SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ધન્ય ધરા સમજાયું નહીં કે કોણ કહે છે? ક્યાંથી અવાજ આવે છે? છતાં તેમની “હું'ની શોધની એક નવી દિશા ખૂલી અને તે દિશા તરફ તેમની ગતિ અને પ્રગતિનાં મંડાણ મંડાયાં. ૧૮ વર્ષની યુવાન વયે તેમના પૂર્વ જન્મના સંસ્કારો જાગી ઊઠ્યા અને પિતાશ્રી વનમાળીદાસ વેલજી ઠોસાણી અને માતુશ્રી શાંતાબહેનની લાડલી પુત્રી તેમજ એક ભાઈ અને બે બહેનોની વહાલીબહેન તરુલતાબહેને પૂ. શ્રી રતિલાલજી મ.સા.ના સ્વમુખે અને પૂ. શ્રી લલિતાબાઈ મ.સ. પાસે સં. ૨૦૧૪-ફાગણ સુદ બીજને દિવસે પ્રવ્રયા અંગીકાર કરી. તેમણે જૈનધર્મ અને આગમોનો વિશદ્ અભ્યાસ કર્યો. વર્ષો વીતતાં હતાં. પૂ. શ્રી ગુરુણી લલિતાબાઈ મ.સ.ના સાન્નિધ્ય તેમના આત્મિક સિંચને પૂ. શ્રી તરુલતાબાઈ મ.સ.માં હું જાગ્રત થયો. દિશા મળતી ન હતી પણ......“મહર્ષિ રમણ'ના પાવન પરમાણુના સ્પર્શે “હું કોણ...?નો દિશાબોધ તેમને પ્રાપ્ત થયો. તેઓ કહે છે કે “હુંને પામવાના પ્રયાસોમાં જ જિનવાણીનાં સત્યો તથા તથ્યો ઉકેલવામાં તેમનો આયાસ રહ્યો છે. તેમણે જૈનદર્શન અને સ્વાવાદને આત્મસાત્ કરેલાં છે, એટલે તેમણે જૈનેતર સંત કવિઓ બનારસીદાસજી, આનંદઘનજી, સંત કબીરના સાહિત્યને સાથે રાખીને યુગપુરુષ શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ કર્યો અને ડૉક્ટરેટ માટેના શોધ મહાપ્રબળે Doctorate Thesisનો વિષય રહ્યો : હું આત્મા છું'-ગ્રંથનો જન્મ થયો. તેઓના આધ્યાત્મિક વિકાસમાં જેઓની ઋણની સતત પ્રતીતિ રહી છે તેમાં પૂ.શ્રી બા.બ્ર. લલિતાબાઈ મ.સ., પૂ.શ્રી જગજીવનજી મ.સા., જેમના સં. ૨૦૨૪માં રાજગૃહીના પવિત્ર તીર્થસ્થાનમાં તેમના ૪૫ દિવસના અનશન દરમિયાન તેમની સેવા સાથે તેમનો દેહાધ્યાસ છૂટતાં નિષ્પન્ન વીતરાગ દશાની સ્મૃતિઓએ પૂ.શ્રીના આધ્યાત્મિક વિકાસમાં પ્રેરણાનું સિંચન કર્યું. પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જેઓનું તન સેવામાં તથા મન | અધ્યાત્મમાં” એવું હતું તથા પૂ. શ્રી સંતબાલજી, જેમના વિચારો અને સાહિત્યથી તેઓ ખૂબ પ્રભાવિત રહ્યાં, સ્વામી વિવેકાનંદ તેમજ રામકૃષ્ણ પરમહંસની ભેદવિજ્ઞાનની તેમજ સંત રમણ મહર્ષિના પરોક્ષ સાન્નિધ્યથી તેઓ “હું કોણ છું'ના સનાતન - પ્રશ્નની અનુભૂતિ હેઠળ આવ્યા, જેની ૧૧ વર્ષની ઉંમરથી તેઓ શોધમાં રહ્યા હતાં. અને તેને કારણે જ પુસ્તકનું મૌલિક શીર્ષક હું આત્મા છું'નો ઉદ્ભવ થયો. શ્રીમતું ‘આત્મસિદ્ધિશાસ્ત્ર' એ જૈનધર્મનો નિચોડ છે. બધાંને સમજવામાં ખૂબ સરળ છે, છતાં દેખાવમાં સરળ લાગતા આ સાહિત્યમાં ઊંડું આધ્યાત્મિક જ્ઞાન અને તત્ત્વોનું ચિંતન ખૂબ ઠાંસી ઠાંસીને ભરેલું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર નાનું છે, પરંતુ તેમાં તેનું સામર્થ્ય ઘણું મોટું છે. માત્ર ૧૯ વર્ષની નાની બાળ વયે શ્રીમદ્ રાજચંદ્ર વિ.સં. ૧૯૫૨માં નડિયાદમાં માત્ર દોઢ-બે કલાકમાં ૧૪૨ ગાથાના આ શાસ્ત્રની રચના કરેલી, જેમાં આજે પણ એક પણ શબ્દનો ફેરફાર કરવાનું મન ન થાય એવી સુરેખ અને સંશ્લિષ્ટ કૃતિ છે, જેમાં એક સનાતન સત્યની તેમણે વાત કહી. “આત્મા છે તે નિત્ય છે, છે કર્તા નિજ કર્મ છે ભોક્તા વળી મોક્ષ છે, મોક્ષ ઉપાય સુધર્મ.” તે પોતે જ કેવા હતા? દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” પૂ. શ્રી તરુલતાબાઈ મ.સ.ની વિવેચનની વિશદતા તથા વ્યાપકતાને કારણે આ શાસ્ત્રની ૧૪૨ ગાથાનો સમાવેશ ૧૦૭ પ્રકરણમાં અને ૧૨૦૦ પૃષ્ઠમાં વહેંચાયેલો આ ગ્રંથ બહુ મોટો થઈ જવાને કારણે ત્રણ પુસ્તકોમાં તેનું વિભાજન કરવામાં આવ્યું, જેના પહેલા વિભાગમાં ૧ થી ૪૨ ગાથાનું વિવેચન કરવામાં આવ્યું, જેમાં જીવ ક્રિયા, જડત્વ અને શુષ્કજ્ઞાનમાં અટવાઈને સ્વને ભૂલી “પર”માં કેવો રત થઈ ગયો છે તે વિષે દર્શાવવામાં આવ્યું છે. પુસ્તકના બીજા ભાગમાં ૪૩ થી ૧૧૮ ગાથાઓનું વિવેચન છે, જેમાં આત્માનાં છ પદોનું કથન, તેના વિષે ઉદ્ભવતી શિષ્યની શંકાઓ તથા ગુરુદેવે કરેલી શંકાનું સમાધાન આવરી લેવામાં આવ્યાં છે. ત્રીજા ભાગમાં ૧૧૯થી ૧૪૨ ગાથાઓનું વિવેચન છે, જેમાં શિષ્યને પ્રાપ્ત થયેલ બોધિ-બીજના ફળ સ્વરૂપ આત્માનું યથાર્થ સ્વરૂપે તેને દર્શન થાય છે. તેમણે પ્રાપ્ત કરેલા જ્ઞાને “ય ની વિરાટતાનાં દર્શન કરાવ્યાં. તત્ત્વજ્ઞાનનું પ્રાધાન્ય તેમનામાં એવું ઊભરતું રહ્યું કે ‘તત્ત્વજ્ઞાન એ જ તરુલતાજી” બન્ને એક એમ ઓળખાવા લાગ્યાં. तम्हा सुयमहिट्ठिज्जा, उत्तमट्ठगवेसए। जेणऽप्पाणं पर चेव, सिद्धिं संपाउणेज्जासि ।। મોક્ષપ્રાપ્તિના ઇચ્છુક મુનિએ બહુશ્રુત થવા માટે શ્રુતજ્ઞાનનું વિશાળ અધ્યયન કરવું જોઈએ, જેના અવલંબનથી સ્વ-પર, ઉભય આત્માઓની સિદ્ધિસાધના સફળ થઈ શકે છે અર્થાત્ બને મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. ઉ.સૂ, (૧૧/૩૨) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy