SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ ધન્ય ધરા કરીને જ પીરસાય છે.) આમ આ જગ્યાનું મંડાણ તો શરભંગ ઋષિથી થાય છે, પણ એનું વિધિવત ડીંટ બંધાય છે સતદેવીદાસથી, દેવીદાસનો જન્મ ઈ.સ. ૧૭૨૫ (સં. ૧૭૩૬ના ચૈત્ર માસની અજવાળી નોમ રામનવમીના શુભ દિવસે) મુંજયાસર ગામે વઢિયાર શાખાના પરમાર રબારી પિતા પૂજા ભગત અને માતા સાજણબાઈની કુખે થયો હતો. નાની ઉંમરમાં જ ગિરનારની રામનાથ જગ્યાના સાધુ જેરામ ભારથી પાસે દીક્ષા લઈ ગુરુના આદેશ મુજબ ભેંસાણ પાસેના શરભંગ ઋષિના ધૂણા પાસે આવી ઝૂંપડી બાંધી ભૂખ્યાને ભોજન સાથે એ સમયે સતદેવીદાસે સરાહનીય કાર્ય તો એ કર્યું કે જેને પોતાના ઘરનાં માણસો પણ સંઘરવા તૈયાર ન હતાં તેવાં રક્તપિત્તિયા, કોઢિયા અને દીનદુ:ખિયાઓને પોતાની ઝૂંપડીમાં આશ્રય આપ્યો અને તેમની રાતદિવસ સેવા કરી. દેવીદાસના આવા અકલ્પનીય માનવસેવાના કાર્યથી પ્રભાવિત થઈને જ શોભાવડલા ગામના આહિરની દીકરી પરણીને સાસરે જવાને બદલે સંસારનો અંચળો ઉતારી પરબના આ સંતના સેવાકાર્યમાં જોડાઈ જાય છે. સમયાંતરે ભેંસાણ પરગણાના રાજવી કાઠી આલા ખુમાણના દીકરા શાર્દૂલ ભગત પણ દેવીદાસ પાસે દીક્ષા લઈને આ સેવાના કાર્યમાં જોડાઈ જાય છે. (આ સેવા કાર્ય માટે પોતાનું જીવન સમર્પિત કરી સંત દેવીદાસ પાસે દીક્ષા લે છે). ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, દીનદુઃખિયાની સેવા અને અનેક લોકોનાં જીવનપરિવર્તન કરી સંત દેવીદાસે અને શિષ્ય અમરમાએ ઈ.સ. ૧૮૦૦માં જીવતાં સમાધિ લીધી. | દેવીદાસ પછી આ જગ્યાનો કારભાર શાર્દૂલ ભગત સંભાળે છે. તેમણે અહીંનાં સમાધિસ્થાનો ઉપર આરામગાહ (દરગાહ) બનાવી તેના ઉપર મંદિરનું નિર્માણ કર્યું. ધીમે ધીમે જગ્યાની સુવાસ ફેલાતાં ચરણદાસ, ગરીબદાસ, જીવણદાસ, લીરબાઈ, માંડણપીર, રૂડા ભગત, સાંઈસેલાણી, હરાબાઈ, ખમણબાઈ, ઊકરડાપીર, કરમણપીર, રામ ભગત અને માંગલબાઈ, રતનદાસ, ગવરીદાસ જેવા અનેક સત્ પુરુષો અને અમરમા, વેલો ભગત, રામૈયો, ગાંગેવ, શાર્દૂલ ભગત, માંડણ ભગત, જેસો ભગત જેવા શાર્દૂલ ભગતની સાથે નિષ્કામ સેવા ભક્તિમાં સહભાગી બને છે. સંવત ૧૮૫૫માં પરબના ગાદીપતિ તરીકે ચરણદાસની નિમણૂક કરી શાર્દૂલ ભગત સંવત ૧૮૭૬માં ગુરુના ચરણમાં રહેવાના ભાવ સાથે દેવીદાસ અને અમરમાની સમાધિસ્થળના ઉંબરા પાસે જીવતાં સમાધિ લીધી. ચરણદાસ પછી પરબની જગ્યાનો કારભાર ઉત્તરોત્તર કરમણ પીર, દાના બાવા, સેવાદાસજી, અમરી માતા, વેલા બાવા, વસમદાસજી, જલારામજી, માતા હીરબાઈ, ધ્યાનદાસજી, કાનદાસજી, ગંગા માતાજી, બાળકદાસ બાપુ, હરિદાસ બાપુ, રામકુ બાપુ, સેવાદાસ બાપુ વગેરે સંતોએ સંભાળ્યો હતો. - પરબની જગ્યાનો આંતર-બાહ્ય વિકાસ મહંત શ્રી સેવાદાસ બાપુથી ખરો શરૂ થાય છે. તેમણે સંવત ૨૦૦૬માં પોતાના ગુરુ પ્રેમદાસની આજ્ઞાથી પાજોદની જગ્યા છોડી પરબની ગાદી સ્વીકારી. બુઝાતી જતી પરબની જ્યોતને ફરી પ્રજ્વલિત કરવા સંવત ૨૦૦૭માં સંતસંમેલન અને શ્રી રામદેવપીરનો મંડપોત્સવ કર્યો. વિશાળ અતિથિગૃહો, ગૌશાળા અને ભોજનાલયો બંધાવ્યાં. મીટ્ટાપુર, ચલાળા, માલણકા, મેખડી, તોરણિયા તેમજ ઘેડ પંથકમાં પરબની પેટા શાખા ઊભી કરી. લોકહૃદયમાં એક સાચા સંતનું સ્થાન પ્રાપ્ત કરી ઈ.સ. ૧૯૮૩માં હાલના મહંત શ્રી કરશનદાસ બાપુને પોતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપી, એકાએક ફાગણ વદિ આઠમના રોજ શ્રી સેવાદાસ બાપુ પોતાની જીવનલીલા સંકેલી લે છે. વર્તમાન મહંત શ્રી કરશનદાસબાપુ સમાધિસ્થાનો ઉપર વિશાળ શિખરબંધ મંદિરો બંધાવી રહ્યા છે. ગુજરાત અને ગુજરાતની બહાર પરબની પેટા શાખાઓ ખોલી રહ્યા છે. આજે આવી (પરબની ઝૂંપડી) તરીકે ઓળખાતી નાની મોટી શાખાઓનો આંક એકસો પચાસ સુધી પહોંચાડવામાં આવ્યો છે. સમજી શકાય તેમ છે કે શિખરબંધ મંદિરનું રૂપ ધારણ કરી રહેલ આ જગ્યા, આજના ગ્રાહકવાદમાં તીર્થસ્થાન બની જશે. આજે તો પરબની ઝૂંપડી તરીકે ઓળખાતી સૌરાષ્ટ્રમાં એકસો પચાસથી વધુ જગ્યાઓ મોજૂદ છે. દરેક જગ્યાએ અન્નદાનનો મહિમા છે. ધીમે ધીમે આ તમામ શાખાઓમાં મહાપંથી પાટઉપાસના, રામદેવપીર મંડપ અને પાટ-ઉપાસનારૂપે કેન્દ્રમાં રહ્યા છે. પરબની આ પરંપરામાં જીવણદાસ મોઢવાળા ગામે સંત લીરબાઈ, કંડોરણા ગામે અને ગૌરીદાસ, લીલિયા તાલુકાના ખારા ગામે પરબની ઝૂંપડીઓ બાંધી. આ ઝૂંપડીઓમાં લોકસેવાનાં કાર્યો આજે પણ અવિરતપણે થઈ રહ્યાં છે. ગિરનારી સાધુ જેરામ ભારથીની કૃપાથી સૌરાષ્ટ્રને પરબની જગ્યાના સ્થાપક સંત દેવીદાસ અને ખાખી જાળિયામાં જગ્યા બાંધનાર નારણદાસ જેવા સમર્થ લોકસેવકો સાંપડે છે, તો એવા જ ગિરનારી સાધુ રામેતવનની કૃપાથી ફતેહપુર ગામ અને જગ્યાના સ્થાપક ભોજા ભગત તેમજ ભાવનગર જિલ્લાના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy