SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૩૦ જ છે કે જ ર ા કોઈ પણ ધર્મ-પંથ કે સાંપ્રદાયિક સમાજ પોતાની ધાર્મિક સંસ્કૃતિને કાયમી પ્રસ્થાપિત કરવા સ્થાનક, મઠ, દેરું, | મંડપ, ઉપાશ્રય, દેવળ, ગુરુદ્વારા, મસ્જિદ કે મંદિર જેવી જગ્યાઓની સ્થાપના કરે છે. આ જગ્યાઓ, મંદિરો, સ્થાનકો દેરાંઓ, મઠો કે ઉપાશ્રયો પોતાની ધાર્મિક સાંપ્રદાયિક પરંપરા, તેનું તત્ત્વચિંતન, વિધિ-વિધાન, મંત્ર-તંત્ર અને તેના અનુયાયી વર્ગની શ્રદ્ધાને ટકાવી રાખવામાં તેમજ જે તે પંથ-પરંપરાના પ્રસાર-પ્રચાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. નાની બીવેદકાળમાં ‘ઉદબ્રજ કે દ્વીપકલ્પથી ઓળખાતો | ગુજરાત માંહેનો આ પ્રદેશ તે સોરઠ, કાઠિયાવાડ, સુરાષ્ટ્ર કે, સૌરાષ્ટ્ર. ભૌગોલિક દૃષ્ટિએ તે ભારતના પશ્ચિમ ભાગે ૨૦૪ થી ૨૩-૨૫° ઉત્તર-અક્ષાંસ અને ૬૯-૫થી ૭૨° ૨૦° પૂર્વ [ રેખાંશની વચ્ચે આવેલો છે. લાંબો દરિયા કિનારો, ઓઝત, | ભાદર, મચ્છ, હિરણ, મધુવંતી જેવી નદીઓ, ગિરનાર, બરડો, ચોટીલો, શેત્રુંજય જેવા પહાડો અને ફળદ્રુપ જમીન આ ભૂભાગને કુદરત તરફથી મળેલા આગવા વિશેષ છે. - મૂળ અનાર્યોનો આ પ્રદેશ તેના પ્રાકૃતિક અને દ્વારકા, સોમનાથ તેમજ ગિરનાર જેવાં તીર્થધામોને કારણે સો કોઈના આકર્ષણનું કેન્દ્ર બન્યો. સૌરાષ્ટ્રના સાગર કાંઠે ભ્રમણશીલ લડાયક જાતિઓ ઊતરી, તો નદી, સરોવર કિનારે | માલધારીઓનાં નેસ નખાયા, આ બધાંના પરિણામરૂપ હિનયાન અને બૌદ્ધ પંથના વિહારોરૂપે ગુફાઓ બની. દિગંબર અને શ્વેતાંબર જૈન પરંપરાનાં દેરાસરો અને ઉપાશ્રયો બન્યાં, ( શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરો બંધાયાં, મહાપ્રભુજીની બેઠકો, શક્તિપીઠ અને મઠોની સ્થાપના થઈ. આ સાથે વિપણું, વરાહ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, સૂર્ય, હનુમાન, ગણેશ, શિવ, કાલી, | અંબા, ચામુંડા વગેરે દેવદેવીઓ અને આ ભૂમિના ટીંબે ટીંબે | લોકદેવોનાં સ્થાનકો થયાં. બીજી બાજુ ગેબી ગિરનારના પ્રતાપે | યોગીઓ, સિદ્ધો, શૈવ, શાક્તો, જૈન, તાંત્રિક, યાંત્રિક, વૈષણવ, સકીઆર્યસમાજ અને સંત-સાધકોએ આ ભૂમિને પોતાનું સાધનાક્ષેત્ર બનાવ્યું. કવિ આપણે ત્યાં અંધારયુગ તરીકે ઓળખાતા મધ્યકાળમાં આવી પડેલું મુસ્લિમોનું આક્રમણ અને કુદરતી આફતો તેમજ તળભૂમિના લોક-સમુદાયમાં વધતાં જતાં ઊંચ-નીચના ભેદભાવ, ધર્મની જડતા અને માનવસંહારને કારણે અંદરથી તૂટતા જતા સમગ્ર લોકસમાજને ઉગારવા મુખ્ય બે પ્રવાહો આગળ આવ્યા. એક ધર્મભક્તિ અને બીજો રાજકીય ભક્તિ, ધર્મભક્તિને આપણે ભક્તિઆંદોલન તરીકે ઓળખાવીએ છીએ. આ ભક્તિઆંદોલન ચલાવનાર સંતોએ ધર્મ-સંસ્કૃતિનું રક્ષણ, દીનદુઃખિયાની સેવા અને લોકસમુદાયની અજ્ઞાનતા દૂર કરવા, પોતાની પ્રજ્ઞા પ્રમાણે શાસ્ત્ર અને સાહિત્યના માધ્યમે ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. પોતાના આ ઉમદા હેતુને સવાશે પાર પાડવા, પગપાળા પરિભ્રમણ કરતાં કરતાં જ્યાં જયાં | જરૂર જણાય ત્યાં સ્થિર થઈ જગ્યાઓ બાંધી. થી આ જગ્યાઓમાં જાત-પાંત, ઊંચ-નીચ, ગરીબ-તવંગર કે સાંપ્રદાયિક ભેદભાવ વિના લુલાં-લંગડાં, રોગિયાં, પતિયાં, અનાથ-અભ્યાગતો બુઢા, અશક્તો, સાચા ત્યાગીઓ અને ' જુદા એદીઓ બધાંને આશરો, દીન-દુખિયારાંઓની સેવા, ગાયને તરણું, તરસ્યાને પાણી, ભૂખ્યાને ભોજન અને ભજનનો મહિમા કરવામાં આવ્યો. સૌરાષ્ટ્રની આ દેહાધ્ય જગ્યાઓ બાંધવા પાછળ કહ્યું તેમ ધર્મ-સંસ્કૃતિનું રક્ષણ, દીન-દુઃખિયાઓની સેવા ઉપરાંત નીચે દર્શાવેલ કારણો પણ અગત્યનાં જણાય છે. કોઈ સંત કે સાધક પોતાને પસંદ પડેલા સ્થળે લાંબા સમય સુધી સાધના કરે ને પાછળથી તે સ્થળ પૂજનીય બની જાય. 25 ગુરુના આદેશ મુજબ શિષ્ય, ગુરુનિદર્શિત જગ્યાએ ઝૂંપડી બાંધે. * ભગત પોતાના નિવાસ સ્થાનને જ ભજનનું કેન્દ્ર બનાવે અને ત્યાં આશ્રમ બંધાય પછી તેમના વંશની પરંપરા દ્વારા તે જગ્યાનો વિકાસ થાય. 4 ભગત પોતાની ગાયોને માટે પૂરતું પાણી અને ચારો મળી રહે એવી શોધમાં નીકળે, અનુકૂળ સ્થળ મળતાં ત્યાં વસવાટ કરે અને ધીમે ધીમે તે સ્થળ જગ્યામાં પરિણમે. 45 કોઈ સંતનું સમાધિસ્થળ તે સંતની પરંપરાની જગ્યાનું કારણ બને. કોઈ પણ પ્રાચીન તીર્થ સ્થળનો જીર્ણોદ્ધાર કરીને કોઈ સાધુસંત કે ભક્ત ત્યાં બેસી જાય અને ત્યાં જગ્યાનું ડીંટ બંધાય. આ રીતે વિધર્મીઓના આક્રમણ સામેની એક પ્રકારની લડતના ભાગ ઉપરાંત સામાજિક, ધાર્મિક, પરંપરિત, પ્રાકૃતિક પરિવેશ પણ આ જગ્યાઓનાં નિર્માણનું કારણ બને છે. આ સંત સ્થાનકોને પંથ કે સંપ્રદાયની દૃષ્ટિએ વર્ગીકૃત કરવાનો પ્રયાસ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy