SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૫૧ પણ રામદેવપીરના અવતાર તરીકે પ્રસ્થાપિત થયા, તો સૌરાષ્ટ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જેની નામના ફેલાયેલી છે, તે પ્રાચીન એવી પરબની જગ્યામાં પણ રામદેવજી મહારાજ પ્રવર્તિત પંથ-પરંપરાનો સ્વીકાર કરી તેની સાથે પોતાની પૂર્વ પરંપરાનું સાયુજ્ય સાધી જ્યોત-ઉપાસના સાથે રામદેવપીરનું મંદિર સ્થાપ્યું. આમ પાટ-ઉપાસના સાથે સૌરાષ્ટ્રની દેહાણ્ય જગ્યાઓમાં પણ રામદેવજી મહારાજનું સ્થાપન-પૂજન થતાં સમયાંતરે તેમના નામે જ સૌરાષ્ટ્રમાં ગામડે-ગામડે તેમના દુવારાઓ અને જગ્યાઓ બંધાવા લાગે છે. સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન રામદેવજી મહારાજે પોતાના સેવાકાળ દરમિયાન રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન પંથ–પરંપરામાં આવેલી બદીઓ દૂર કરવા ઉપાસનાનું સંવર્ધિત સ્વરૂપ અખત્યાર કર્યું. બંધ બારણે પાટ-ઉપાસનામાં થતા વ્યભિચારોને અટકાવવા રામદેવજી મહારાજ પાટનું જ સ્વરૂપ બદલાવી તેને ખુલ્લી જગ્યામાં લાવી રામદેવપીર મંડપ એવું નામ આપી પાટ-ઉપાસનાને સર્વ સ્વીકૃત એવું રૂપ આપે છે. પાટ-ઉપાસનાના સંવર્ધિત એવા મંડપ-ઉપાસનાના છ વિધિ-વિધાન મુજબ કોઈપણ અનુયાયી રામદેવપીરનો મંડપ કરે તો તેણે ત્યાં દુવારો કે મંદિર બંધાવવું પડે. મંડપના આ વિધિ વિધાનના બાગરૂપ દુવારો કે જગ્યાઓ ઊભી કરવાની પ્રણાલી વધતી રહી, પરિણામે સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે રામદેવજીનાં સ્થાનકો, દુવારાઓ, મંદિરો અને પ્રાણિત જગ્યાઓનો પ્રાદુર્ભાવ થયો, જેના કારણે સૌરાષ્ટ્રમાં રામદેવપીરની પ્રખ્યાત જગ્યાઓ અસ્તિત્વમાં આવી. શ્રી રામદેવપીરની જગ્યાઓ ૪ સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર નામના ગામમાં સંવત : ૧૮૯૭ના ભાદરવા સુદ અગિયારસના દિવસે સાધુ સંતો અને શિષ્યોની વિશાળ હાજરીમાં રામદેવજી મહારાજના શિષ્ય રામગર સ્વામીએ સમાધિ લીધેલ, જે જગ્યાએ આજે રામદેવપીરનું ભવ્ય મંદિર છે. હાલમાં આ જગ્યાએ શાંતિદાસજી બાપુ પાટ-ઉપાસના અને પીર-પરંપરાની જ્યોત જગાવી લોકસેવાનાં કાર્યો કરે છે. # રામદેવપીરનાં મંદિરો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પ્રદેશોમાં ખૂબ જોવા મળે છે, જેમ કે જાફરાબાદ, વેરાવળ, પોરબંદર, માધવપુર, ચોરવાડ, વિસાવાડા, રાતડી, કછુડી, દ્વારકા, જૂનાગઢ, દીવ વગેરે સ્થળોએ રામદેવપીરનાં મંદિરો આવેલાં છે. જ રામદેવપીરનાં બે પ્રખ્યાત મંદિરોમાં (૧) જૂના રણૂજા, (૨) નવા રણુજા મંદિરો છે. જૂના રણુજા એ ભરવાડની પેટા જ્ઞાતિ મોટાભાઈ ભરવાડોનું શ્રદ્ધાનું સ્થળ છે. કાલાવડ તાલુકાના વોડીસાંગ ગામમાં કરશન ભરવાડને ત્યાં હીરા નામના પુત્રનો જન્મ થયેલ. આ હીરો, હીરા ભગત થતાં સંવત ૨૦૧૪માં પોતાના ગામમાં ઓટા પર છબી પધરાવી, પીપળો રોપી મંદિર બાંધે છે, તો નવા રણુજાએ જૂના રણુજાની બાજુમાં આવેલું રામદેવપીરનું મંદિર છે. આ મંદિરની સ્થાપના ઈ.સ. ૧૯૬૦માં જામનગરના વેપારી ખુશાલચંદ ડાયાલાલ કામદાર કરે છે. હાલમાં આ મંદિરે અન્નક્ષેત્ર અને અન્ય સેવાનાં કાર્યો ચાલુ છે. નકલંક રણુજા તરીકે ઓળખાતી જામનગર જિલ્લાના અલિયાબાડા પાસે આવેલી નકલંક રમૂજાની જગ્યા સંવત ૨૦૧૭ના જેઠ સુદ બીજ ને મંગળવાર તા. ૧૬-૫૧૯૬૧ના રોજ રામદેવપીરના ઉપાસક નાગજીબાપુએ કરેલ છે. આ નાગજીબાપુ ઘણાં વર્ષો સુધી મૌન રહેલા. તેઓએ અન્નક્ષેત્રનો મહિમા વધારી નકલંક રપૂજાને રામદેવપીરનાં પ્રખ્યાત મંદિરમાં સ્થાન આપાવેલ છે. રામદેવપીરનાં મંદિરો મધ્ય સૌરાષ્ટ્ર અને તેની આસપાસના પ્રદેશોમાં પણ જોવા મળે છે. રાજકોટમાં દુલા ભગતે સ્થાપેલું રામદેવપીરનું મંદિર, કોઠારિયા-રામદેવપીરનું મંદિર, ગોંડલ વડવાળા જગ્યાનું રામદેવપીરનું મંદિર, ત્રંબા, સાપર, અગાભિ પીપળિયા, રતનપર, આણંદપર, જૂની સાંકળી, જેતલસર, સરપદળ, જામકંડોરણા, ચરખડી વગેરે ગામોમાં રામદેવ પીરનાં મંદિરો છે. ૪ જેતપુરથી ૮-00 કિ.મી. દૂર બોરડી, સમઢિયાળા પાસે આવેલા રામદેવપીરનો આશ્રમ જેવાં નવા રણુજા તરીકે કે સનાતન આશ્રમ તરીકે ઓળખાય છે. આ જગ્યાએ વર્ષો પહેલાં ગોલીડા અને ઢોલીડા નામનાં બે ગામો હતાં, જે ગામની વાવ અને પ્રાચીન સ્થાપત્ય પણ આજે ત્યાં જોવા મળે છે. આ સનાતન આશ્રમના મહંત શ્રી કરશનદાસબાપુ અન્નક્ષેત્ર, રક્તદાન વગેરે લોકસેવાઓ કરી લોકસેવાની જ્યોત જલતી રાખે છે. આ આશ્રમમાં રામદેવજી મહારાજની વિશાળ મૂર્તિ, રાધાકૃષ્ણની વિશાળ મૂર્તિ, શીવ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy