SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ મંદિર, ગણેશમંદિર વગેરેની પ્રતિષ્ઠા થયેલ છે. આ જગ્યાએ ચૌદ વર્ષથી અષાઢી બીજનો મેળો ભરાય છે અને મહંત શ્રી કરશનદાસ બાપુની પ્રેરણાથી આજુબાજુનાં દસેક ગામડાંઓમાં “જય મુરલીધામ' નામની ગૌશાળાઓ ચાલે છે. આ સમગ્ર પંથકમાં પૂજ્ય કરશનદાસ બાપુએ લોકસેવાનાં કાર્યો કરી જગ્યાની સુવાસ વધારેલ છે. ૪િ ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામે આવેલ શ્રી રામદેવપીરનું મંદિર પણ લગભગ ૧૦૦ વર્ષ જેટલું જૂનું છે, તો ભાયાવદર મોટી મારડ, મોટી પરબડી, ધોરાજી, અમરેલી, બાબરા વગેરે વિસ્તારોમાં પણ રામદેવપીરનાં મંદિરો આવેલાં છે. આમ, સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં આજે લગભગ સ્થળ-સ્થળે શ્રી રામદેવજીનાં મંદિરો કે દુવારાઓ જોવા મળે છે, જે અજમલરાયની દ્વારકાધીશની ભક્તિનું એક પરિણામ છે એમ પણ કહી શકીએ. જામનગર-આણદાબાવા આશ્રમ જ્યાં ન પહોંચે જામ ત્યાં પહોંચે રામ’ એવી લોકોક્તિનું બિરુદ પ્રાપ્ત કરનાર સંત આણંદજી જામનગરમાં આવેલ આણદાબાવા આશ્રમ સ્થાપક હતા. સંત આણંદજી, જેનો જન્મ ધોરાજીના શ્રીમાળી સોની કુટુંબમાં થયો હતો. બાળપણથી જ ભક્તિ અને સેવાના રંગે રંગાયેલા આ યુવાને સોળ વર્ષની વયે ઘર-સંસારનો ત્યાગ કરી જૂનાગઢ ગિરનારની વાટ પકડી. અહીં બાર વર્ષનું એક તપ પૂર્ણ કરી દ્વારકાનાથનાં દર્શન કરવા દ્વારકા ગયા. દ્વારકાથી પાછા વળતાં અંતરના અવાજે જામનગર આવી આજે આણદાબાવા ચકલા તરીકે ઓળખાતી જગ્યાએ સોનીકામ ચાલુ કરી આપકમાઈના બળે દાળિયાનું સદાવ્રત ચાલુ કર્યું. આજે આ સ્થળે વિશાળ ભોજનાલય, અતિથિગૃહ અને એલોપેથી દવાખાનું સૌ કોઈની સેવા માટે કાર્યરત છે. જીવનની હર એક પળ સેવાકાર્યમાં વિતાવનાર સંત આણદાબાવાએ પોતાનું ઉત્તરદાયિત્વ મૂળજીરામ નામના યુવાનને સોંપી ઈ.સ. ૧૭૭૨માં જીવતાં સમાધિ લીધી. ગુરુના કાર્યને સવાયું કરી બતાવવા મૂળાબાવાએ (મૂળ રામજી) કમરકસીને લોકકલ્યાણનાં કાર્યો કર્યા. ગામથી દશેક કિલોમીટર દૂર આજના રણજિત સાગર ડેમની બાજુમાં વાવ ગળાવી નામ રાખ્યું ધોરીવાવ. સાધુની સેવાભક્તિ જોઈ જામ રણમલજીએ ધોરીવાવની આજુબાજુની જમીન આશ્રમને અર્પણ કરી. ધન્ય ધરા આશ્રમને વિશાળ જગ્યા મળતાં મૂળા બાવાએ જગ્યામાં હનુમાનજીનું મંદિર અને રોગિયા-પત્તિયાંઓને રહેવા માટે આવાસો બંધાવ્યા. આરોગ્યધામ તરીકે ઓળખાતી આ જગ્યામાં દર વર્ષે નેત્રનિદાન કેમ્પ યોજાય છે. દુષ્કાળનાં વર્ષોમાં કેટલ કેમ્પનાં આયોજન થાય છે. આધુનિક ટેકનોલોજીથી ખેતી પણ કરવામાં આવે છે ને તેમાંથી જે ઉપજ થાય છે તે સેવાકીય કાર્યોમાં વપરાય છે. ઈ.સ. ૧૮૪૬માં મૂળાબાવાના અવસાન બાદ આશ્રમની ગાદીએ ઉત્તરોત્તર પ્રેમદાસ અને રાણાબાવા આવે છે. આશ્રમમાં જે કોઈ દાન આપી જાય તેનો હિસાબ રાખવાનો પ્રારંભ રાણાબાવાથી થાય છે. રાણાબાવા પછી ઈ.સ. ૧૮૭૮માં તેજસ્વી વ્યક્તિત્વ ધરાવનાર શ્રી રામપ્રસાદજી આશ્રમની ગાદીએ આવે છે. આશ્રમના વિકાસની સાથે સેવાનું પ્રાબલ્ય પ્રગટાવનાર આ સંતે ઈ.સ. ૧૯૦૨માં જાનમગરમાં આવેલ મરકી વખતે નિરાધાર બનેલાં બાળકો માટે અનાથાશ્રમની સ્થાપના કરી, તો ઈ.સ. ૧૯૪૦ના દુષ્કાળ વખતે અન્નના ભંડારો ખુલ્લા મૂકી, આવી સ્થિતિના કાયમી ઉકેલ માટે ‘રામરક્ષિત “આણંદગુરુ દુકાળ નિવારણ’ ફંડની યોજના ઘડી. સંતની સેવાને બિરદાવવા લોકોએ “જ્યાં ન પહોંચે જામ ત્યાં પહોંચે રામ'ના સૂત્રોચ્ચાર કર્યા, તો દાતાઓએ દાનની નદીઓ વહાવી. ખંભાળિયાના ગોપાલજી વાલજી નામના દાતાઓ તો આજે જામનગરના લીમડા લેન વિસ્તારમાં આણંદાબાવા આશ્રમની મુખ્ય ઇમારત આવેલ છે તે રામપ્રસાદજીને અર્પણ કરેલી. રામપ્રસાદ પછી આશ્રમની ગાદી સંભાળનાર સંસ્કૃત વિદ્ શ્રી માયાપ્રસાદ હતા. તેમણે ગરીબોની વિના મૂલ્ય સારવાર અર્થે સંસ્થામાં આયુર્વેદિક દવાખાનાની શરૂઆત કરી, સાથે સંસ્થાના સાધના સેવાકીય ફલકને વિસ્તારવા દ્વારકામાં આણંદ કુટિર અને કાશીમાં હરિહરાશ્રમની સ્થાપના કરી. આશ્રમની કલગીમાં મહત્ત્વનાં આ બે સુંદર છોગાં ઉમેરનાર માયાપ્રસાદ સારા કથાકાર પણ હતા. ઈ.સ. ૧૯૫૭માં માયાપ્રસાદજીનું અવસાન થતાં આશ્રમની જ્યોતને દેદીપ્યમાન બનાવનાર શાંતિપ્રસાદજી ગાદીએ આવે છે. તેમણે સંસ્થાના વહીવટમાં ફેરફાર કરી, ખોટમાં ચાલતાં સંકુલોને નવું રૂપ આપ્યું. ઈ.સ. ૧૯૬૪માં અનાથ બાળકોના અભ્યાસાર્થે શૈક્ષણિક સંસ્થા શારદા મંદિરની સ્થાપના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy