SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ધન્ય ધરા 'મિત્ર હોવાને નાતે મરકન્દ દવે, ઉમાશંકર જોશી, અમૃત ઘાયલ, પ્રજારામ રાવળ, મનુભાઈ “સરોદ', જયમલ્લ પરમાર વગેરે સાહિત્યકારો અવારનવાર ઘોઘાવદર આવે એટલે સાહિત્યક્ષેત્ર સાથેનો જીવંત સંપર્ક, ઘરમાં જ ત્રણેક હજાર ગ્રંથોનું ગ્રંથાલય. આઠમા ધોરણથી માધ્યમિક શિક્ષણ માટે અભ્યાસ કરવા ગોંડલ જવાનું થયું. મકરન્દભાઈને ત્યાં જ સતત આઠ વર્ષ રહીને ઈ.સ. ૧૯૭૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ ગુજરાતી ભાષાસાહિત્યભવન સૌ. યુનિ. રાજકોટ ખાતે અનુસ્નાતક અભ્યાસ અર્થે જોડાઈને ઈ.સ. ૧૯૭૮માં ગુજરાતીલોકસાહિત્ય વિષય સાથે એમ.એ. પદવી પ્રાપ્ત કરી, તુરત જ પીએચ.ડી. પદવી અર્થે મધ્યકાળના તેજસ્વી હરિજન સંતકવિ દાસીજીવણના જીવન-કવન વિષયે ડૉ. નાગજીભાઈ ભટ્ટીના માર્ગદર્શન તળે સંશોધનકાર્ય શરૂ કર્યું અને ગુજરાતના અને ગુજરાત બહારના હસ્તપ્રતભંડારોમાં સચવાયેલી હસ્તપ્રતોમાંથી અને ગુજરાતનાં ગામડેગામડે ફરીને પરંપરિત તળપદી ભજનવાણીના ભજનગાયકો-ભજનિકોની મંડળીઓમાં કંઠસ્થ પરંપરાથી જળવાયેલાં દાસી જીવણનાં ભજનો વિષે ક્ષેત્ર કાર્ય કરીને ઈ.સ. ૧૯૮૨માં પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી. ઈ.સ. ૧૯૮૩-૮૪માં કેશોદ (જિ. જૂનાગઢ)ની આર્ટ્સ કોલેજમાં વ્યાખ્યાતા તરીકે અને ઈ.સ. ૧૯૮૫થી ૧૯૮૮ સુધી ગુજરાતી ભવન સૌ.યુનિ. રાજકોટ ખાતે યુ.જી.સી. સંશોધન યોજના અન્વયે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધનસહાયક તરીકે સેવાઓ આપી. ઈ.સ. ૧૯૮૮થી ૧૯૯૦ સુધીનાં બે વર્ષો દરમ્યાન ગુજરાતી ભવનમાં જ અનુસ્નાતક શિક્ષક તરીકે એમ.એ., એમ.ફિલ.ના વિદ્યાર્થીઓ સમક્ષ ગુજરાતી-લોકસાહિત્ય વિષયોનું અધ્યાપનકાર્ય બજાવ્યું. આ સમયગાળામાં વિવિધ સાહિત્ય સામયિકોમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, સંતસાહિત્ય, લોકવિદ્યા, લોકકલાઓ, લોકસંગીત, ભક્તિસંગીત વિષયે સંશોધનલેખો પ્રકાશિત થતા રહ્યા. અનેક યુનિ.કક્ષાના, રાજ્યકક્ષાના, રાષ્ટ્રીયકક્ષાના પરિસંવાદોમાં સંશોધન વ્યાખ્યાનો અપાયાં. “ભજનમીમાંસા' જેવું મધ્યકાલીન સાહિત્યસ્વરૂપ–ભજનના ઉદ્ભવ, વિકાસ, પ્રકારો, વર્ગીકરણ, વિભાગીકરણ, ભાવપક્ષ, કલાપક્ષની વિચારણા કરતું પુસ્તક પ્રકાશિત થયું. ઈ.સ. ૧૯૯૧થી પૂર્ણ સમયના મુક્તકાલીન સંશોધક તરીકે પોતાના વતન ઘોઘાવદર ખાતે “આનંદ આશ્રમ'માં સંતસાહિત્ય સંશોધન કેન્દ્રની સ્થાપના કરી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર સંશોધન ફેલોશિપ, બી.કે. પારેખ ફાઉન્ડેશન ફેલોશિપ અને રાષ્ટ્રીય કક્ષાની ડૉ. હોમી ભાભા ફેલોશિપ અન્વયે સાહિત્યસંશોધનકાર્ય થતું રહ્યું અને “રંગ શરદની રાતડી', “સંતવાણીનું સત્ત્વ અને સૌંદર્ય”, “બીજમારગી ગુપ્ત પાટઉપાસના”, “મૂળદાસજીનાં કાવ્યો', પ્રેમસખી પ્રેમાનંદનાં શ્રેષ્ઠ પદો', “સંધ્યા સુમિરન’, ‘આનંદનું ઝરણું', “સતની સરવાણી”, “સૌરાષ્ટ્રનું સંતસાહિત્ય જેવા ખ્યાતિપ્રાપ્ત સંશોધનગ્રંથોનું પ્રકાશન પણ થતું રહ્યું. આકાશવાણી તથા પ્રસારભારતી-દૂરદર્શનના રાજકોટ, અમદાવાદ, વડોદરા, ભૂજ, આહવા તથા મુંબઈના કેન્દ્રો પરથી અવારનવાર કલાકાર, કાર્યક્રમસંચાલક, તજજ્ઞ, સંયોજક તરીકે પોતાની કલા પ્રસ્તુત કરે છે. ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિમાં ચૂંટાયેલા સભ્ય છે. ગુજરાતી વિષયના પીએચ.ડી. પદવીના માન્ય પરીક્ષક–રેફરી તરીકે સેવા આપે છે. નિરંજન રાજ્યગુરુ દ્વારા “આનંદ આશ્રમ-ઘોઘાવદર ખાતે સતુ નિર્વાણ ફાઉન્ડેશન-સંત સાહિત્ય સંશોધનકેન્દ્રમાં સંગ્રહિત થયેલા ૬000 જેટલા અતિ મૂલ્યવાન સાહિત્ય સંદર્ભગ્રંથો, અતિ વિરલ એવી મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, સંતસાહિત્ય, ચારણી સાહિત્ય અને બારોટી સાહિત્યની હસ્તપ્રતો, જૂનાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy