SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પણ તેમણે રચ્યાં છે. પોતાનો નડિયાદ આશ્રમ છોડી તા. ૨૩૧૨-૧૯૭૬ના રોજ બપોરના ૪ વાગે વાસદ પાસેના એલેમ્બિક કંપનીના ટ્રાન્સપુર ફાર્મમાં સમાધિમાં બેઠા અને રાત્રે બે વાગે આત્મત્યાગ કર્યો. પુનિત મહારાજ ઈ.સ. ૧૯૦૭માં ધંધુકા ગામે વાલમ બ્રાહ્મણ કુટુંબમાં ભાઈલાલભાઈ ભટ્ટને ત્યાં જન્મ. જન્મનામ બાલકૃષ્ણ. રામનામના જપથી બાળપણનો હઠીલો ક્ષયરોગ મટ્યો. પછી જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. ‘નામ સ્મરણ’ અને ગરીબોની સેવા'ને જીવનધ્યેય બનાવીને નર્મદાકાંઠે કોરલમાં વાનપ્રસ્થાશ્રમની સ્થાપના કરી. પુનિત મહારાજે ઘણાં સેવાકાર્યો કરેલાં. ઈ.સ. ૧૯૬૨માં એમનું અવસાન થયું. ‘જનકલ્યાણ’ જેવા ધાર્મિક સામયિક અને અનેક ભજનોની રચના તથા ધર્મગ્રંથોનું પ્રકાશન એમણે કર્યું છે. બંધવડ ગામના ધ્યાનયોગી શ્રી મધુસૂદનદાસજી. મધુસૂદનદાસજીનો જન્મ ઈ.સ. ૧૮૯૫માં બિહાર પ્રાંતના દુર્ગાડીર ગામમાં બ્રાહ્મણકુટુંબમાં થયેલો. એમનું જન્મનામ કાશીરામજી હતું. બાળપણથી જ અધ્યાત્મ તરફ પ્રબળ આકર્ષણ, અગિયાર વર્ષની વયે ગૃહત્યાગ કરીને ભારતનાં તીર્થો ફર્યા. આબુમાં સાધના કરી. ગુરુ પરમેશ્વરદાસજીનો ભેટો થતાં એમની આજ્ઞા મુજબની સાધનાથી આત્મસાક્ષાત્કાર થયો અને ગુજરાતમાં આવ્યા. બંધવડ( તા. રાધનપુર જિ. બનાસકાંઠા) ગામે આજે યોગાશ્રમની સ્થાપના કરી. પોતાની અધ્યાત્મસાધનાની સાથોસાથ સમાજસેવાનાં અનેક કાર્યો શરૂ કરેલાં. દુષ્કાળ રાહત અને અનેક પ્રકારનાં સામાજિક ઉત્થાનનાં કાર્યોની સાથોસાથ એમના આદેશથી અમદાવાદ પાસે આવેલા હાંસોલ ગામે ‘શ્રી મધૂસુદન ધ્યાનયોગ નિકેતન' નામના યોગાશ્રમની સ્થાપના ઈ.સ. ૧૯૭૨માં ક૨વામાં આવી. લેખકશ્રી બાબુભાઈ પારેખ દ્વારા ધ્યાનયોગી શ્રી મધુસૂદનદાસજી' ગ્રંથ લખાયો છે તથા ધ્યાનયોગીના પ્રસંગો ભાગ ૧-૨, ગ્રંથમાં પણ એમની સિદ્ધિઓ વિશે વિગતવાર માહિતી મળે છે. મધુસૂદનદાસજીએ ‘સાધકસંદેશ’ અને ધ્વનિપ્રકાશ” નામના સાધકોને ઉપયોગી થાય એવાં બે પુસ્તકો પણ લખ્યાં છે. તેઓ કુંડલિની યોગના પુરસ્કર્તા હતા. Jain Education International ૧૧ ભજનિક સૂફી સંત સતારશાહ નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ. ૧૮૯૨માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને મોટા કર્યા. ગૃહસ્થ જીવનમાં જ સૂફીસાધના તરફ વળ્યા. સૂફી સંત અનવર કાજી પાસેથી દીક્ષા લીધેલી. રાજપીપળા મહારાજા દિગ્વિજયસિંહજી એમની ભજનવાણી ખૂબ સાંભળતા. ‘સતાર ભજનામૃત’ પુસ્તકમાં તેમનાં ભજનો સંપાદિત થયાં છે. શ્રી સત્યાનંદજી ભાદરવા ગામે ઈ.સ. ૧૮૯૮માં શ્રી સત્યાનંદજીનો જન્મ થયો. જન્મનામ ગણપતરાય હતું. ગૃહસ્થાશ્રમી હોવા છતાં મહી નદીને કાંઠે યોગાશ્રમ બાંધીને સંસારી સાધુ જેવું જીવન વ્યતીત કરતા હતા. પુષ્કરનિવાસી સંત કવિ બ્રહ્માનંદજીનો વડોદરામાં મેળાપ થયો અને એમની પાસેથી સાધનાદીક્ષા પ્રાપ્ત કરેલી. સત્યાનંદજીના વૈરાગ્ય ચિંતામણિ' પુસ્તકમાં એમની સાધના વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત થાય છે. સૂફી સંત કવિ સુખરામબાપુ આજથી ૧૩૬ વર્ષ પહેલાં સાવરકુંડલાના છાપરી ગામે મુસ્લિમ સંધી જ્ઞાતિમાં વિ.સં. ૧૯૨૬માં સુખરામબાપુનો જન્મ થયો. પાંચ વર્ષની વયે માતપિતાની વિદાય, ૧ ભાઈ અને ૧ નાની બહેનને લઈ પોતાના મોસાળ ગારિયાધાર મજૂરી કરવા નીકળ્યા, રસ્તામાં મોટા ભમોદરા ગામ આવ્યું. ત્યાંના દરબાર આપા ગોલણબાપુએ આશરો આપ્યો. ગૌસેવા કરવા રહ્યા. અનેક કસોટીઓ થઈ, ગુરુઝંખનાએ અમરેલીના ઓધા ભગત વાંઝાનો પરિચય થયો. એમની સાથે ગિરનાર જતાં સિદ્ધ સંત બુધગરજીનો ભેટો થયો અને અંતરમાં અજવાળું થયું. ગુરુ આજ્ઞાએ ફરી ભમોદરા આવ્યા અને ગૌસેવા તથા ભજનસાધના કરતાંકરતાં અનેક ચમત્કારમય જીવન જીવીને ૭૦ વર્ષની વયે વિ.સં. ૧૯૯૭ અષાઢ વિદ ૪ શનિવારે વિદાય લીધી. એમના શિષ્ય ઉકારામજી જગ્યાની ગાદીએ આવ્યા હતા. સુખરામબાપુએ રચેલાં અનેક પદ, ભજનોનો સંગ્રહ ‘સુખવિલાસ’ નામે પ્રકાશિત થયો છે. સાવરકુંડલા પાસેના મોટા ભમોદરા ગામે આશ્રમ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy