SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ધન્ય ધરા રામદેવ પીર મંડપ' વિષય પર યુ. જી. સી. ની રીસર્ચ ફેલોશીપ મેળવી. લોકદેવ વાચ્છરા દાદા પર ડૉ. નિરંજન રાજ્યગુરુ અને ડૉ. પ્રદ્યુમ્ન ખાચર સાથે રહી “વીર વચ્છરાજ નામે પુસ્તક પ્રકાશિત કર્યું. ગુજરાતી સાહિત્યના અનેકવિધ સેમિનારોમાં ભાગ લઈ લગભગ ૧૫ જેટલાં સંશોધન પેપર પ્રા. રવજી ( કર્યા છે. ગુજરાતી સાહિત્યનાં લગભગ સામયિકોમાં તેમના લેખો વારંવાર પ્રગટ થતાં રહે છે : સૌરાષ્ટ્રના સંત સાહિત્યમાં રસ અને રુચિ ધરાવનાર પ્રા. રવજી રોકડે સૌરાષ્ટ્રની મોટા ભાગની દેહાપ્ય જગ્યાઓ અને સંત સ્થાનકોની વિડિયો ફિલ્મ તૈયાર કરી અને સંતોના ઇન્ટરવ્યુ સાથે વિડિયોગ્રાફી કરેલ છે. સમગ્ર ગુજરાતનાં લોકસાહિત્યનાં સંશોધક અને સંપાદકોનાં ઇન્ટરવ્યુ લઈ વિડિયોગ્રાફી પણ તૈયાર કરેલ છે. પ્રા. રવજી રોકડ ગુજરાતના સંતસાહિત્ય કે લોકસાહિત્યમાં કામ કરતા મિત્રોને અને સંશોધકોને હંમેશાં પ્રરણા અને પ્રોત્સાહન આપતા રહે છે. એ એમનું જમા પાસુ છે. - - - - - - - - - ડૉ. બી. આર. ખાચરિયાનો જન્મ તા. ૮-૩-૧૯૬૪ના રોજ જેતપુર મુકામે થયેલો. તેઓએ પ્રાથમિકથી માંડીને કોલેજ સુધીનું શિક્ષણ જેતપુરમાં જ મેળવેલું. અનુસ્નાતક થવા તેમણે સૌરાષ્ટ્ર યુનિ. એકસટર્નલમાં પ્રવેશ મેળવ્યો. એમ. એ.માં યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા. તેમાં તેમની અસામાન્ય પ્રતિભાનો અણસાર મળી રહે છે. છેલ્લાં સત્તર વર્ષથી જેતપુરની બોસમીઆ આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્યરત છે. શિક્ષણમાં સક્રિય રસવૃત્તિ હોવાના કારણે તેમણે અનેક પદવી મેળવી. એમ. એ., બી. એડ., એમ. ફિલ., ડી. સી. એચ. (કોમ્યુ. સાયન્સ), ડી. સી. સી. એસ. (ચારણી સાહિત્ય), યુ. જી. સી.-નેટ ટેસ્ટ અને પી. એચ. ડી. ની પદવી સધી તેમની ડા. બી. આર. ખાચારયા| શિક્ષણપ્રવૃત્તિ સતત કાર્યરત રહી છે. અધ્યયનની સાથે તેમની અધ્યાપક તરીકેની પણ એક આગવી મુદ્રા ઉપસી આવે છે. સાહિત્યમાં ખાસ કરીને ચારણી સાહિત્ય તેમની પસંદગીનો વિષય રહ્યો છે. ચારણી સાહિત્યમાં તેમણે એમ. ફિલ. અને પી. એચ. ડી. માટે સંશોધન વિષયમાં પણ તેમણે ચારણી સાહિત્ય પર પસંદગી ઉતારી તેમાં વિષય પ્રત્યેની અભિરુચિ પ્રગટ થાય છે. ચારણી સાહિત્ય, લોકસાહિત્ય અને સંતસાહિત્ય તેમના પસંદગી વિષયો રહ્યા છે. તેના જ એક ભાગરૂપે તેમણે સૌરાષ્ટ્રની દેહાપ્ય જગ્યાઓ વિષે સંશોધન કરવાનું સ્વીકાર્યું. તેમની વ્યક્તિતા કંડારવામાં શ્રી ડૉ. બળવંત જાની, ડૉ. નિરંજન રાજ્યગુરુ, ડૉ. નાથાલાલ ગોહિલ, ડો. અંબાદાન રોહડિયા. ડૉ. મનોજ રાવલ વગેરેનું યોગદાન રહ્યું છે. સૌરાષ્ટ્રની દેહાણ્ય જગ્યાઓ વિશે સંશોધન કરવામાં તેમના જ વડીલ મિત્ર પ્રા. રવજી રોકડનો સહયોગમાર્ગદર્શન મળ્યાં એ પણ એક સંયોગ લેખાય. બંને મિત્રોએ સંગાથે કરેલું કાર્ય તેમની સંતસાહિત્ય પરત્વેની અનન્ય પ્રીતિનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે. –સંપાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy