SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ મુંડિયાસ્વામી દયારામજી દયાનંદસ્વામી જૂનાગઢ તાબાના ડમરાળા ગામે શ્રીગોડ માળવી બ્રાહ્મણ કુટુંબમાં શ્રી કાશીરામ વેલજીને ત્યાં ઈ.સ. ૧૮૫૪માં જન્મ. જૂનાગઢના રેવન્યુ ખાનામાં નોકરી અર્થે જોડાયેલા. પછી શેર જુમ્માખાનના કોઠારી તરીકે નોકરી પણ કરી. એ દરમ્યાન એક બુઢા બાવાજીનો સત્સંગ થતાં વૈરાગ્ય આવ્યો ને ગૃહત્યાગ કરી જામનગરના સ્વામી બ્રહ્માનંદજીને ગુરૂપદે સ્થાપ્યા. નામ મળ્યું દયાનંદ. “દાસ દયાનંદ બ્રહ્માનંદ શણે'ના નામાચરણથી તેમણે ઘણાં ભજનોની રચના કરી છે. ઈ.સ. ૧૯૨૯માં જામનગર મુકામે મહાસમાધિ લીધી. એમના જીવન સાથે અનેક ચમત્કારમય ઘટનાઓ જોડાયેલી છે. કચ્છ-અંજારમાં એમણે સાધના કરેલી. દેશળ ભગત કચ્છ વાગડના સણવા ગામે ખવાસ જ્ઞાતિમાં ઈ.સ. ૧૮૭૪ના અરસામાં જન્મ. માબાપ તદ્દન ગરીબ હતા. લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવતા. ધ્રાંગધ્રાના મહારાજા અજિતસિંહને ત્યાં પોલીસ તરીકે નોકરીએ રહ્યા. પત્ની ગંગાબાઈ તથા લાલજી અને ધનજી નામે બે પુત્રો સાથે અન્નક્ષેત્રદાળિયાનું સદાવ્રત ચાલુ કરેલું. એકવાર ભજનમાં બેઠેલા ને નોકરી ઉપર તપાસ આવી તો ભગવાન પહેરો ભરતા હતા. આ જાણીને વૈરાગ્ય પ્રગટ થયો ને નોકરી છોડી દીધી. એ પછી પરમાત્માની સહાય મળતી રહી ને અન્નદાનનો પ્રવાહ વહેતો થયો ને ધ્રાંગધ્રામાં સં. ૧૯૭૮માં મહાન સંતમેળો થયો. ઈ.સ. ૧૯૨૮માં સંવત ૧૯૮૪ ચૈત્રસુદ ૧૩ મંગળવારે દેશળભગતે મહાસમાધિ લીધી. સ્વામી શ્રી નંદકિશોરજી ઈ.સ. ૧૮૯૭માં વડોદરા મુકામે આર્યસમાજી ઉત્તરપ્રદેશના વતની શિવદયાળ અને માતા પાર્વતીબાને ત્યાં જન્મ. વડોદરામાં કોલેજકક્ષા સુધી શિક્ષણ. ઋષિદેશમાં જઈ સાધના અને સ્વામી રામતીર્થના શિષ્ય પાસે સાધનાદીયા. વડોદરાના સંત શંકર ભગવાન તથા શિનોરના ‘મુનિ બાવા' જેવા શ્રોત્રિય-બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનો સતત સંગ. એ પછી સંત બાલાપ્રસાદજી પાસે સમર્પણ, સમાયા પાસે વૈમાર ગામે આવેલા આશ્રમમાં રહેતા આનંદમય જીવનનું રહસ્ય’, ‘સહજ પરમાર્થ', ‘ગીતામૃત' તથા “મહા મૌન' જેવાં પુસ્તકો લખ્યાં છે. Jain Education International ૧૫૯ મોડલના સ્તર પાસ શ્રી નાથાલાલ જોશી યોગી હરનાથ. ભગવત્ સાધના સંધ ગોંડલના પ્રણેતા શ્રી નાથાભાઈ . જોશીનો જન્મ જૂનાગઢ મુકામે ઈ.સ. ૧૯૨૦માં હરજીવન જોશી નામના સુપાત્ર બ્રાહ્મણને ત્યાં થયો હતો. બાળપણથી જ દેવીઉપાસના તરફ વળેલા શ્રી નાથાભાઈએ જ્યોતિષવિદ્યા દ્વારા અનેક પીડિત દુ:ખીજનોને માર્ગદર્શન આપવાનું શરૂ કરેલું. ઈ.સ. ૧૯૪૬થી ગોંડલમાં સ્થાયી થયેલા. આપણા મરમી વિ શ્રી મકરન્દ દવેએ એમની સાથે થયેલા અધ્યાત્મ વાર્તાલાપોને યોગી હરનાથના સાંનિધ્યમાં' પુસ્તક દ્વારા વ્યક્ત કર્યા છે. અંગ્રેજી, બંગાળી, મરાઠી વગેરે વિવિધ ભાષાઓની જાણકારી અને એકાંતવાસી તરીકે અહર્નિશ ઉપાસનામાં રત એવા શ્રી નાથાબાપાનો અનુયાયીવર્ગ ઘણો મોટો છે. શ્રી નારાયણ બાપુ જૂના લખતર રાજ્યના સારસાણાના રહીશ શ્રી કાળીદાસ મહારાજ રાજગુરુને ત્યાં ઈ.સ. ૧૯૧૫માં જન્મેલા નારાયણબાપુના ૧૫ વર્ષની વયે વિવાહ થયા. એમનાં લગ્ન પછી એક અઠવાડિયામાં પિતાજીનો દેહાંત થયો. પિતા કાળીદાસજી અધ્યાત્મસાધક જ્યોતિષી હતા અને પોતાના અવસાનની તથા નારાયણબાપુની સાધના વિશે આગાહીઓ કરેલી. નારાયણબાપુએ ઈંટવાડા ગામે અનાજકરિયાણાની દુકાન માંડેલી અને રાત્રે ગાયો ચરાવતા. મુંબઈમાં પણ થોડો સમય કાપડની દુકાન કરેલી પણ પછી વડોદરાથી પાંત્રીસેક કિ.મી. આવેલા તાજપુરા ગામની નજીક આવેલા નિર્જન સ્થળે વસવાટ કર્યો અને સાધના માટે ભૂગર્ભ ગુફામાં રહેતા. આજે એ જગ્યા શ્રી. નારાયણ યોગાશ્રય'ના નામે પ્રસિદ્ધ છે. સ્વામી શ્રી નિત્યાનંદજી વિ.સ. ૧૯૨૩ના જેઠ વદ એકમના દિવસે ઉત્તર હિન્દના મીરત નજીકના પરીક્ષિતગઢ ગામે બ્રાહ્મણ કુટુંબમાં રામકૃષ્ણાંતને ત્યાં બાળક રામપ્રસાદનો જન્મ થયો. પિતામહ પાસે ઊછરીને મોટા થયા. ચિત્રકૂટના સિદ્ધજી નામના મહાત્મા પાસે આ ચોવીશ લાખ ગાયત્રીના જપ કર્યા. કાશીમાં શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. પદયાત્રા કરી સારાયે ભારતમાં ફર્યા અને વિ.સં. ૧૯૪૬માં રાજકોટ પાસે ત્રંબામાં બાણગંગા નદીને કાંઠે નિવાસ કર્યો. ત્રંબાના મહાત્મા જગન્નાથ સ્વામીએ નિર્ગુણઉપાસનાનો બોધ આપ્યો અને વિધિવત્ દીક્ષા લેવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy