SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ મોડજી વંગધ્રો આવીને વસ્યા એ સમયમાં મેઘવાળ સંત મામૈદેવની કીર્તિ ચોમેર પ્રસરેલી હતી. મામૈદેવ ધર્મોપદેશ કરતાં કરતાં વંગધ્રો આવ્યા ત્યારે મોડજી તેમના સંપર્કમાં આવ્યા અને ભક્તિના રંગે રંગાયા અને મામૈદેવ સાથે ધર્મયાત્રામાં જોડાયા. તેઓ ફરતાં ફરતાં દ્વારકા આવ્યા અને ત્યાંથી બેટ દ્વારકા (શંખોદ્વાર) જઈ રાત્રિરોકાણ કર્યું. અહીં એ સમયે ઓખામંડળમાં વાઢેર રાજાનું રાજ હતું. મોડજીએ વાઢેર રાજા સાથે સતસંગ કર્યો. વાઢેર રાજા તેમની જ્ઞાનવાણીથી પ્રભાવિત થયા અને તેમની દીકરી કુંતાદેવીનાં ઘડિયાં લગ્ન મોડજી સાથે કર્યાં. કુંતાદેવી સાથેના દામ્પત્યજીવનથી તેમને સંતાનમાં ત્રણ પુત્રો અવતર્યા. કુબેર, હીંગોરો અને ભોજ્યું. સૌરાષ્ટ્રની યાત્રા દરમ્યાન મોડજી ફરતાં ફરતાં ભાદર નદીના કાંઠે વસેલ ‘વડાસકા’ ગામે આવ્યા. ત્યાં તેમણે સંવત ૧૩૫૫ના ચૈત્રી રામનવમીના દિવસે જીવનલીલા સંકેલી લીધી. તેમના મૃતશરીરને વડાસડાથી વંગધ્રો લઈ જવામાં આવ્યું અને દફનવિધિ કરી તેમની યાદમાં સમાધિમંદિર બંધાવવામાં આવ્યું. લોકો મોડજીને મોડપીર તરીકે પૂજવા લાગ્યાં અને વંગધ્રોની આજુબાજુનો પ્રદેશ મોડપીર ઉપરથી ‘મોડાસો’તરીકે ઓળખાયો. કચ્છમાં મોડપીરની પ્રશસ્તિ રજૂ કરતો એક દુહો પ્રચલિત છે. ધન વાડી, ધન વંગધ્રો, ધનધન મોડ મુછાર, ધન ફૂલો કોટેસરી, ધન કચ્છડે જો આધાર.” ૪. કાનપીર [૧૩મી સદી] ઉત્તર ગુજરાતના આ તેજસ્વી સંતના જીવનને સાંકળતી ચમત્કૃતિઓ લોકવરણમાં પ્રચલિત છે. કાનપીરનો જન્મ ચાણસ્મા પાસે આવેલ ગાંભુ ગામમાં થયો. તેઓ વણકર જ્ઞાતિના હતા. તેમના પિતાનું નામ અમરદાસ તથા માતાનું નામ હેમાબાઈ, તેમનાં લગ્ન જેઠીબાઈ નામનાં સન્નારી સાથે થયેલાં. તેમને બે પુત્રો હેમદાસ અને જેઠીદાસ તથા એક પુત્રી ખેમબાઈ. કાનપીરનું સમાધિસ્થાન ગાંભુ ગામે આવેલ છે. અહીં દર વર્ષે દશેરાના દિવસે ચાદર ચઢાવવામાં આવે છે, અને બેસતા વર્ષના દિવસે તેમનો ઉત્સવ ઉજવાય છે. ૫. ટીહપીર : [ઈ.સ. ૧૨૬૨-૧૨૯૭] જોધલપીરના શિષ્ય ટીહલપીર કણભા ગામના જ્ઞાતિએ Jain Education International ધન્ય ધરા અંત્યજ હતા. તેમનો જન્મ સંવત ૧૩૧૮ના વૈશાખ માસની શુકલ પક્ષની બીજ અને ગુરુવાર [તા. ૩૦-૩-૧૨૬૨]ના દિવસે થયો હતો. તેઓ જન્મથી અપંગ હતા. જોધલપીરના સંપર્કમાં આવતાં તેઓ અલખના આરાધક બન્યા અને પાંત્રીસ વર્ષની નાની વયે કણભા ગામે સંવત ૧૩૫૩ના જેઠ મહિનાની પૂનમ અને ગુરુવાર [તા. ૧૩-૬-૧૨૯૭] ના દિવસે તેમની જીવનલીલા સંકેલી લીધી. કણભા ગામે જેઠ મહિનાની પૂનમે તેમનો ઉત્સવ ઉજવાય છે. ૬. હરિયાપીર ઃ [ઈ.સ. ૧૩૩૮–૧૪૧૦] સંત હરિયાપીર સુપ્રસિદ્ધ સંત છે.' તેમનું થાનક બરડા ડુંગરની ગિરિમાળામાં આવેલ ‘આભપરા’ની તળેટીમાં વસેલ પ્રાચીન નગરી ‘ઘૂમલી'માં આવેલું છે. હરિયાપીરનો જન્મ ઘેડ પંથકના જમરા ગામે ઈ.સ. ૧૩૩૮માં થયો. આ જમરા ગામનું તોરણ ઈ.સ. ૧૨૪૨ માં હરિયાપીરના દાદા ખીમરાએ બાંધ્યું હોવાના નિર્દેશ મળે છે. હરિયાપીરના પિતાનું નામ માલ જોગ તથા માતાનું નામ વેલુબાઈ. હરિયાપીરની જે હસ્તપ્રતો મળે છે તે અનુસાર, ઈ.સ. ૧૩૭૦ની આસપાસ કાશીથી રામાનંદ દ્વારકા પધારેલ ત્યારે રામાનંદે ૧૦૦૮ મણકાની માળા હરિયાપીરને આપી દીક્ષા આપેલ. હરિયાપીરના જીવન અંગે અનેક પ્રસંગો જાણવા મળે છે. તેમણે ઈ.સ. ૧૪૧૦ની સાલમાં ધૂમલીમાં જીવનલીલા સંકેલી. ૭. જેસલપીર [૧૪મી સદી] સતી તોરલના સત્ વચને દુરિત કર્મોનો ત્યાગ કરી, મહાપંથના સન્માર્ગે વળી અલખનો નાદ જગાવનાર જેસલપીર કચ્છી સંતોમાં મેરુ સમાન છે. જેસલનો જન્મ ‘દેદા' વંશના જાડેજા રાજપૂત ચાંદોજીને ત્યાં થયો. જેસલનો પૂર્વાશ્રમ, ખૂંખાર બહારવટિયા તરીકે જાણીતો છે. લોકમુખે એમ કહેવાય છે કે, જેસલના મોટાભાઈ વિસળજીએ, જેસલને તેનાં કરતૂતોથી ત્રાસી જાકારો આપતાં જેસલે ટોળી બનાવી કચ્છ-વગડાની ધરતી માથે કાળો કેર વર્તાવતો, પરંતુ કાળે કરી તેનાં સુક્રિત કર્મોનો ઉદય થતાં તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy