SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધન્ય ધરા ઉપાસના કરનારા, ભૈરવ આદિ ઉગ્ર તાંત્રિક સાધના કરનારા, પ્રાણની સાધના, મનની સાધના, શબ્દની સાધના, નામવચનની સાધના, ક્રિયાયોગ, નામ-જપ કે સંકીર્તન કરનાર, સૂફી-મુસ્લિમધારાના સંતો આમ અનેક સાધનાપરંપરાઓ દ્વારા આત્મચિંતન અને પરમાત્મ સાક્ષાત્કાર સુધી પહોંચનારા મહાપુરુષોમાંથી અહીં માત્ર કેટલાક-તાત્કાલિક રીતે–સાવ ઉપરછલ્લી રીતે જેના વિશે માહિતી મળી છે એવા સાધનાધારાના મશાલચીઓ વિશે અત્યંત ટુંકી જીવનનોધ આિપી છે. આવા તો અગણિત સંતો, મહંતો, સિદ્ધપુરષો આ ધરતી પર થયા છે. એ સૌનો વિગતવાર અભ્યાસ કરવા જઈએ તો વિશાળ પુરાણગ્રંથો જેવા પાંચ-સાત ગ્રંથો લખવા પડે, છતાં ભવિષ્યના સંશોધકો કે જિજ્ઞાસુઓને એમાં રસ લેવામાં થોડુંક દિશાસૂચન થાય એ હેતુથી સહજ પ્રાપ્ય એવી સામગ્રી અહીં આપી છે. સંતસાહિત્ય સંશોધન કેન્દ્ર, આનંદ આશ્રમ ધોધાવદરમાં આવા કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતના અને | ભારતના અન્ય પ્રાંતોના સિદ્ધ પુરુષો-મહાપુરુષો, જતિ-સતી, શાની, વેદાન્તી, યોગી, મોની, સંતકવિઓ વિશેના સંદર્ભગ્રંથો અને હસ્તપ્રતો સચવાયેલી છે. એમાંથી અત્યંત મર્યાદિત શબ્દોમાં કેટલાક અતિ મહત્ત્વના મહાપુરુષો વિશે અહીં ટેકમાં જીવનપરિચય અપાયો છે. સૌરાષ્ટ્રના મહત્ત્વના સંતકવિઓ | વિશે બૃહદ્ ગુજરાત પ્રતિભા દર્શન' સંદર્ભ ગ્રંથમાં આ લેખક દ્વારા નોધ અપાયેલી છે.. * કાજી અનવરમિયાં બાપુ વિ.સં. ૧૮૯૯ના વૈશાખ વદ-૭ શુક્રવારે વિસનગર ગામે મુસ્લિમ જ્ઞાતિમાં આજામિયાં અનુમિયાંને ત્યાં અનવરમિયાં બાપુનો જન્મ થયેલો. બાળપણથી જ સંતસેવાના સંસ્કારો. એમણે તમામ પ્રકારની હિન્દુ-મુસ્લિમ ધર્મસંપ્રદાયોની સાધનાઓ કરી હતી. જંગલમાં અને એકાન્ત સ્થળોએ સાધના–બંદગી દરમિયાન ત્રણસોથી વધુ ભજનો, પદો, ગરબી, ગઝલ, નસીહત, માતમ, જોગીનામા, સિંધી કાફીઓ, તારીખ, ફારસી ગઝલો જેવી રચનાઓ ગુજરાતી, હિન્દી, સધુકડી ભાષામાં રચી છે, જે ‘અનવર કાવ્ય” નામે ગ્રંથમાં પ્રકાશિત થઈ. પાલનપુરના નવાબ શેર મહંમદખાનજીએ એમની સેવા કરેલી. વિ.સં. ૧૯૭૨ની સાલમાં પોષ વદિ ૨, તા. ૨૨-૧-૧૯૧૬, શનિવારના રોજ ૭૩ વર્ષની વયે દેહત્યાગ કર્યો. પાલનપુરમાં એમનો ભવ્ય રોઝો છે જ્યાં મેળો ભરાય છે. ભાદરણના સ્વામી કૃષ્ણાનંદજી. બ્રહ્મદેશમાં ઋગ્વદી બ્રાહ્મણ કુટુંબમાં તા. ૨૬-૮૧૯૨૦ના રોજ જન્મ થયો. ત્યાંજ અંગ્રેજી કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરેલો. ઈ.સ. ૧૯૪૪માં ૨૪ વર્ષની વયે ગૃહત્યાગ કર્યો અને ભારતમાં વિચરણ કર્યું. મહારાષ્ટ્ર, કરાંચી વગેરે સ્થળોએ ફરતાંફરતાં સિંધમાં ગયા, ત્યાંના સિદ્ધ સંત મસ્તરામજીના આદેશ મુજબ મકરાણા સાહેબ નામના સિદ્ધ ફકીર પાસેથી પણ જ્ઞાનશિક્ષા મળી. ત્યાંથી ફરી સાધનાયાત્રા શરૂ થઈ. સૌરાષ્ટ્રના જામનગરમાં થોડો સમય રહેલા. એ પછી ઈ.સ. ૧૯૪૯થી ભાદરણમાં સ્થિર થયા. અંગ્રેજી ભાષામાં છ ગ્રંથો લખ્યા છે, જેના ગુજરાતી અનુવાદો પણ પ્રકાશિત થયા છે. પથિકના અનુભવો', “આંધીમાં ઉપદેશ', ‘ઝલક અને ઝાંખી', ‘તરંગ અને તરણી', “કોઈ કંકર, કોઈ મોતી', અને “ધૂપશલાકા’ જેવા ગ્રંથોમાં એમની તત્ત્વવિચારણા તથા સાધકોને માર્ગદર્શન અપાયા છે. કાયાવરોહણના કૃપાલ્વાનંદજી ડભોઈના કાયસ્થ બ્રાહ્મણ જમનાદાસ મજમુદાર અને માતા મંગળામાની કૂખે તા. ૧૩-૧-૧૯૧૩ના રોજ જન્મેલા કૃપાલ્વાનંદજી બાલ્યવયે અત્યંત તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા હતા. સરસ્વતીની ઉપાસના કાયમ કરતા. યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ ગૃહત્યાગ કર્યો અને ઈ. ૧૯૩૨માં મુંબઈના માધવબાગના સ્વામી શ્રી ગણવાનંદજી પાસે યોગદીક્ષા લીધી. એ પછી ઈ. ૧૯૪૧માં ઈદોર-વાસણાના ઉદાસીન સંત શ્રી શાંતાનંદજી પાસે સન્યાસ દીક્ષા લઈને કૃપાલ્વાનંદ નામ ધારણ કર્યું. યોગસાધનાની સાથોસાથ વારાણસીમાં આઠ વર્ષ સુધી સંસ્કૃત શાસ્ત્રગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. ગીતા, ઉપનિષદો અને બ્રહ્મસૂત્ર એ પ્રસ્થાનત્રયી ગ્રંથોનું સાંગોપાંગ અધ્યયન કરીને ઈ.સ. ૧૯૫પથી કાયાવરોહણ (કારવણ)માં મૌન સાધના શરૂ કરેલી. કૃપાલ્વાનંદજીએ દસથી વધુ ગ્રંથોનું સર્જન કરેલું. ‘આસન અને “મુદ્રા', “શ્રી ગુરુપ્રસાદી', “પ્રેમધારા ભાગ ૧ થી ૮', ગીતાગુંજન’, ‘શ્રી ગુરુ ગોવિંદપૂજન', “શ્રી ગુરુ વચનામૃત', ગોપી ભાવનાં ભજવતું “ભાવદર્શન', ધ્યાન વિજ્ઞાન”, “કૃપાલુ વાસ્ધા ', “ગાગર ભાગ ૧ થી ૯’ અને ‘રાગ જ્યોતિ' (શાસ્ત્રીય સંગીત ભાગ–૧–૨) જેવા ગ્રંથોના લેખન ઉપરાંત ઈ.સ. ૧૯૭૪માં લકુલેશ બોશ્વરની પ્રતિષ્ઠા કારવણમાં કરેલ. સમાજસેવાનાં અનેક કાર્યો એમના દ્વારા સંપન્ન થતાં રહ્યાં છે. કામ કરે Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy