SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ શિકાર કરો તો કાયાવાડીમાં કરજો, છૂટો ફરે છે શિકારો; બહાર ગોત્યાથી બૂડી મરશો, નથી ઊગરવાનો આરો...મામંદ પૂરા ગુરુ મુંને મુરશિદ મળિયા, તારે એમ તરનારો; મામંદ કયે તમે ધીરજ રાખો, ગોતી લેજો કિનારો...મામંદ કયે" માનવીનું મન ભારે અજાયબ ચીજ છે. જેમ જેમ મનુષ્ય માયાનાં બંધનોમાંથી છૂટવાનો પ્રયાસ કરે તેમ તેમ મનની ચંચળતા વધતી જાય છે. એની સામે તો રીતસરનું યુદ્ધ જ આદરવું પડે. આપણા દરેક સંતકવિઓએ આ રીતે મનને વશ કરવાની, એનો શિકાર કરવાની એની વૃત્તિઓ ઉપર અંકુશ મેળવીને કબજે કરવાની કૂંચીઓ બતાવી છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ મૃગલીનો અધિપતિ મૃગરાજ મન સર્વ સત્તાધીશ થઈને શરીર ઉપર પોતાની આણ વર્તાવે છે. મનની ચંચળતા મટી જાય એનું નામ જ સમાધિ. પછી પચીસે પ્રકૃતિપંચેન્દ્રિયોની તન્માત્રાઓ અંતર્મુખ થઈ જાય અને વેરવિખેર પડેલી મનની પ્રચંડ શક્તિ જાગૃત થઈ સાધકને સિદ્ધયોગી બનાવી શકે. તત્ત્વચિંતન અને વૈરાગ્યની આ વાણીમાં શિકારની પરિભાષાનો વિનિયોગ થયો છે. “હાં રે વણ ટોયે તારું ખેતર ભેળાય છે રે, ખાંતે મૃગલા મળીને મોલ ખાય છે રે... સદ્ગુદ્ધિથી શિકાર આવો જે કરે રે, ઇ તો સંસાર સાગર સહેજે તરે રે...” “ધીરજની તમે ઢાલ બાંધો, સત્ કેરી તલવાર, બાંધો કમરને બખ્તર પેરો, પ્રેમ તણાં નિરધાર, શત્રુ સર્વને સંહારો માથે ટોપ શીલનો ધારો... તમે શૂરા થૈને ચાલો તો મણપદમાં માણો..." ‘મામંદ મુક્તિમણિ ગ્રંથ’ના પ્રારંભમાં કવિ મામંદ ગુરુ, ગણપતિ, શારદા, શિવ, પીર, પયગંબર અને શબ્દબ્રહ્મની સ્તુતિ કરે છે. “મહાદેવ તનને મનાયે મામંદ કયે, મહાદેવ તંનને મનાયે રે હો......' ગુણાનો સ્વામી દેવનો ભારી, વંદુ શિર વારંવારી...” “શારદાકું મુખ હૈ સાત, બરનત મુનિજન યું બાત, કવિજન ગ્રંથમેં કહાત ધીરજ ઉર ધારી, મામંદ કહે જગતમાત, અકલ જીભ મેં સોહાત, વેદ સાક્ષાત્ બ્રહ્મકી કુમારી......” PAE Jain Education International ૧૬૩ “જેને સદ્ગુરુ મળિયા રે, ટળિયા એના ફેરા સહુ, ઈ તો પરમપદ પામ્યાં રે, વામ્યા દુઃખડાં દિલથી બહુ...' બ્રહ્મનિષ્ઠ સ્વામી શ્રી અખંડાનંદ પરમહંસ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાનું લાંબડિયા ગામ, જ્યાં વિ.સં. ૧૯૬૦ યાને ઈ.સ. ૧૯૦૪માં સૂરજરામજી નાથુજી જોશી અને માતા ખેમીબાને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં એક પુત્રરત્ન ઉત્પન્ન થયું. એમના પૂર્વજોનું મૂળવતન મેવાડ. રાજસ્થાન પ્રદેશના ઉદેપુર જિલ્લાના ગોગુન્દા તાલુકાનું કલવાણા ગામ. બાળપણથી જ સંતરત્ન મણિરામજી જોષી ભારે તેજસ્વી સાધક. પૂર્વજન્મની અધૂરી સાધના અને સેવાકાર્યો પૂર્ણ કરવા જ જાણે આ પૃથ્વી ઉપર અવતર્યા! બાલ્યાવસ્થામાં કડિયાદરા ગામના પ્રકાંડ પંડિત શાસ્રી ભવાનીશંકર મહારાજની પાઠશાળામાં શાસ્ત્રો-પુરાણોમાં પારંગત બન્યા.માતાના અત્યાગ્રહે મેવાડના માથાસોલા ગામના ચમનલાલ જોષીનાં દીકરી કંચનબા સાથે ગૃહસ્થ જીવન શરૂ કર્યું છતાં એમની આત્મસાધના ચાલુ રહી. વૈરાગ્યવૃત્તિ પ્રબળ બનતાં વિ.સં. ૨૦૦૮ ઈ.સ. ૧૯૫૨માં ગૃહત્યાગ કરી પુષ્કરરાજ ખાતે આવેલા બ્રહ્માજી મંદિરના મહંત શ્રી વિભૂતિનાથજી પાસે પંચાયત દશનામી મહાનિર્વાણી અખાડાની દીક્ષા લીધી અને સ્વામી અખંડાનંદ એવું દીક્ષાનામ પ્રાપ્ત થયું. ફરતાંફરતાં કડી, ગાંધીનગર જિલ્લાના ભૂંડિયા ગામે આવ્યા અને ભૂંડિયા ગામનું નામ ધરમપુર પાડ્યું. ત્યાંથી નિકોલ, કડી, નારદીપુર વગેરે સ્થળે વસવાટ કર્યો. નારદીપુર ગામે કૃપાલેશ્વર મહાદેવની સ્થાપના કરી. ઈ.સ. ૧૯૭૮માં મંડાલી તા. ખેડબ્રહ્મા ગામે જ્ઞાનાશ્રમનું નિર્માણ કર્યું અને ઈ.સ. ૧૯૮૪માં હડાદ ગામે પણ આશ્રમ સ્થાપ્યો. ૯૪ વર્ષની વયે ઈ.સ. ૧૯૯૮માં મહાનિર્વાણ પામ્યા. એમનાં પ્રવચનો ‘અખંડાનંદ સાગર ભાગ ૧-૨' તથા ભજનો-કાવ્યો અખંડાનંદ ભજનાવલી'માં સંપાદિત થયાં છે. For Private & Personal Use Only ખેડબ્રહ્મા અંબાજીનું મંદિર સંવતતો અગિયારમો સૈકો www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy