SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ધર્મ-સંસ્કૃતિની જાગૃત જ્યોતો ડો. મુકુન્દચંદ્ર નાગર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પીરપરંપરા ઉપરની આ લેખમાળામાંથી ઘણાં બધાં રહસ્યોની જાણકારી મળે છે. પરમાત્માના જ્યોતિર્મય સ્વરૂપની આત્મતત્ત્વની જ્યોતસ્વરૂપે ઉપાસના કરવામાં આવતી હોય છે. વર્તમાનમાં જ્યારે મૂર્તિપૂજાનો વિસ્તાર થયો છે ત્યારે આ માર્ગમાં સ્વસ્થ સાધના કરતાં સંતો-ભક્તોની હારમાળા જગ્યાએ-જગ્યાએ વિશેષ જોવા મળે છે. આ માર્ગની અસર નીચે સૌરાષ્ટ્ર-કચ્છ અને તળ ગુજરાતના ઊંડાણવાળા ભાગમાં સમર્થ પીરોએ પોતાની સ્વતંત્ર જગ્યાઓ સ્થાપી, દીનદુઃખિયાની સેવાની અહાલેક જગાવી છે. આવી અનેક દેહાસ્ય જગ્યાઓ આજે ગુજરાતભરમાં જાગતી જ્યોતની જેમ ઝળહળી રહી છે. અત્રે ગુજરાતના કેટલાક “પીરો'નો સંક્ષિપ્ત પરિચય કરાવવાનો ઉપક્રમ સેવ્યો છે. | ગુજરાતમાં પ્રાચીન કાળથી ધર્મ-સંસ્કૃતિની અનેક સરવાણીઓ વિવિધ સ્વરૂપે પ્રવાહિત થતી રહી છે. આ પૈકી “પીરપરંપરા' એ અધ્યાત્મ પ્રાપ્તિનું વિશિષ્ટ સ્વરૂપ છે. આ પરંપરા “નાથપંથ'માંથી ઊતરી આવી છે. ળ બૌદ્ધિક ધર્મમાં છે, ઐતિહાસિક દૃષ્ટિએ પીરપરંપરાનો ઉદય સાતમી સદીથી થયો હોય તેમ જણાય છે. ગુજરાતમાં પીર પરંપરાનું કેન્દ્ર કચ્છ છે. અહીં, ભચાઉ તાલુકાના “મનફરા'માં પીરપરંપરાનું પ્રાચીન સ્થાનક છે. મનફરામાં કંથડનાથે ગણેશની સ્થાપના કરી યોગસાધના કરેલ. તેમ જ “કંથકોટ'માં પણ સાધના કરેલ. કંથકોટ ગામનું નામ “કંથડનાથ' ઉપરથી પડેલ છે. કંથકોટ સાતમી સદી પૂર્વે વસ્યાનું વિદ્વાનો નોંધે છે. લોકવરણમાં કંથડનાથ કંથડપીર તરીકે ઓળખાય છે. “પીર' એટલે કોણ? “પીર’ એ કોઈ વ્યક્તિવાચક શબ્દ નથી પરંતુ “પીર' નિર્ગુણ નિરાકાર પરમેશ્વરનું સ્વરૂપ છે. પીરનું દશ્ય સ્વરૂપ હિરણ્યમય અલૌકિક જ્યોતિર્મય છે. આ પરંપરાના સંદર્ભમાં જન્મથી કોઈ વ્યક્તિ પીર’ નથી, પરંતુ આ માર્ગની દીક્ષા લીધા બાદ અલખધણીના સત્ય સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર નિઝારી જૂતી પુરુષ પોતાની પીરાઈનું પ્રમાણ આપે તેને ગતગંગાના આરાધકો “પીર'નું બિરુદ આપે છે. આ પરંપરાનું સ્વરૂપ પ્રકૃતિને શુદ્ધ કરતાં કરતાં દેહનાં વળગણો દૂર કરી સ્વજાતનું અનુસંધાન સિદ્ધ કરવાનું છે. આ પરંપરા કોઈ ચોક્કસ વર્ગ કે અનુયાયી ધરાવતો સંપ્રદાય નથી. એનું સંક્રમણ અને પ્રસરણ કર્ણોપકર્ણ પરંપરિત થતું આવે છે. આ માર્ગમાં આપણને એકેશ્વરવાદ, પિંડમાં બ્રહ્માંડનું દર્શન જોવા મળે છે. આ પરંપરામાં જ્યોત-ઉપાસના કેન્દ્રસ્થ છે. આ લેખમાળાના લેખક ડો. મુકુન્દચંદ્ર નાગર જેતપુરના વતની છે. બી.એ., એલ.એલ.બી. સુધીનો અભ્યાસ કર્યો છે. કોલેજકાળથી જ મધ્યકાલીન સાહિત્ય, વિવિધ ધર્મસાધનાઓ, ઇતિહાસ, પુરાતત્ત્વ અને જ્યોતિષ ઉપરનો વિશેષ રસ અને અભ્યાસના વિષયો રહ્યા છે. પોરબંદરમાં નોકરીના નિવાસસ્થાન દરમ્યાન મહાપંથના મર્મીઓના સંપર્કમાં તેમને આવવાનું બન્યું અને પીરપરંપરા ઉપરનું સંશોધન કાર્ય શરૂ કર્યું. કાર્યક્ષેત્ર દરમ્યાન અનેક પીર–સ્થાનકોમાં જવાનું થયું. તેના સુભગ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy