SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ જમનાબાઈના પુત્ર હરિરામને પાસે બોલાવી પોતાના મુખમાંથી પ્રસાદ કાઢી હરિરામના મુખમાં મૂકી, સાંકેતિકરૂપે ગાદી સુપ્રત કરે છે. (આ સમયે હિરરામની ઉંમર ૧૨ વર્ષની હતી). સંવત ૧૯૩૭ના મહાવિદ દશમને બુધવારે હરસની વ્યાધિ વધતાં, હરિભજન કરતાં કરતાં જલારામ દેહ ત્યજી પ્રભુપદને પામે છે. પોતાના ગુરુ અને પિતામહે પ્રગટાવેલ આ યજ્ઞને જલતો રાખવા ભક્ત શ્રી હરિરામ સંવત ૧૯૩૭ના ફાગણ સુદિ સાતમને શુક્રવારે વિધિવત ગાદી સંભાળે છે અને ગુરુની આજ્ઞા પ્રમાણે જગ્યાનું નામ ‘જલારામની ઝૂંપડી’ એવું રાખે છે. ‘જલારામની ઝૂંપડી’ તરીકે ઓળખાતી વીરપુરની આ જગ્યાએ આદિન સુધી પોતાના આંતરિક સત્ત્વને જાળવી રાખ્યું છે. દાતાઓ તરફથી મળતા અઢળક દાનથી વૈભવશાળી મંદિરો ઊભા કરવાને બદલે (ખરચવાને બદલે) પરંપરાને જાળવી રાખીને હજારો સાધુ સંતો અને આમ સમાજના ભોજન અર્થે વાપરે છે, જે વાપરવામાં આવે છે. આ જગ્યામાં દાખલ થતાં જ બે મોટા ઊંચા ઓટલા આવેલા છે, જ્યાં સાધુ-સંતો વિશ્રામ કરે છે. ત્યાંથી આગળ પ્રવેશ કરતાં અતિથિઓને આરામ કરવા માટેનો વિશાળ હોલ છે. અતિથિગૃહની સામે શ્રી રામચંદ્રજી અને હનુમાનજીનું મંદિર છે. મંદિરની ઓસરીમાં ઢોલિયા ઉપર શ્રી જલારામ બાપાનું સ્થાનક છે. મોટા હોલના પછવાડેના ભાગે દક્ષિણ બાજુ તેમજ દરવાજા ઉપર અને અતિથિ હોલ ઉપર અતિથિગૃહો આવેલાં છે. ભોજનાલય તરફ જતાં ગુરુ ભોજલરામની સમાધિ આવેલી છે. આ એ જ ભોજનાલય છે કે જ્યાં માતા વીરબાઈમા પોતે રોટલા ઘડીને સૌ કોઈને જમાડતાં હતાં. આજે પણ આ જલારામની જગ્યામાં આવતા ગરીબ-તવંગરને એક પંક્તિમાં જ ભોજન આપવામાં આવે છે. ભોજનાલયની બાજુમાં જ જલારામે રોપેલ પીપળાનું વૃક્ષ છે અને સામેની બાજુ ધાનનો અખૂટ કોઠાર’ છે. અહીં ગરીબો અને જરૂરિયાતમંદોને બાજરી, ઘઉં, ચોખા વગેરે કાચું સીધું આપવામાં આવે છે. આ જગ્યામાં ધ્રાંગધ્રા મહારાજા સાહેબે જગ્યાને અર્પણ કરેલી બળદથી ચાલે તેવી વિશાળ ઘંટી, જલારામ જે ઢોલિયા પર બેસતા તે ઢોલિયો, ગાદલું, તકિયો તેમજ સાધુ સ્વરૂપે આવેલા શ્રી હરિએ આપેલ ઝોળી અને ધોકો જાળવી, સાચવી રાખવામાં આવ્યા છે. શિષ્ય હરિરામ ગુરુ જલારામ પાછળ વિશાળ ભંડારો કરી, રાજકોટમાં લોહાણા બોર્ડિંગની સ્થાપના કરે છે. સંવત ૧૯૬૮ના રોજ યાત્રાએ નીકળેલા હિરરામજીનું Jain Education International ધન્ય ધરા મથુરામાં કોલેરાથી અવસાન થાય છે અને મોટા પુત્ર ગિરધરરામજી વીરપુર જગ્યાની ગાદી સંભાળે છે. ગુરુનાં પગલે-પગલે અન્નદાનનો જીવનમંત્ર બનાવી હાલ પોતાના પૂર્વજોએ પ્રગટાવેલ જ્યોતની ક્ષિતિજો વિસ્તારવા ગિરધરબાપા ઈ.સ. ૧૯૬૩માં જલારામ ઉચ્ચ કેળવણી મંડળ ટ્રસ્ટની સ્થાપના કરી રાજકોટમાં માતુશ્રી વીરબાઈમા મહિલા કોલેજની સ્થાપના કરે છે. આ ઉપરાંત જનકલ્યાણ હેતુ માટે જય જલારામ ટ્રસ્ટ, જલારામ પ્રશસ્તિ ટ્રસ્ટ અને જલારામ સ્મૃતિ ટ્રસ્ટ જેવાં સેવામંડળો ઊભાં કરી સામાજિક ઉત્કર્ષ અને જનસેવાનાં કાર્યો હાથ ધરે છે. ગારિયાધાર : વાલમરામની જગ્યા ભોજા ભગતના બીજા શિષ્ય તે વાલમરામ ભગત હતા. તેમનો જન્મ સંવત ૧૮૮૪માં ગારિયાધાર ગામે કણબી કુળમાં લવાબાપા અને માતા જબાઈમાતાની કૂખે થયો હતો. નાની ઉંમરમાં જ ભોજા ભગતની પાસે દીક્ષા લઈ વાલમરામ ગારિયાધારમાં સંવત ૧૯૦૫માં આશ્રમ બાંધે છે. સંવત ૧૯૧૮માં રામજીમંદિર અને ધર્મસ્તંભની પ્રતિષ્ઠા કરી ગુરુ આજ્ઞા મુજબ તરસ્યાને પાણી અને ભૂખ્યાને ભોજન તેવું સદાવ્રત ચાલુ કરે છે. વાલમરામ આજીવન બ્રહ્મચર્ય પાળે છે. પરિણામે ગારિયાધારની ગાદી પોતાની બહેન રાધાબાઈના પુત્ર જેઠારામદાસને સોંપી ૫૮ વર્ષની નાની વયે ૧૯૪૨ના વૈશાખ સુદ પાંચમનાં રોજ જીવતાં સમાધિ લે છે. હાલમાં આ જગ્યાએ જ્યાં ટુકડો ત્યાં હરિ ઢૂંકડો' એ ગુરુઆદેશ અને અન્નદાનની પરંપરાની જ્યોત અવિરતપણે પ્રટી રહેલ છે. * * * સૌરાષ્ટ્રની આ દેહાણ્ય જગ્યાઓમાં, સૌરાષ્ટ્રમાં મહાપંથ, નિજારપંથ, ધૂનો ધરમ, મોટો ધરમ, મહા માર્ગ, બીજ માર્ગ તરીકે ઓળખાતી આ પરંપરાના કે પંથના આગવા વિશેષો એ રહ્યા છે કે સમયે-સમયે આ પંથપરંપરા સતત પરિવર્તિત થતી રહી છે. સૌરાષ્ટ્રમાં રામદેવપીરના આગમન બાદ રામદેવજી મહારાજની સુધારાવાદી નીતિ, બિનસાંપ્રદાયિક વલણ અને ઊંચ-નીચના ભેદભાવ વગર સર્વ જનસમુદાયના સ્વીકારને કારણે સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન સંપ્રદાયમુક્ત જગ્યાઓએ રામદેવપીર પરંપરાનો પણ સ્વીકાર-અંગીકાર કર્યો. પરિણામ સ્વરૂપ પાંચાળની પીર-પરંપરાના આપા વિસામણે પાળિયાદમાં પોતાની જગ્યામાં રામજી મંદિર, હનુમાનજી મંદિરની સાથે રામદેવજી મહારાજનું પણ સ્થાપન કર્યું અને લોકસમુદાયમાં પોતે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy