SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ જગ્યાને ભાવનગર પરગણાનું તીર્થધામ બનાવવાનું શ્રેય લક્ષ્મણ બાપુને ફાળે જાય છે. લક્ષમણ બાપુ પછી આ જગ્યાના ગાદીયાને તેમના પુત્ર મોટા ઉડનબાપુ આવે છે. સૌરાષ્ટ્રમાં પડેલા છપ્પનિયા દુષ્કાળના કપરા કાળમાં ગાયોના સંરક્ષણ સાથે આ સંત પુરુષ, ‘છે કોઈ અન્નનો સુધાર્થી' જેવી હાકા મારીને ભૂખ્યાને ભોજન કરાવ્યાં હતાં. મોટા ઉનડબાપુ પછી તેમના પુત્ર દાદ બાપુ અને ત્યાર બાદ દાદ બાપુના પુત્ર નાના ઉનડબાપુ પાળિયાદની ગાદીએ આવે છે. નાના ઉનડબાપુ ભાગવત અને રામાયણના સારા જ્ઞાતા અને વક્તા હતા. આ મહંત જગ્યામાં ગૌશાળા અતિથિગૃહ, અશ્વશાળા, સભામંડપ, અનાજના કોઠારો વગેરે બાંધકામો અને સામાજિક ઉત્કર્ષના ભાગરૂપે ભક્ત સમુદાયને દારૂ, જુગાર,માંસ અને વ્યભિચાર ન કરવા જેવી પ્રતિજ્ઞાઓ લેવડાવી જગ્યાના આંતર-બાહ્ય કહેવરને બદલી નાખે છે. ગુરુપરંપરાનું વ ચૂકવવા આ જગ્યાએ વિશાળ હનુમાનજીનું મંદિર તેઓ બંધાવી આપે છે અને ઈ.સ. ૧૯૭૩ની ૧૮મી ફેબ્રુઆરીના રોજ ૫૩વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી નાના ઉનડબાપુનું અવસાન થતાં જગ્યાની વર્તમાન ગાદી ઉનડબાપુના પુત્ર અમરાબાપુ સંભાળી રહ્યા હતા. આ અમરાબાપુ પણ પિતાની જેમ સારા વક્તા હતા. વર્તમાન સમયની તાસીર મુજબ તેમણે જગ્યામાં ગૌશાળા, અન્નક્ષેત્ર, તબીબી સેવાઓ, વસ્ત્રદાન, તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય, કુદરતી આફતોમાં લોકોવા વગેરે સેવાકીય પ્રવૃત્તિઓની ધજા ફરકાવેલી છે. આ ભગીરથ કાર્યમાં અમરા બાપુનું અવસાન થતાં હાલમાં આ જગ્યાને અમરા બાપુનાં ધર્મપત્ની ઉમાબા પોતાની સેવાઓ આપી રહ્યા છે. આપા વિસામણના સમર્થ શિષ્યોમાં મુખ્ય ત્રણ ગણાવી શકાય... (૧) ગોરૈયા ગામના રબારી સૂરો ભગત. (૨) મૂળ જસદણના અને પાછળથી બોટાદ આવીને વસેલા મૂળિયા શાખાના ઘાંચી વોરા ભીમ ભગત-મીમસ્વામી, જેણે ગુરુ આશાએ ધંધુકા પાસેના ખસ ગામે જગ્યા બાંધી, હાલ મહંત ત્રિભુવનદાસ આ જગ્યાની ગાદી સંભાળી રહ્યા છે. આ ભીમ સ્વામીએ પાળિયાદની જગ્યામાં જીવતાં સમાધિ લીધી હતી. (૩) રામપરા ગામના કોળી ધરમશી ભગત. ધરમશી મૂળ તો Jain Education International ૧૪૭ ગઢડા પાસેના મેઘવિડયા ગામના હતા. થોડો સમય તેઓ કેરાળામાં રહ્યા. ત્યાર બાદ ભાણ ખાચરના આગ્રહથી રામપરા ગામે આવી સ્થિર થયા. ધરમશી ભગતની જગ્યા અને સમાધિ આજે રામપરા ગામમાં મોજૂદ છે. સૌરાષ્ટ્રમાં ગિરનાર એ આદિકાળથી જોગી, તિ અને સિદ્ધોનું સાધનાક્ષેત્રો છે. આ સિદ્ધોના પુણ્ય પ્રતાપે સૌરાષ્ટ્રને લોકધરમની ધજા ફરકાવનાર દેવીદાસ, નારણદાસ, ભોજા ભગત, ગંગા સતી, વાલમરામ અને જલારામ જેવા સંત પુરુષો સાંપડે છે, જેમણે પોતાના ગુરુના આદેશ પ્રમાણે જે તે સ્થળ શહેર-ગામ પસંદ કરી જગ્યાઓ બાંધી. આવી દેખાણ્ય જગ્યાઓમાં સત દેવીદાસે સ્થાપેલ પરબની જગ્યા, ખાખી જાળિયા ગામે આવેલ નારણદાસની જગ્યા, ફતેપુર ભોજા ભગતની જગ્યા, સમઢિયાળા ગંગાસતીની જગ્યા, વાલમરામની જગ્યા. ગારિયાધાર, જલારામની જગ્યા વીરપુર વગેરે નોંધપાત્ર છે. પરબની જગ્યા ગિરનારથી પૂર્વ દિશામાં ભેંસાણ ગામથી પ કી.મી. દૂર આવેલ પરબની જગ્યા વિષે શ્રી વેરચંદ મેઘાણી ( જગ્યાના તત્કાલીન મહંત શ્રી ગંગાબાઈની મુલાકાત લઈને) પોતાના પુસ્તક ‘પુરાતન જ્યોત'ની પ્રસ્તાવનામાં લખે છે ‘મૂળ આંહી સરભંગ ઋષિનો આશ્રમ. ઋષિ કોઢિયા હતા. રામાવતાર સુધી વાટ જોવાની હતી. પછીના કાળમાં આ ધાનકનો અહાલેક શબ્દ હતો : 'સન સરભંગ! લોહી માંસકા એક રંગ!', પછી આ પડતર થાનકને ચેતાવ્યું કી ડાડા મેકરણે, એના વખતમાં ઝોળી ફરતી. એના કાળમાં અમૂલાબાઈ નામનાં એક સાથી સાથે જસો (રબારી)ને વળદાન (કાઠી) આવ્યા. મક્કમદીનેથી લાવેલી આંબલીનું એમણે દાંતણ રોપ્યું. જગ્યાનું ડીંટ બંધાયું દેવીદાસથી. દેવીદાસ રબારીના દીકરા. ગિરનારના થાનક રામનાથમાં જોગી જેરામભારથી રહેતા. નજીકમાં રબારીઓ ભેંસ નાખીને પડેલા. દેવીદાસ જન્મ્યા કહેવાય છે. જેરામ ભારથી વરદાને કરી. પછી દેવીદાસ જગ્યાનો રેલવો બન્યો. દેવીદાસ ગોબર ઉપાડતા, નારણદાસ ભંડાર કરતા. પરિપક્વકાળે ગુરુએ અરધો રોટલો નારણદાસને આપીને કહ્યું, “જા ઉત્તર તરફ, ભૂખ્યાને દેજે, (આજ પણ એ ખાખીજાળિયાની જગ્યામાં આખો રોટલો નહીં, પણ બે ટુકડા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy