SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ- ૨ ૧પ૭ સામયિકોની બહુમૂલ્ય ફાઇલો, સંશોધનકાર્યની નોંધ ફાઇલો, ફોટોગ્રાફ્સ, સંશોધનનિબંધોની નકલો, લોકસંગીતભક્તિસંગીતની સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરીને ધ્વનિમુદ્રિત કરેલી ૭૦૦ જેટલી ઓડિયો કેસેટ્સ, પચાસેક વિડિયો કેસેટ્સ તથા કેટલાય જૂના દુર્લભ સિક્કાઓની જાળવણીનું કાર્ય થઈ રહ્યું છે. લોકસંસ્કૃતિ, સંતસાહિત્ય, લોકસાહિત્ય, ચારણી–બારોટી સાહિત્ય, કંઠસ્થ પરંપરામાં જળવાયેલ લોકવિદ્યાની વિવિધ સામગ્રી, લોકકલાઓ, લોકસંગીત અને ભક્તિસંગીત વિષયે સઘન સંશોધનકાર્ય, અભ્યાસ અને પ્રકાશનની સાથોસાથ કોઈપણ ક્ષેત્રના સંશોધકોને વિના મૂલ્ય આ સંદર્ભ સામગ્રીનો ઉપયોગ કરવા અપાય છે. આ ઉપરાંત ગૌસેવા, અન્નદાન, વૃક્ષઉછેર, વનીકરણ, જળસંચય, આયુર્વેદ, શિક્ષણ, બિમાર પશુપક્ષી સારવાર, જનઆરોગ્ય અને સમાજઉપયોગી તમામ સેવાકીય ક્ષેત્રોમાં શક્તિ-મર્યાદા મુજબ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ “આનંદ આશ્રમ દ્વારા કરવામાં આવે છે. અહીં સચવાયેલી સામગ્રીનો લાભ દેશપરદેશની યુનિવર્સિટીઓમાં સંશોધનકાર્ય કરતા અનેક સંશોધકોએ વારંવાર લીધો છે અને આવા સંશોધકો–અભ્યાસીઓ માટે આ સ્થળ એક તીર્થરૂપ બન્યું છે. “આનંદ આશ્રમ'નો પાયો આધ્યાત્મિક છે. અંગત સાધના પર આધારિત શુદ્ધ આધ્યાત્મિકતા અને સર્વજીવો પ્રત્યેની કરુણા-કલ્યાણભાવના ફરી જીવંત પ્રવાહરૂપે આ સૃષ્ટિમાં પ્રવાહિત થાય એ માટેની મંગલમય કામના નિરંજન રાજ્યગુરુ ધરાવે છે. સાહિત્યસંશોધન ઉપરાંત સેવા, સાધના, સત્સંગ, સ્વાધ્યાય માટે પણ સમય ફાળવીને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે. હજારેક વૃક્ષો ઉછેર્યા છે. બાર ગાયોની ગૌશાળા છે, વૃક્ષો નીચે ગાયો બંધાય છે, ગૌશાળા માટે પાકું મકાન નથી. ગામના જરૂરિયાતમંદ લોકોમાં વિનામૂલ્ય છાશનું વિતરણ થાય છે, ગોબર ગેસની સુવિધા પણ છે, સંપૂર્ણ પ્રાકૃતિક સ્વાવલંબી જીવન જીવવાની મથામણ ચાલુ જ છે. | ભજનને કેન્દ્રમાં રાખીને સમાજના પ્રાણને બેઠો કરવાની પ્રવૃત્તિ કરનારી આ ગુજરાતની અને ભારતની એકમાત્ર સંસ્થા છે. સંત સાહિત્યનું સંશોધન અને સંવર્ધન કંઠસ્થ પરંપરાની અને લોકવિદ્યાની આજે ધીરેધીરે લુપ્ત થઈ રહેલી આપણી ભવ્ય વિરાસતનું એકત્રીકરણ આજના યુગની તાતી જરૂરિયાત છે ત્યારે એકવાર આનંદ આશ્રમની મુલાકાત લઈ નિરંજનભાઈની પ્રવૃત્તિઓ અને મુશ્કેલીઓ રૂબરૂ નિહાળીએ એવી આપણા સૌની ફરજ છે. (ફોન : ૦૨૮૨૫-૨૭૧૫૮૨, મો. ૯૮૨૪૩-૭૧૯૦૪). ––સંપાદક. કહા જ શાકના કાકાના દર રાજા રા'ક દર , મા કમળ કામ કરી પ્રાસ્તાવિક - આપણી ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથસંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈપણ ધર્મ-પંથસંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ અધ્યાત્મસાધના કરીને પોતાનો આગવો નિજી–મૌલિક સાધન પરંપરા પ્રવાહ શરૂ કરનારા સાધકો-સિદ્ધપુરષો થઈ ગયા છે. કેટલાકે પોતાની મૂળ ગુરુપરંપરાની સાધના કે પંથ, સંપ્રદાયમાં આગવી ઢબે ફેરફારો પણ કરીને પોતાના નવા સિદ્ધાંતો સ્થાપ્યા છે. પ્રથમ પોતાની જાતની ઓળખ કરીને, પોતાની જાતને સુધારીને, સાધના દ્વારા પિંડશોધન કરીને, જગતના કલ્યાણ માટે આગવા સાધનામાર્ગની કેડી કંડારી છે. અવધૂત-મસ્ત દેશના મહાપુરુષો કે જે પોતાનો પંથ, સંપ્રદાય ઊભો નથી કરતા પણ સમસ્ત જગતને પોતાના જીવન અને દિકર્મદર્શન તથા સેવા કાર્યોથી માર્ગદર્શન આપતા રહે છે, તો કેટલાક પોતાના ઉપદેશ-આદેશના પ્રચાર માટે-ગ્રંથસંપ્રદાયની સ્થાપના કરે છે અને પોતાના સાધનામાર્ગને વિશાળ શિષ્ય સમુદાય સુધી પહોંચાડે છે. આવા સિદ્ધપુરષોમાં ઘણા પ્રકારભેદ જોવા મળે, અત્યંત પ્રાચીન એવી શેવશાકત-તંત્ર ઉપાસના સાથે, શિવશક્તિ, મહાકાલી વગેરે દશ મહાવિદ્યાઓ કે અન્ય દેવીદેવતાના | ઉપાસકો, વેદાન્તી-શાનવત આત્મચિંતન કરનારા મહાપુરષો, હઠયોગી સાધના કરનારા નાથપંથી કે અન્ય ઉગ્ર સાધકો. શબ્દસૂરત યોગની સાધના કરનારા કબીરપંથી કે અન્ય - સંતસાધનાને અનુસરનારા સંતકવિઓ, લોકદેવો-દેવીઓની Jain Education Intemational ation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy