SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કરીએ તો તેને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય. (૧) સંપ્રદાય ચુસ્ત-યુક્ત જગ્યાઓ (૨) સંપ્રદાયમુક્ત જગ્યાઓ. સંપ્રદાયયુક્ત એટલે એવી જગ્યાઓ કે જે કોઈ એક ચોક્કસ પરંપરિત પંથ કે સંપ્રદાયને જ વરેલી હોય, જેમાં અમુક ચોક્કસ દેવ-દેવીની જ આરાધના કેન્દ્ર સ્થાને હોય તેમજ તેમનાં ચોક્કસ શાસ્ત્રો, વિધિ-વિધાનો, નીતિ-નિયમો અને સિદ્ધાંતો તથા ચોક્કસ કંઠીબંધ અનુયાયી વર્ગ હોય, જેમકે-પ્રણામી સંપ્રદાયની જગ્યાઓ, કબીર આશ્રમો, આણદાબાવા આશ્રમ, જલારામની જગ્યા....વગેરે આ પ્રકારમાં મૂકી શકાય, તો કોઈ ચોક્કસ પંથ કે સંપ્રદાયની કંઠી સ્વીકાર્યા વિના, લોકધર્મને જ કેન્દ્રમાં રાખી ભજન કરો અને ભોજન કરાવો'ના મંત્રને ચરિતાર્થ કરતી જગ્યાઓને બીજા પ્રકારની એટલે કે સંપ્રદાયમુક્ત જગ્યાઓ તરીકે ઓળખાવી શકાય. આ પ્રકારની જગ્યાઓમાં કોઈ ચોક્કસ પરંપરિત સાંપ્રદાયિક દેવ-દેવીની ઉપાસના નહીં પણ જુદી જુદી સાધના ધારાઓ કે સાંપ્રદાયિક પરંપરાનો સમન્વય થયો હોય છે. તેમજ તેઓના આરાધ્ય દેવ, ઉપાસ્યદેવ અને ઇષ્ટદેવ પણ સમયાંતરે બદલતા રહે છે, જેમ કે પાંચાળની સંતની પરંપરાની જગ્યાઓ, ગોંડલ જીવણદાસ લોહલંગરીની જગ્યા, દૂધરેજ– દુધઈ વડવાળાની જગ્યા, પરબની જગ્યા વગેરેને સંપ્રદાયમુક્ત જગ્યાઓ તરીકે ઓળખાવી શકાય. જોકે મધ્યકાળમાં વકરેલી સાંપ્રદાયિક રૂઢિચુસ્તતાને ડામવા અને ધર્મ-અધર્મના ભેદ મિટાવવા, સર્વધર્મ સમભાવના સૂત્રને ચરિતાર્થ કરતી આ સંપ્રદાયમુક્ત જગ્યાઓમાં પાછળથી ચોક્કસ સાપ્રદાયિક બંધનો તો ઊભા થયાં છે. સૌરાષ્ટ્રનાં આ બન્ને પ્રકારનાં સંતસ્થાનકો વિષયક અમોએ જ્યારે વિચારણા શરૂ કરી, ત્યારે નજરમાં આવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશોમાં તો મધ્યકાળથી માંડી આજ સુધીમાં ડુંગરાઓ, ગાળીઓ, નદીઓ, સાગર તટો અને ગામડાંઓમાં અગણિત સંતો તથા એમનાં સ્થાનકો પથરાયેલાં પડ્યાં છે, જેમાંનાં કેટલાંક માત્ર ધૂણાઓ છે તો કેટલાંક માત્ર થડા, ઓટા કે દેરી સ્વરૂપે છે. કેટલાંક માત્ર સમાધિસ્થાનકો છે તો કેટલીક સુંદર, જીવતી જગ્યાઓ છે. આ તમામ સંતસ્થાનકો વિશે સંપૂર્ણ આલેખ આપવો હોય તો મહાનિબંધ જેટલું સંશોધન કાર્ય કરવું પડે. તેથી અહીં તો માત્ર જે સંતસ્થાનકોએ ધર્મ-સંસ્કૃતિના જતન સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રની બહાર ખ્યાતિ મેળવી છે તેમજ જેની પરંપરા બહુ જ લાંબી ચાલી છે એવા અત્યંત મહત્ત્વનાં, ખ્યાતનામ સંત-સ્થાનકોનો જ Jain Education International પરિચય આપવાનો ઉપક્રમ અમોએ સેવ્યો છે. ગોરખમઢી ધન્ય ધરા સૌરાષ્ટ્રની દેહાણ્ય જગ્યાઓમાં સૌથી પ્રાચીન જગ્યા પાટણથી પૂર્વભાગે સરસ્વતી નદીના કિનારે આવેલ ‘ગોરખમઢી’ તરીકે ઓળખાતી નાથ પરંપરાની જગ્યા છે. આ ગોરખમઢી તેના સ્થાપના કાળે બાર ગામની જાગીર ગણાતી આ જગ્યાના મહંતને કાનટા નાથજી તરીકે ઓળખવામાં આવે છે. સદાવ્રતના માહાત્મ્યને પ્રગટ કરતી આ જગ્યા અને એના સ્થાપક ધૂંધળીનાથ વિષયક અનેક દંતકથાઓ મળે છે. હાલ આ જગ્યામાં દરરોજ બે વખત ભૂખ્યાં–તરસ્યાંને અન્નજળ અપાય છે. પોતાની સુંદર લાઇબ્રેરી છે. નાથ પરંપરાની આ જગ્યા ઉપરાંત જૂનાગઢ ગરવા ગિરનારના પરિસરમાં આવેલ ગોરખનાથ, ગેબીનાથ, ઓઘડનાથ, વેલનાથ વગેરે થાનકો અને સિદ્ધ પ્યારે રામજીની જગ્યા, લક્કડ ભારતીનો અખાડો, ગોરખનાથ આશ્રમ વગેરે ઉલ્લેખનીય છે. આ ઉપરાંત થાનગઢમાં આવેલ ગેબીનાથની જગ્યા, મોરબી તાલુકાના દહીંસરા ગામે આવેલ મોતીરામની જગ્યા, કનેસરા ગામે આવેલ સેવાવન આશ્રમ વગેરે જગ્યાઓ પોતાનો આગવો પ્રભાવ પાથરી રહી છે. આવી જ દેહાણ્ય જગ્યાઓમાં ભક્તિઆંદોલનનાં પ્રવર્તક શ્રી રામાનંદજીના શિષ્ય પીપાભગત, રોહીદાસ અને પ્યારે રામજી દ્વારા સ્થપાયેલ થાનકો, જગ્યાઓ અને કબીર આશ્રમો તેની પ્રાચીનતા અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને કારણે મહત્ત્વનું સ્થાન ધરાવે છે. પીપા ભગતની જગ્યા આજથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં ભક્ત પીપાજીના હાથે જેનું ડીંટ બંધાયું તે જાફરાબાદ પાસેના ઉમેજ ગામની નજીક આવેલી પીપા ભગતની જગ્યા' આ સંદર્ભે ઉલ્લેખનીય છે. પીપાવાવની જગ્યાના મૂળ સ્થાપક સ્વામી રામાનંદના શિષ્ય કબીરના ગુરુભાઈ ભક્ત પીપાજી રાજસ્થાનના ગાગરોડ ગઢની રાજગાદીનો ત્યાગ કરી, ઈ.સ. ૧૪મી સદીના ઉત્તરાર્ધમાં દ્વારિકાનાથનાં દર્શનાર્થે સૌરાષ્ટ્રમાં આવે છે. દ્વારકાથી પાછા વળતાં દુષ્કાળથી પિડાતા લોકસમુદાયને જોઈ જાફરાબાદની નજીક આવેલા ઉમેજ ગામની નજીક એક વાવના કાંઠે રણછોડરાયની મૂર્તિ સ્થાપી, ભૂખે મરતી પ્રજા માટે સદાવ્રત ચાલુ કરે છે અને આમ પીપાવાવની જગ્યાનો પાયો નંખાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy