SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ આજે માણસને છાજે એવા નૂતન ધર્મની શોધ ચાલી રહી છે. લાંબી આળસ મરડીને માનવતા એક નવા પ્રસ્થાનની તૈયારી કરી રહી હોય ત્યારે કવિ સુન્દરમુની પંક્તિ અજવાળાં પાથરી રહી છે : માનવી, માનવ થાઉં તો ઘણું.” ગ્રંથ વિશે બે બોલો પ્રજાકલ્યાણનો મહાન આદર્શ રજૂ કરનાર પ્રાચીન કલાના રાજવીઓ, ગુર્જર ધરાના સંતો, ધર્મોપદેશકો, ભક્ત કવિઓ, લોકસાહિત્યના ઉપાસકો, સંતસ્થાનકો, નાદ બ્રહ્મના આરાધકો, રંગમંચના કસબીઓ, કર્મઠ ઉદ્યોગપતિઓ, પરષો. પત્રકારો અને કટારલેખકો. ગાંધીયુગના કર્મઠ કર્મવીરો. સમાજસેવકો, શિક્ષણવિદો. ઉત્તમ નારીરત્નો, શ્રેષ્ઠ છબીકારો અને સાંપ્રત પ્રતિભાઓ વિશે ચાલીસ જેટલી લેખમાળાઓમાં અનેક મહાનુભાવી વિરલ વ્યક્તિઓનાં વ્યક્તિત્વ અને કાર્યનો સંક્ષિપ્ત પરિચય આ બૃહત્કાય સંદર્ભગ્રંથમાં આલેખાયો છે. આ બધા લેખો ઉત્તમ કક્ષાના અભ્યાસી અને મૂર્ધન્ય લેખકોની કલમે લખાયેલા છે. લેખમાળાના પ્રત્યેક મણકારૂપ લેખમાંથી પ્રતિભાવંત ગુણિયલ માનવરત્નોના વ્યક્તિત્વની ચરંજીવ છાપ માનસપટ પર અંકિત થયેલી જોવા મળે છે. સંપાદકે દરેક લેખના આરંભમાં લેખકનો વિગતપૂર્ણ સુંદર પરિચય આપ્યો છે. આ લેખમાળાનો પ્રથમ લેખ “પૃથ્વીના અલંકારરૂપ સમ્રાટો–રાજવીઓ' વિદ્યાના આરાધક ડૉ. રસેશ જમીનદારની કલમે લખાયેલો છે. એમાં ગુજરાતના પ્રાચીન ઇતિહાસના આદર્શ રાજા ક્ષહરાત ક્ષત્રપ નહપાન, શક સંવતના પ્રવર્તક કાર્દમક ક્ષત્રપ રાજા ચાષ્ટન, ગુજરાતના સર્વપ્રથમ સ્વતંત્ર રાજ્યના આદર્શ રાજા મહાક્ષત્રપ રુદ્રદામા અને ગુર્જર સંસ્કૃતિના જ્યોતિર્ધર સોલંકી રાજા કુમારપાળ વિશે પ્રામાણિક અને તથ્યપૂર્ણ માહિતી સંકલિત કરી છે. ગાંધી યુગના પીઢ પત્રકાર અને લોકસાહિત્યકાર શ્રી દોલતભાઈ ભટ્ટ ‘દેશી રાજ્યના દીવાનલેખમાં ભાવનગર રાજ્યના રાજા-પ્રજાપ્રિય દીવાન શામળદાસ મહેતા, વડોદરા રાજ્યના દીવાન નર્મદાશંકર મહેતા, દાંતાના દીવાન-ચતુર્ભુજ ભટ્ટ, ગુજરાતી ભાષા અને સાહિત્યની આરાધના કરનાર કચ્છના દીવાન રણછોડભાઈ ઉદયરામ, જૂનાગઢના દીવાન ગોકુળજી ઝાલા, ભાવનગરના ગગા ઓઝા, જૂનાગઢના દીવાન અનંતજીનાં કાર્યો અને તેમના રાજ્યવ્યવસ્થા ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ પ્રદાન વિશે તલસ્પર્શી વિગતો પ્રસ્તુત કરી છે. * “સદાચાર જીવનના તપઃપૂજો (ભોમિયાઓ, યોગીઓ, લબ્ધિવરો)'ના લેખક શ્રી મનુભાઈ પંડિત ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ ગાંધીવિચારધારાના સેવક છે. એમણે નરસિંહ મહેતાના ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહીએ'ની દરેક પંક્તિ, અર્ધી પંક્તિ કે શબ્દોને વાચા આપતા મહાન સંતો, ધર્મોપદેશકો, પૌરાણિક આદર્શ પાત્રો, ભક્ત કવિઓ અને મહાત્મા ગાંધી જેવા મહાન ક્રાંતદ્રષ્ટાઓની જીવન ઝરમર આપી છે. * “ધર્મ-સંસ્કૃતિની જાગૃત જ્યોતો'માં પીર પરંપરાના સંશોધક ડૉ. મુકુન્દચંદ્ર નાગરે અનેક પર સ્થાનકોની મુલાકાત લઈ ગુજરાતની પીર પરંપરા ઉપર ઘણી સામગ્રી એકત્ર કરી કચ્છના અજપાળપીર, ભાલપંથકના જોધલપીર, ઉત્તર ગુજરાતના કાનપીર, ઘૂમલીના હરિયા પીર, અમરેલી ભેસાણના સતુ દેવીદાસ જેવા અઢાર જેટલા પીરોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. ક “વિવિધ ધર્મ-પરંપરામાં ગુજરાતની દેહાધ્ય જગ્યાઓ” એ લેખમાં પ્રા. રવજી રોકડ અને ડૉ. બી. આર. ખાચરિયાએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યકાળથી માંડી અદ્ય પર્યત ડુંગરો, નદીતટો, સાગરતટો અને ગામડાંઓમાં પથરાયેલાં સંતસ્થાનકોની શ્રદ્ધેય માહિતી પ્રસ્તુત કરી છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy