SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ધન્ય ધરા આવ્યાં પણ સગાએ આશરો પણ આપ્યો નહીં, એટલે આપા દાનાની જગ્યામાં આશરો લીધો અને મા-દીકરાએ આપા દાનાનું શરણું લીધું. આ આપા ગીગા વિસાવદરથી સાત કિલોમીટર દૂર, ગુરુએ આપેલાં જ્ઞાન મળતાં ઈ.સ. ૧૮૦૯માં સતાધારની જગ્યાનું ડીંટ બાંધે છે. જીવનની દરેક પળ અભ્યાગતોને આશરો, ભૂખ્યાને ભોજન અને ગૌસેવામાં વિતાવી આપા ગીગા પોતાનું ઉત્તરદાયિત્વ કરમણ ભગતને સોંપી ઈ.સ. ૧૮૭૦માં સમાધિ લે છે. કરમણ ભગત પછી સતાધારની જગ્યાના મહંતપદે ઉત્તરોત્તર રામ બાપુ, જાદવ બાપુ, હરિ બાપુ, હરજીવન બાપુ, લક્ષ્મણ બાપુ અને શામજી બાપુ અને વર્તમાન સમયમાં જીવરાજ બાપુએ સંભાળ્યું છે. શામજી બાપુએ આપા ગીગાએ પ્રબોધેલ સદાવ્રત અભ્યાગતોને આશરો, ગૌસેવા અને માનવસેવાને નવું પરિણામ આપવા એક સાથે ત્રણ હજારથી વધારે લોકોની રસોઈ થઈ શકે તેવું રસોડું, ત્રણેક હજાર લોકો આરામથી રહી શકે તેવું અતિથિગૃહ અને બાજરિયા નેસ પાસે વિશાળ ગૌશાળા બંધાવેલ છે. અહીં આંબાઝર નદીને કાંઠે સ્નાનઘાટ, બગીચો અને કંડ બંધાવેલ છે. પાંચ વર્ષની નાની ઉંમરે જ પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર શામજી બાપુ અને સતાધાર એક બીજાના પર્યાય બની ગયેલ, લાગલાગટ ૩૧ વર્ષ સુધી મહંતપદ સંભાળી પોતાની હયાતીમાં જ જીવરાજ બાપુને તિલક કરી ઈ.સ. ૧૯૮૩માં ૭૮ વર્ષની વયે સ્વધામ સિધાવ્યા. હાલ આ જગ્યાની ધુરા જીવરાજ બાપુ સંભાળે છે. તેમણે હમણાં જ તા. ૧૩-૪-૦૬ને ગુરુવારના રોજ ગુરુના પગલે-પગલે વિજય ભગતની લઘુ મહંત તરીકેની ચાદર અને તિલકવિધિ કરી જગ્યાનું સુકાન સોંપેલ છે. સતાધારના સ્થાનકમાં હનુમાનજી તથા શંકરનાં મંદિરો છે. તમામ મહંતોના સમાધિમંદિરો પણ છે. સૌરાષ્ટ્રના ગધઈ સમાજ દ્વારા દર અષાઢી બીજે જગ્યામાં ધજા ચડાવવામાં આવે છે. શિવરાત, અષાઢી બીજ, ભાદરવી અમાસ, કાર્તિકી પૂનમ, દિવાળીનો પડવો અને આખો શ્રાવણમાસ અહીં લોકોત્સવો થાય છે. જગ્યાનાં તમામ કામમાં લોકસમુદાય સ્વૈચ્છિક રીતે જ સેવા કાર્યમાં જોડાય છે. આપા ગીગા પોતાના કાર્યકાળ દરમિયાન જ્યાં જ્યાં રહેલા તે બગસરા, ચૂડા, ડમરાળા, મોટા માંડવા, નાની સતાધાર (રામેશ્વર) વગેરે ગામોમાં સતાધારની પેટા જગ્યાઓ આવેલી છે. દરેક સ્થળે અન્નક્ષેત્ર અને ગૌશાળા ચાલુ છે. બગસરામાં આપા ગીગા પ્રેરિત જગ્યાના વર્તમાન મહંત શ્રી જેરામ બાપુ અને નાની સતાધાર રામેશ્વર જગ્યાના મહંત પદે ગોવિંદરામ બાપુ પોતાની સેવા આપે છે. પાળિયાદ : આપા વિસામણની જગ્યા સૌરાષ્ટ્રમાં પ્રાણિત સંતસ્થાનકોના પ્રાદુર્ભાવમાં જેણે મહત્ત્વનું યોગદાન પૂરું પાડ્યું છે, તે છે પાંચાળની સંતપરંપરા. આ પરંપરાની મુખ્ય જગ્યાઓમાં ભાવનગર જિલ્લાના પાળિયાદ ગામે આવેલી આપા વિસામણની જગ્યા પણ ઉલ્લેખનીય છે. આપા વિસામણનો જન્મ પાળિયાદ ગામે (મૂળ ધૂફણિયાના વતની) ખુમાણ શાખાના પાતામન અને આઈ રાણબાઈમાને ત્યાં વિ.સં. ૧૮૨૫ના મહા માસની વસંત પંચમીના દિવસે (તા. ૧૩-૦૨-૧૭૬૯, સોમવાર) થયો હતો. આપા વિસામણની યુવાની જમઝાળ, ફરતા સારાયે પંથકમાં એમના નામની ફે ફાટે, પરંતુ એક દિવસ આપા જાદરાનાં બંદ શિષ્ય, આપા ગોરખાનો સંસ્પર્શ થતાં આપા વિસામણની ભીતર અધોગામી ઊર્જાનાં વહેણ બદલી જાય છે. તે પૂવોશ્રમના કાળઝાળ કાઠી શાંત હૃદયના સંત બને છે. ગુરુઆશાએ પત્ની ધનબાઈ સાથે પાળિયાદ ગામમાં જ ઝૂંપડી બાંધી ગાયોની સેવા અને ઘી-ગોળ-ચોખાનું સદાવ્રત ચાલુ કર્યું. ધીમે ધીમે આપા વિસામણની કર્મ જ્ઞાનમય ભક્તિની દીપશીખા ચડતી જાય છે અને આમસમાજમાં પોતાના પૂર્વસૂરિ આપા જાદરા, આપા ગોરખ, આપા દાનાની જેમ જાગતા પીર તરીકેની પદવી પ્રાપ્ત કરે છે અને આપા વિસામણ શ્રી રામદેવપીરના અવતાર તરીકે પૂજાવા લાગે છે. જીવનના અંતિમ શ્વાસ સુધી દીન-દુઃખિયાની સેવા કરનાર આ સંત પુરુષે ૬૧ વર્ષની વયે અંતકાળ નજીક લાગતાં પોતાની પુત્રી નાથીબાઈ (સરવા ગામના હાદા બોરિયા)ના પુત્ર લક્ષ્મણજી મહારાજને ગાદી સોંપી, તા. ૨૮-૧૦-૧૮૩૦ ભાદરવા સુદ અગિયારસ ને ગુરુવારના રોજ પોતાના ઘૂણા સામે શિષ્ય સમુદાય સાથે ભજન ભાવમાં બોલીને જીવનલીલા સંકેલી લીધી. બાળપણથી જ માતાની છત્રછાયા ગુમાવી, આપા વિસામણની છત્રછાયામાં ઊછરેલ લક્ષ્મણ બાપુ પણ પ્રતાપી સંત હતા. તેમણે આપા વિસામણના સમયમાં મુર્શિદાબાદથી દર્શનાર્થે આવેલ બાબુલ શેઠ અને પાળિયાદના કાઠી દરબારોની સહાયથી જગ્યામાં વિશાળ મંદિર બંધાવ્યું, જેમાં રામ-લક્ષમણ-જાનકી વાસુકી દેવ તથા સૂર્યનારાયણની મૂર્તિ અને ધૂણા પાસે Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy