SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ દશાવતાર મંદિર, કદવાડ-સોરઠ કરી. તત્કાલીન જામનગર પરગણાના વૃદ્ધોની યાતના જાણીને ઈ.સ. ૧૯૭૬માં વૃદ્ધાશ્રમનો પાયો નાખ્યો. અત્યારે દોઢસો જેટલા વૃદ્ધો ઘરથી પણ સારી રીતે અહીં નિર્વાહ કરે છે. શાંતિપ્રસાદનું અવસાન થતાં ઈ.સ. ૧૯૭૭થી વર્તમાન મહંત શ્રી દેવપ્રસાદજી સંસ્થાનો કારભાર સંભાળી રહ્યા છે. તેમણે આદરેલા પરિશુદ્ધ નિષ્કામ કર્મયોગના બળે આજે આશ્રમનો હર એક ખૂણો પરિષ્કૃત થયો છે. આશ્રમમાં આવેલા વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, શારદામંદિર, ગૌશાળા, આયુર્વેદ દવાખાનું જેવાં જૂનાં સંકુલોના સંવર્ધન સાથે એલોપેથી, હોમિયોપેથી, મેગ્નેટ થેરાપી અને એક્યુપંક્સર જેવાં ઉપચાર કેન્દ્રો, મુદ્રણાલય, મૂંગા-બહેરાં માટે સ્કૂલ-હોસ્ટેલ જેવાં નવાં સંકુલો સ્થપાયાં છે. - ઈ.સ. ૧૯૮૮ના દુષ્કાળ ઈ.સ. ૨૦૦૧ની ૨૬મી જાન્યુઆરીના રોજ કચ્છમાં આવેલ ધરતીકંપ અને છેલ્લે દક્ષિણ ભારતમાં ઈ.સ. ૨૦૦૪માં આવેલ સુનામી વખતે શ્રી દેવીપ્રસાદે રોટી, કપડાં, મકાન ઉપરાંત સારવાર કેન્દ્રો ખોલી વિનામૂલ્ય દવાની સહાય પૂરી પાડી હતી. આણંદાબાવાથી શરૂ થયેલું માનવસેવાનું આ ઝરણું શ્રી દેવીપ્રસાદ સુધી પહોંચતાં પાવનકારી ગંગાનું રૂપ ધારણ કરી લે છે. આજે સંસ્થામાં નિયમિત સદાવ્રત ચાલે છે. દર પૂનમે જરૂરિયાતવાળા પરિવારોને દરિદ્રનારાયણ ફંડમાંથી અનાજની સહાય આપવામાં આવે છે. જામનગર ઇરવીન હોસ્પિટલમાં દર્દીઓને રામરોટી રૂપે ટિફિનસેવા પૂરી પાડવામાં આવે છે. દર વર્ષે રક્તપિત્ત, નેત્રનિદાન અને સર્વરોગ નિદાન કેમ્પનાં આયોજન થાય છે. સંસ્થામાં દર વર્ષે ગુરુપૂર્ણિમા, ભાદરવા વદ પાંચમ, અષાઢી બીજ અને શ્રાવણ વદ તેરસના દિવસો ઊજવવામાં આવે છે. ધીરજ, ખંત, નિષ્ઠા અને નિષ્કામ કર્મ કેવું સુંદર પરિણામ નિપજાવી શકે એનું ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા પૂરું પાડે છે. સ્વામી નારાયણનું મંદિર, વડતાલ છે : IIIiEl Tiા હાલ ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ વયોનો આજ તો મોટો ભેદ કે તફાવત છે. કુદરતે સર્જેલાં પ્રાકૃતિક સ્થળો ઉપર પશ્ચિમના માણસોએ જ્યાં હોટેલો અને ભોગવિલાસનાં કેન્દ્રો ઊભાં કર્યા ત્યાં ભારત અને ગુજરાતની આમ જનતાએ સમગ્ર માનવજાતને ઉજાગર કરતા-દિવ્ય તત્ત્વને પામી શકાય તેવી ભારતીય સંસ્કૃતિની ધરોહરરૂપ દેહાસ્ય જગ્યાઓ સ્થાપી. | મણીમંદિરની ભવ્ય ઇમારત, મોરબી Jain Education International Education Intermational www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy