SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૨૯ અને માતાનું નામ નિરુબા. જોધલપીર ગૃહસ્થ હતા. તેમનાં લગ્ન સાકોદરા ગામનાં કાશીબાઈ સાથે થયેલાં. તેમના લગ્નજીવનથી બે પુત્રો થયા. હરખાદાસ અને હીરદાસ. જોધલપીર બાલ્યવયથી ખૂબ તેજરવી અને હોશિયાર હતા. યુવાવયે જ તેમને ગુરુનું શરણું પ્રાપ્ત થયું. તેમના ગુરુ રૂપનાથ. ગુરુ દીક્ષા સમયે ગુરુ આજ્ઞાએ તેમણે લોકસેવાનો સંકલ્પ કરેલ. એકવાર ધોળકાના સૂબા મીરખાનને પ્રારબ્ધવશ પૂંઠના ભાગે પાઠું થયું. પાઠું દિવસે-દિવસે વકરવા લાગ્યું. મીરખાને અનેક વૈદ્યો પાસે દવા કરાવી છતાં પાઠામાં જીવાત પડી ગઈ. આખરે જોધલપીરને કાને આ વાત આવતાં મીરખાનના મહેલે જઈ પાઠું મટાડ્યું. આ વાત-પ્રસંગથી જોધલ દુખિયાના બેલી તરીકે આખા પંથકમાં જાણીતા થયા. જોધલપીર-શિષ્ય ભવાનીદાસ આ પ્રસંગને વર્ણવતાં કહે છે. ‘નજરે જોઈને પાઠું ખોલ્યું, પ્રગટ્યા જોધલપીર, મીરખાનના મહેલે પધારી, જોઘલે કીધી મહેર.' જોધલપીરનો અનુયાયી વર્ગ વિશાળ છે. તેમની નાદ અને બુંદ એમ બે પરંપરા રહી છે. નાદ પરંપરામાં સાડા તેર શિષ્યો પ્રસિદ્ધ છે. (૧) મીરખાન (૨) ભવાનીદાસ (૩) સુંદર દાસ (૪) જાદવ ભગત (૫) વીરોપીર (૬) ગાંગો બાવો (૭) નગા લખા (૮) વજોપીર (૯) ટીહલપીર (૧૦) માલો શેઠ (૧૧) મોંઘીદાસ (૧૨) મેઘલદાસ (૧૩) ચૈતન્યદાસ અને અડધો શિષ્ય નાનો બાવો. જોધલપીરે ૮૧ વર્ષની વયે સમાધિ લીધી. સંવત ૧૩૮૧ની વિજયાદશમી ને શુક્રવાર (તા. ૨૬-૧૦-૧૩૨૫]. જોધલપીરનો જ્યારે દેહાંત થયો ત્યારે મીરખાન ધોળકાથી કેસરડી આવેલ અને જોધલપીરનો જનાજો તૈયાર કરાવી તેને કાંધ આપેલ અને રાજની માલિકીની જમીનમાં દફનાવી તેના ઉપર સંગેમરમરનો મકબરો બંધાવી ૧૨ એકર જમીન મકબરાના નિભાવ અર્થે આપેલી. હાલમાં કેસરડીની તમામ કોમમાં વરઘોડિયાના છેડા તેમના દ્વારે છૂટે છે. અને જોધલપીરની યાદમાં દર વર્ષે વિજ્યાદશમીના દિવસે કેસરડીમાં મેળો ભરાય છે. હિંદુ-મુસલમાન સમન્વય સમાન ગુલાબડમરાની માળા તેમને ચઢે છે. તેમ જ ધોળકામાં પણ વિજ્યાદશમીના દિવસે ઉરસ ભરાય છે. ૩. મોડપીર : [ઈ.સ. ૧૨૪૭-૧૨૯૯] કચ્છની સંતપરંપરાના આદ્યપુરુષ મોડપીરના જીવનને ઉજાગર કરતું સાહિત્ય કચ્છી લોકવાર્તાઓ, ચારણી સાહિત્યમાં અનેક કિંવદંતીઓ, પ્રશસ્તિઓ અને દુહાઓમાં સચવાયું છે. મોડપીરના પૂર્વજો ઉપર એક ઝડપી ઐતિહાસિક નજર નાખીએ તો, સિંધના નગર સમૈના દિલાત જામ જાડા નિઃસંતાન હોતાં પુત્રષણા સંતોષવા તેમના અનુજ વેરજીના પુત્ર લાખાને ગોદ લીધેલ. લોકસમુદાયમાં લાખો “જાડે જો', પુત્તર તરીકે ઓળખાયો અને તેના વંશજો જાડાના એટલે જાડેજા તરીકે ઓળખાયા. આ જામ લાખો ઈ.સ. ૧૧૪૭માં કચ્છમાં આવી પોતાના ભાઈ લાખિયારના નામ ઉપરથી લાખિયાર વિપરાની સ્થાપના કરી પોતાની સત્તા સ્થાપી. આમ, ઈ.સ. ૧૧૪૭થી સિંધના સમાવંશની, કચ્છમાં જાડેજાવંશ તરીકે સ્થાપના થઈ. જામ લાખા પછી તેમનો પુત્ર જામ રાયઘણજીએ ઈ.સ. ૧૧૭૫ થી ઈ.સ. ૧૨૧૫ સુધી સત્તા સંભાળી. જામ રાયઘણજીને ચાર પુત્રો થયા, જેમાં સૌથી મોટા જામ ઓઢાજીએ ઈ.સ. ૧૨૧૫થી ૧૨૫૫ સુધી લાખિયાર વિપરાની સત્તા સંભાળી. બીજા પુત્ર દેદાજી કંથકોટના ગરાસદાર થયા. ત્રીજા પુત્ર ગજણજી બાડા પરગણાના ગરાસદાર થયા અને ચોથા પુત્ર હોથીજીએ ગજોડ પરગણાનો ગરાસ સંભાળ્યો. ગજણજીના પુત્ર જેરોજી અને તેમના પુત્ર અબડોજી થયા. તેઓ જખૌ સ્ટેટના જાગીરદાર થયા. અબડાજીના સમયમાં કચ્છમાં દુષ્કાળ પડતાં તેઓ તેમની રાણી સોહાગદે સાથે સિંધના નગર સમૈ ગયા. ત્યાં સંવત ૧૩૦૩ના શ્રાવણી જનમાષ્ટમીના દિવસે બપોરે બાર વાગે પુત્ર જનમ્યો, જેનું નામ મોડજી રાખવામાં આવ્યું. અબડાજીના મૃત્યુ બાદ મોડજી સિંધ છોડી પોતાના બે લઘુબંધુ જબરાજી અને સપડજી સાથે કચ્છમાં આવી પ્રથમ વિઝાંણમાં ગાદી સ્થાપી. પછી વડસરમાં ગાદી સ્થાપી. આ ગાદીઓ જખરાજીને સોંપી તેઓ વંગધ્રો જઈને વસ્યા. જખરાજી કચ્છના ઇતિહાસમાં ‘અબડા અડભંગ' તરીકે પ્રસિદ્ધ થયા. કિંવદંતી પ્રમાણે, દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન સિંધની સુમરીઓનાં રૂપસૌંદર્યની વાત સાંભળી તેમને મેળવવા આ વિસ્તારમાં આવેલ. આ વાતની જખરાજી (અબડા) ને જાણ થતાં સુમરીઓનાં શીલના રક્ષણ માટે અલાઉદ્દીન સામે યુદ્ધ ચડ્યો. આ યુદ્ધમાં અબડો શહીદ થયો. અબડાના નામ ઉપરથી આ વિસ્તાર “અબડાસા' તરીકે ઓળખાયો. અબડાનું સ્મારક અબડાસા તાલુકાના રામપર ગામે આવેલ છે. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy