંપરાઓ, એમની વિભિન્ન સાધનાધારાઓ અને સંતવાણી માટે પૂજ્ય મકરન્દભાઈ દવેની પ્રેરણાથી થયેલા અનુસંધાનને આજની ઘડી સુધી અવિચ્છિન્નપણે જાળવી રાખનાર મહાન સાધક અને ગાયક ડૉ. નિરંજનભાઈ રાજ્યગુરુની કલમે લખાયેલ ‘સાધનાધારાના મશાલચીઓ’માં આત્મા–પરમાત્માના રહસ્યોને જાણવાસમજવા જીવનભરનો રઝળપાટ કરનાર, ભારે પુરુષાર્થ દ્વારા આધ્યાત્મિક અનુભૂતિ માણનાર કાજી અનવરમિયાં બાપુ, ભાદરણના સ્વામી શ્રીકૃષ્ણાનંદજી, કાયાવરોહણના શ્રી કૃપાલ્વાનંદજી, મુંડિયાસ્વામી દયારામજી, ભનિક સૂફી સંત સતારશાહ જેવા ૨૩ જેટલા પ્રતિષ્ઠિત છતાં અંતરિયાળ સાધક યોગીઓ વિશે સુંદર શબ્દાંકન કર્યું છે. * પ્રજાજીવનના કલ્યાણયાત્રીઓ' એ લેખમાં ડૉ. રસેશ જમીનદારે નૈતિક મૂલ્યો અને સમાજસુધારણાના પુરસ્કર્તા સ્વામી સહજાનંદ, બૌદ્ધ ધર્મના અધ્યેતા ધર્માનંદ કૌસાંબી જેવા મહાપુરુષોના જીવનની વાસ્તવિકતાનું સુંદર દર્શન કરાવ્યું છે. * પ્રણામી ધર્મના પ્રેરક જ્યોતિર્ધરો'ના લેખક વિદ્વાન પ્રાધ્યાપક અને પ્રણામી સંપ્રદાયના વિશેષજ્ઞ ડૉ. મહેશચંદ્ર પંડ્યાએ વિશ્વક્ય અને માનવતાલક્ષી વિચારધારાના પાયા ઉપર વિસ્તાર પામેલ પ્રણામી ધર્મના આઘ સ્થાપક નિજાનંદાચાર્ય શ્રી દેવચંદ્રજી મહારાજ, વિશ્વપ્રણામી ધર્મના બોધક મહામતિ પ્રાણનાથજી, પ્રણામી જગતનું અણમોલ સ્ત્રીરત્ન શ્રી તેજકુંવરશ્યામા, વીતક સાહિત્યના ઉદ્ગાતા સ્વામી શ્રી લાલદાસજી મહારાજ, સ્વામી શ્રી મુકુંદદાસજી મહારાજ, સેવાધર્મી ડૉ. દિનેશ પંડિતની કર્મઠ જીવનયાત્રાના સંકલિત અંશોનું સુંદર આકલન કર્યું છે. * યશસ્વી કવિઓ : લોકસાહિત્યના અખંડ ઉપાસકો'માં શ્રી કેશુભાઈ બારોટે લોકસંસ્કૃતિની મશાલને પ્રજ્વલિત રાખનાર, લોકસાહિત્યના ઉપાસક ૬૦ જેટલા કવિઓના ચારિત્ર્યાંશોનું સુંદર ચિત્રણ કર્યું છે. * નાદ બ્રહ્મના આરાધકો : સ્વરસાધકો'ના આલેખક શ્રી જયદેવભાઈ ભોજક એક સાચા સંગીતસાધક છે. તેઓશ્રીએ આ લેખમાં પંડિત વાડીલાલ નાયક, પં. ડાહ્યાલાલ નાયક, સંગીતશાસ્ત્રી રાજગાયક દલસુખભાઈ ઠાકોર, ઉસ્તાદ ફૈયાઝખાન, પં. ઓમકારનાથ, ધ્રુપદ ગાયક ગજાનન ઠાકુર, પંડિત જસરાજ, બ્રિજભૂષણ કાબ્રા, ગિટારવાદક ખાંસાહેબ, મૌલાબક્ષ, સંગીત કલાગુરુ નારાયણરાવ ગજાનન અંબાડે જેવા ૨૩ જેટલા નાદ બ્રહ્મના ઉપાસકોનું આંશિક જીવનદર્શન સાહજિક રીતે કરાવ્યું છે. * સંગીત સાધનાના સિદ્ધહસ્ત મર્મજ્ઞ કલાકાર અને ગાયકી ક્ષેત્રના ઉન્નત તજ્જ્ઞ પ્રો. આર. સી. મહેતાસાહેબનું નામ સંગીતની દુનિયામાં બહુ ઊંચેરું છે. તેઓશ્રીની તેજસ્વીની કલમે લખાયેલ ‘ગુજરાત અને સંગીત’એ લેખમાં શાસ્ત્રીય સંગીતની સામાન્ય ભૂમિકા ગુજરાતનાં દેશી રાજ્યો અને સંગીત તેમજ ગુજરાતનાં અન્ય સ્થળોએ સંગીતપ્રવૃત્તિ વિશે તથ્યપૂર્ણ હકીકતો પ્રસ્તુત કરવામાં આવી છે. અહીં સંગીતક્ષેત્રના યશઃસ્તંભોનાં રેખાંકનો પણ નિદર્શિત કરવામાં આવ્યાં છે. * નવલકથા, લોકકથા, ઇતિહાસ, બાલકથા અને લોકસાહિત્યના સર્જક શ્રી દોલતભાઈ ભટ્ટે ‘રંગમંચ ઉપર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy