SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પરિણામે ગુજરાતની પીરપરંપરા ઉપરની ઠીક સામગ્રી ઉપલબ્ધ બની. હાલમાં ચલાલા આપા દાનાની જગ્યાના વર્તમાન મહંત શ્રી વલકુબાપુના આમંત્રણે આપા દાના ઉપર કામ શરૂ છે. ‘સાહેબસંપ્રદાયના સંત ત્રિકમસાહેબ' પુસ્તકનું કામ પૂર્ણતાને આરે છે. ઉપરાંત શબ્દસૃષ્ટિ, લોકગુર્જરી, ગુજરાત (દીપોત્સવી અંક) સંદેશમાં તેમના અભ્યાસલેખો અવારનવાર પ્રગટ થાય છે. વિવિધ સાહિત્યસર્જન ઉપરાંત ૧૯૮૭થી ૧૯૯૭ સુધીમાં વિવિધ સંદર્ભગ્રંથોમાં તેમની તેજસ્વી કલમ દ્વારા તેઓ ઠીક રીતે સ્થાન પામ્યા છે. ૪મા વિવિધ ચંદ્રકો મેળવ્યા છે. અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સારું એવું માન– સમ્માન પામ્યા છે. ધન્યવાદ. —સંપાદક ધર્મ-સંસ્કૃતિની જાગૃત જ્યોતો ૧ અજપાળપીર (સાતમી સદી) : કચ્છની કોમી એકતાના પ્રતીક અજપાળપીરનું સમાધિસ્થાન ‘અંજાર' શહેરમાં આવેલું છે. ગુર્જરધામમાં સમયોચિત અનેક વાદ, દર્શન, સંપ્રદાય, પંથ, ફિરકા અને પરંપરાઓનો આવિર્ભાવ થયો છે. આ પૈકી પીરપરંપરા એ અધ્યાત્મપથનું વિશિષ્ટ સ્વરૂપ છે. તેની આગવી સાધના પદ્ધતિ છે. પીરપરંપરામાં સમયની દૃષ્ટિએ સૌ પ્રથમ પીર તરીકેનો નામોલ્લેખ અજપાળપીરનો મળે છે. અજપાળપીર પાલી' શાખના ચૌહાણ રાજપૂત હતા. તેમની જન્મભૂમિ રાજસ્થાનમાં આવેલ પુષ્કર તીર્થ.’ અજપાળપીરના જીવનની પ્રાપ્ય વિગતો અનુસાર, તેમણે શૈવાલિક પર્વતમાળાના પરિસરમાં એક ગામ વસાવેલ, જે તેમના નામ ઉપરથી તે ગામનું નામ અમેરુ-અજમેર પ્રસિદ્ધ થયું. એ સમયે યવનોનું રાજ–રજવાડાં અને ધર્મ-સ્થાનકો ઉપર અસીમ આક્રમણ થયું. અજપાળના જીવન ઉપર તેની ઘેરી અસર પડી અને ધર્મ–રક્ષાર્થે સંન્યાસ ગ્રહણ કરી પોતાના લઘુબંધુ પૃથ્વીપાળને રાજ્યની ધુરા સોંપી જોગીઓ સાથે ફરવા લાગ્યા. તીર્થાટન દરમ્યાન તેમને સંદેશો મળ્યો કે, અજમેર ઉપર ચઢાઈ કરવા યવનોનું લશ્કર દરિયાઈ માર્ગે કચ્છ તરફ આવી રહ્યું છે. તેથી તેમણે જોગીઓની જમાત તથા પૃથ્વીપાળના સૈનિકો સાથે કચ્છના દરિયા કિનારે પડાવ નાખ્યો. યવન સૈન્ય આવતાં ઘમસાણ યુદ્ધ થયું અને યુદ્ધમાં ઈ.સ. ૬૮૫માં તેઓ શહીદીને વર્યા. જોગીઓએ યુદ્ધ સ્થળેથી તેમનું મૃત શરીર ખુલ્લા પટ્ટમાં લઈ જઈ સમાધિસ્થ કર્યું અને ત્યાં સમાધિ-મંદિર બનાવી અજપાળ મઠની સ્થાપના કરી. સમય જતાં આ સ્થળે વસ્તી વસી Jain Education International ધન્ય ધરા અને અજપાળના નામ ઉપરથી તેનું નામ ‘અજેપાળનો વાસ’, અને ‘અજાડનો વાસ’ જાણીતું થયું. કેટલાક વિદ્વાનોના મતે અહીં ઈ.સ. ૮૦૬માં ગામનું તોરણ બંધાયું. પછી ઈ.સ. ૧૦૦૫માં કાઠીઓએ અહીં વસવાટ કરી ગામને વિસ્તાર્યું. કાળક્રમે આ ગામ ‘અંજપર નામે ઓળખાયું અને ‘અંજથપર’માંથી અપભ્રંશ થઈ ‘અંજાર’ થયું. એક ઐતિહાસિક ઉલ્લેખ મુજબ, પાટણ અણહિલવાડના ભીમદેવ બીજા (ઈ.સ. ૧૧૭૯-૧૨૪૨) એ અજપાળમઠના નિભાવ સારું ગામગરાસ આપી મઠનો વિકાસ કર્યો. અજપાળમઠનો વહીવટ અજપાળની સાથે આવેલ જોગીઓ પરંપરાગત કરતા હતા પરંતુ આ જોગીઓના રંજાડના કારણે જૂનાગઢના અતીત નારણગરજીએ મઠનો વહીવટ સંભાળ્યો. સમય જતાં મઠના મઠાધિપતિ તરીકે પીર સાગરગરજી આવ્યા. તેમના સમયમાં મઠને રાજ્યાશ્રય મળતાં મઠનો ખૂબ વિકાસ થયો. તેમના પછી પરંપરિત મઠાધીશો જગ્યામાં વિકાસનાં કાર્યો કરે છે. હાલમાં અહીં અજેપાળપીરની યાદમાં દર જન્માષ્ટમીના દિવસે મેળો ભરાય છે. અજપાળના સૈન્ય સાથે આવેલ ચૌહાણ શાખના રાજપૂતો અજપાળપીરને કુળદેવ માને છે. ૨. જોધલપીર : (ઈ.સ. ૧૨૪૪-૧૩૨૫) જોધલપીર ભાલપંથકના સુપ્રસિદ્ધ સંત છે. તેમણે તેમના વિશિષ્ટ વ્યક્તિત્વથી હિન્દુ-મુસલમાનોનો સંઘર્ષ દૂર કરવા મોટું યોગદાન આપેલ છે. તેમણે જાતિગત ભેદભાવો દૂર કરી, નિમ્ન વર્ણના લોકસમુદાયમાં ધર્મ જાગૃતિની અખંડ જ્યોત પ્રગટાવી છે. જોધલપીરના જીવનનું વિહંગાવલોકન કરીએ તો તેમનો જન્મ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેસરડી ગામે સંવત ૧૩૦૦ના આસો સુદ દશમ ને શુક્રવા૨ [તા. ૨૦-૧૦૧૨૪૪]—ના શુભ દિને થયો, તેમના પિતાનું નામ : દેવાભાઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy