SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ સૂફી સંત કવિ મામંદ અમરેલી જિલ્લાનું નાનાલિલિયા ગામ. ત્યાં સંત ફકીર ઓલિયા અશરફમિયાં બાપુમિયાં સૈયદ રહેતા હતા, જેમનો જન્મ વિ. સં. ૧૯૧૭ (ઈ.સ. ૧૮૮૧)માં થયેલો. ખુદાના બંદા સિદ્ધપુરુષ અશરફમિયાંની કૃપાથી મામંદ પન્નુભાઈ જાડેજા નામનો એક કાળઝાળ શિકારી–મુસ્લિમસંધી યુવાન વૈરાગ્ય અને ભક્તિના પંથે ચડ્યો. મામંદનો ધંધો શિકારીનો પણ નાનાલિલિયા ગામના ચોકમાં ગરબી લેવાય ત્યારે ગરબી ગવરાવવાનો ભારે શોખ. કુદરતી રીતે જ ખૂબ જ મીઠું ગળું. ભાવમાં આવીને રાસગરબીની રમઝટ બોલાવે. કેટલીક વખત તો મામંદ કાન-ગોપીના વેશમાં રાધાજીનો વેશ કાઢીને પટમાં ઊતરે. કૃષ્ણવિરહનાં પદો, ભજનો, રાસ, ગરબી એના ગળામાં ખૂબ અરઘે. દિવસે શિકાર કરવો ને રાત્રે કૃષ્ણવિરહના ભાવમાં ગરબી ગાવી. આ બેવડું જીવન જોઈને ઓલિયા અશરફમિયાં અકળાતા. એક વખત તો મામંદે ઓલિયાની નજર સામે જ શિકાર આદર્યો. સંતની કૃપાદૃષ્ટિએ એના અજ્ઞાનઅંધારાં ટળ્યાં ને બંદૂકના ભાંગીને બે કટકા કર્યા. પછી તો મામંદનું જીવન તદ્દન પલટાઈ ગયું. સદ્ગુરુકૃપાએ શબ્દસરવાણી વહેવા લાગી. લગભગ એકાદ હજાર કાવ્યોની રચના થઈ ગઈ. એમાંથી ત્રણસો છનું પદ રદ કરીને “તીન શત છન્નુ પદ, રોષ દોષ કરી કે રદ, હિરભજનેકી હદ જુક્તિ સેં જનાવે, મામંદ મન બહુત મંથ, ગુનકો રચ્યો હે ગ્રંથ, કાયમ જન વિશ્વ કંથ પે પ્રીતિ દઢાવે.' ‘મામંદ મુક્ત મણિ ગ્રંથ'નું પોતે જ સંપાદન કર્યું. સંતની કૃપાએ અનહદના ઘરની કૂંચી મળી ગયેલી. ગુરુ યોગની, વેદાન્તની, સાધના અનુભવની કે વૈરાગ્યની જે શિખામણ આપે તેને અંતરમાં ઉતારીને ભજનવાણીરૂપે વહેવડાવવાનો પુરુષાર્થ મામંદે આદર્યો. ૧૪૪ ભજન, આઠ ધોળ, ૧૬૬ ગાન (વિવિધ રાગ-રાગણીમાં), ૨૬ પ્રભાતનાં પદો, ૩૦ રાસમંડળની ગરબીઓ, ૩૦ જેટલી ગઝલ-કવ્વાલી ઉપરાંત કવિત, છંદ, સાખી, મંત્ર, સ્તુતિ વગેરે પ્રકારોમાં ગુજરાતી, હિન્દી, સિંધી, કચ્છી) ભાષાઓમાં મામંદનું સર્જન થતું રહ્યું અને લોકભજનિકોના કંઠે ચડતું રહ્યું. Jain Education International ધન્ય ધરા મામંદના ગુરુ ઓલિયા અશરફમિયાંની જીવનલીલા સમાપ્ત થઈ ત્યારનો એક પ્રસંગ લોકસમુદાયમાં ખૂબ જ જાણીતો છે. અશરફમિયાંએ પ્રયાણ કર્યું, એમના અંતિમ સંસ્કાર કુળપરંપરા મુજબ અમરેલીના કબ્રસ્તાનમાં થાય એ માટે કુટુંબીજનો જનાજો તૈયાર કરીને લિલિયાથી અમરેલી જવા તૈયાર થયા ત્યારે નાનાલિલિયા ગામના ગ્રામજનો આડા ફર્યા. નાનામોટા સૌની આંખમાં આંસુ હતાં અને સૌએ એકી અવાજે ગામના ચોકમાં આ ઓલિયા પુરુષની કબર થવી જોઈએ એવો હઠાગ્રહ કર્યો. મુસ્લિમ જમાતે ગ્રામજનોની લાગણી જોઈને અશરફમિયાંને અવલમંજિલ પહોંચાડ્યા. આજે પણ એમની કબર સામે આખા ગામના માણસો પૂરા આદરથી વંદન કરે છે. આવા પરગજુ-સેવાભાવી સિદ્ધ ઓલિયા અશરફમિયાનો ગુરુમહિમા કવિ મામંદે પોતાની રચનાઓમાં વારંવાર ગાયો છે. સંત મુને મળિયા રે, પ્રેમે તેને વાત પૂછી...' “ગુરુએ જ્ઞાન બતાવ્યું રે, દિલડાં વિશે દયા કરી...” “ગુરુએ ગમ આપી રે, કાપી મારી કુબુદ્ધિ ખરી..." પોતાની દરેક રચનાને અંતે “મામંદને મુરશિદ અશરફ મળિયા...'' જેવાં નામાચરણોથી કવિ પોતાના ગુરુ પ્રત્યેનો ભક્તિભાવ વર્ણવે છે. મામંદની રચનાઓમાં વિશેષતઃ સાધના વિશે માર્ગદર્શન આપતાં ભજનો, વૈરાગ્ય ઉપદેશનાં ભજનો,રાસ અને ધોળ પ્રકારના કૃષ્ણવિરહનાં પદો મુખ્ય છે. પોતાનો પૂર્વાવસ્થાનો શિકારી સ્વભાવ આ ભક્તિ-યોગ-જ્ઞાનનાં પદોમાં પણ ડોકિયાં કરે છે. “મનરૂપી મૃગને તમે મારો, મામંદ કયે છે, મનરૂપી મૃગલાને મારો રે...હો...જી.... એક આતમ છે હરણ ને તરણમાં, નથી કાયાથી બારો...મામંદ કયે છે...૦ ક્ષત્રિ કહે અમે શિકાર કરીએ, આદુનો ધરમ હમારો; શિકાર મારી તમે શિકાર જિવાડો તો ખરો તોલ તમારો...મામંદ કયે૦ એક મૃગને પાંચ મૃગલી, પચીસ હરણાં હેરાયો; ઇ રંગનું દળ પડ્યું ખેતરમાં, ખૂબ થિયો ભેરાયો...મામંદ કયે તત્ત્વવિચારનો કરો તમંચો, જ્ઞાનની ગોળિયું ડારો; બ્રહ્મભાવનો કરો ભડાકો, ઘાયલ થાય ચરનારો...મામંદ કયે૦ ઘાયલ મૃગને ઘેરી કરીને તમે તાતી કરો તલવારો, હક્ક પૂગે તે હલાલ કરશે, નથી બીજાનો ગુજારો...માનંદ કયે૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy