SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૫૫ સાધનાધારના મશાલચીઓ ડૉ. નિરંજન રાજ્યગુરુ પંચમહાભૂતોનું બનેલું આ વિશ્વ અને પંચમહાભૂતોના અંશના બનેલા આપણે. આકાશ, પ્રકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વીના અંશોનું અજબ રસાયણ આપણા અસ્તિત્વની નિશાની છે અને એ રસાયણનું સંતુલિત સંયોજન થાય-ટકી રહે-તે માટેની આપણી મથામણ છે. એ સંયોજનાના રચનારને સતત ઉપસ્થિત રાખવો–સતત સતર્ક રાખવો એ આપણી તપશ્ચર્યા છે. “સૌનું રક્ષણ કરજો.” “સૌનું ભલું થજો.” “સૌ સારાં વાના થશે.” “ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ, જેવાં સૂત્રો-મંત્રોનો ઉપયોગ આપણે અહર્નિશ કરતાં રહીએ છીએ. દરેક ક્ષેત્ર કોઈ અકળ રહસ્યને ઘૂંટતું હોય છે. ઈશ્વરથી માંડીને જન્મ-મૃત્યુની ઘટનાઓ અકળ છે. ઋતુ-તુમાં કે આબોહવામાં કેટકેટલી ગૂઢ વાતો છુપાયેલી હોય છે. ક્યારેક એમ લાગે કે આશીર્વાદ જેવા ચમત્કારો છે, તેમ શાપનું પણ અસ્તિત્વ છે. “ઊંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા.” ‘તમસો મા જ્યોતિયા જગતમાં સંતુલિત સંયોજનાના અભાવે અજ્ઞાન રૂપી અંધકાર વ્યાપી વળતો હોય છે. અશુભ, અસત્ અને દુર્ભાવનું વાતાવરણ રચાતું હોય છે. વિશ્વશાંતિના પ્રયાસો સામે આતંકવાદની આંધી ચડતી હોય છે. સુલેહ-શાંતિને સ્થાને યુદ્ધો આવી ઊભાં રહેતાં હોય છે. આ બધાના મૂળમાં કોઈ ને કોઈ પ્રકારની અરાજકતા, અસમતુલા અને અજ્ઞાનતા કારણભૂત હોય છે. - જ્ઞાન, વિજ્ઞાન અને યોગ એ ઊંડા અંધારામાંથી બહાર નીકળવાના માર્ગો છે. એક સિદ્ધાર્થને આ જગત ય લાગે અને એ મહાભિનિષ્ક્રમણ કરી. મહા સાધના કરીને જીવન વિશે અને જગત વિશે અનોખું દર્શન, નિરાળું ચિંતન પ્રસ્તુત કરે છે એ લક્ષને પામવા એ કેટકેટલી તપશ્ચર્યા કરે છે. એવું જ બધાં ક્ષેત્રોનું છે. વ્યક્તિનાં આંતરચક્ષુઓ જ્યારે ખૂલી જાય છે ત્યારે તેને આ જગત વામણું લાગે છે. વ્યક્તિની ચિત્તશુદ્ધિ હંમેશાં અંદરનો આનંદ ધારણ કરે છે અને એ આનંદને આપણે અધ્યાત્મસાધના કહીએ છીએ. માત્ર આકાશ-દર્શનને પામવા માટે પેઢી દર પેઢી કેવી સાધના થઈ, માત્ર આ દેહની ક્રિયા-પ્રક્રિયાને સમજવા માટે આયુર્વેદાચાર્યોએ કેવી કેવી સાધના કરી, આજના વિજ્ઞાનીઓ અણુ-પરમાણુની શક્તિ-ક્ષમતાને પામવા કેવાં કેવાં સંશોધનોમાં રાત દિવસ મચ્યા રહે છે એનો ઇતિહાસ પણ અજબગજબનો છે. આત્માપરમાત્માનાં રહસ્યોને જાણવા-સમજવા જીવનભરનો રઝળપાટ અને ભારે મોટા પુરુષાર્થ દ્વારા આધ્યાત્મિક અનુભૂતિ માણનારા એ સૌ માનવજાતને પ્રકાશના પંથે આગળ ધપાવનારા મશાલચીઓ છે. લાખ લાખ વંદનાઓ એ સૌ અવધૂત યોગીઓને. સાધનાધારાના મશાલચીઓ ઉપરની આ લેખમાળા રજૂ કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુનો જન્મ ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં ઘોઘાવદરના વતની શુદ્ધ ગાંધીવાદી, પ્રખર આર્યસમાજી આચાર્ય સાહિત્યકાર કવિશ્રી વલ્લભભાઈ મ. રાજ્યગુરુને ત્યાં માતા વિજ્યાબહેનની કુખે થયો. પ્રાથમિક શિક્ષણ ઘોઘાવદરમાં જ લીધું. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરથી પૂર્વમાં સાત કિલોમિટરના અંતરે ગોંડલ આટકોટ સ્ટેટ હાઈ વે પર આવેલું આ નાનકડું ગામ સંતકવિ દાસી જીવણના જન્મ અને સમાધિ સ્થળ તરીકે જાણીતું છે. બાળપણથી જ પિતાજીના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy