SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૫ દેવા સાણંદ ન પધારી શક્યા અને પાર્વતીબહેને પોતાની સઘળી મિલકત લઈને ખેડા જઈને ધામધૂમથી પોતાના ધનનો સદ્વ્યય કરીને પૂ. શ્રી છગનલાલજી મ.સા.ના વરદ્ હસ્તે તેમનાં સુશિષ્યા પૂ. શ્રી ગુણી જડાવબાઈ મ.સ. પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી. જ્ઞાની ગુરણી પાસેથી પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ.એ ઘણું જ્ઞાન મેળવી જ્ઞાન, ધ્યાનમાં આગળ વધી જૈન શાસનની શોભા વધારી. | સ્વભાવે ભદ્રિક, સરળ અને કોમળ હદયના એવાં પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધનામાં મસ્ત રહેતા હતાં ત્યાં તેમનાં કર્મોના વિપાકોદયે કેન્સરનું ભયંકર દર્દ થયું. પછી ટ્રીટમેન્ટથી સારું થતાં વિહાર કરીને પૂ. શ્રી ગુરુણીમૈયા શારદાબાઈ મ.સ. સહિત સં. ૨૦૦૬ની સાલમાં વિહાર કરી રાજકોટ, સુરત પણ ગયાં. ફરીથી કેન્સરના રોગે તેમને ભયંકર ભરડો લીધો. તેમનાં ગુણી પૂ. શ્રી શારદાબાઈ મ.સ.ની દિલથી કરેલી સેવા ફળી. તબિયતમાં સુધારો થતો ગયો. ત્યારબાદ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જુદાં જુદાં સ્થળોએ વિચરણ કરતાં રાજકોટ સુધી પહોંચેલ. સં. ૨૦૧૧માં કેન્સરે ફરી ઊથલો માર્યો. પોતે સમજતાં કે સમતાભાવ એજ જીવનની મોટી મૂડી છે. સમતોલતા એ જ આત્માનો સાચો આનંદ છે. તે જ રીતે પૂ. શ્રી અદ્ભુત સમતા અને સમાધિભાવથી પ્રસન્ન ચિત્ત કેન્સરની વ્યાધિ સહન કરતાં હતાં. ચાતુર્માસના દિવસો પસાર થઈ રહ્યા હતા. પૂ. શ્રીને પોતાની અંતિમ ઘડીના સમયની ખબર પડી ગઈ હતી અને તે પ્રમાણે પોતાનાં ગુરુણી પૂ. શ્રી શારદાબાઈ મ.સ.ને તેમજ પૂ. શ્રી જજુબાઈ મ.સ.ને પોતે હવે ત્રણ દિવસ છે તો સંથારાના ભાવની વાત જણાવી પણ એ વાત ન સ્વીકારતાં પોતે આસો સુદ પૂર્ણિમાનો છેલ્લો આજનો દિવસ જ છે અને સંથારો, આલોચનાના ભાવો છે તો મને કરાવો તેવી ભાવના ભાવી. પૂ. શ્રી ગુરુણીએ તે પ્રમાણે સંથારો, આલોચના, વ્રતપ્રત્યાખ્યાન વ. કરાવ્યાં. પૂ. સતીજી અને ખંભાત સમસ્ત સંઘે સ્વાધ્યાય, નવકારમંત્ર આદિ સંભળાવ્યા. પૂ. શ્રીએ અંતિમ સમય સુધી પોતાના આત્મસ્વરૂપમાં રમણતા કરી તેમના સજાગ બનેલા આત્માએ ચાર શરણા લઈ, સર્વ જીવોને ખમાવી મૃત્યુને મહોત્સવ માની તેમના કહેવા પ્રમાણે શરદપૂર્ણિમાની રાત્રિએ બાર વાગે તેમનો આત્મા પંડિતમરણે દિવ્યલોકની સફરે સિધાવી ગયો. પૂ. શ્રી ગુરુણી શારદાબાઈ મ.સ.એ પૂ.શ્રીને પોતાની છાયામાં રાખી જ્ઞાનનું દાન આપી એક ઝળહળતું તેજસ્વી રત્ન તૈયાર કરી જૈનશાસનને ચરણે ધર્યું. હુંની શોધમાં બા.બ્ર. પૂ.શ્રી તરુલતાબાઈ મ.સ. (ગોંડલ સંપ્રદાય) શુભનામ : તરુલતાબહેન માતાપિતા : શ્રી શાંતાબહેન વનમાળીદાસ ઠોસાણી વૈરાગ્યભાવ : ૧૮મે વર્ષે દીક્ષા : વિ.સં. ૨૦૧૪, ફાગણ સુદ બીજ દીક્ષાગુરુ : પૂ. શ્રી રતિલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી ગુરુણી લલિતાબાઈ મ.સ. અભ્યાસ : જૈન ધર્મનાં શાસ્ત્રો, હિન્દી સાહિત્ય સાથે M.A., જૈનેતર સંત કવિઓના અભ્યાસ સાથે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો તુલનાત્મક અભ્યાસ અને તેમણે Ph. D.ની ડિગ્રી મેળવી. જ્ઞાનપ્રચાર : ૨૯ વર્ષથી પણ વધુ વર્ષોના દીક્ષાકાળ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળ, આ%, તામિલનાડુ, કર્ણાટક. चओवरयं चरेज लाढ विरए वेवियाऽऽयरकिखएं। पण्णे अभिभूय सव्वदंसी जेकम्हि विण मुच्छिए मिख ॥ જે રાગ અને દ્વેષથી દૂર થઈ સંયમયોગ્ય ક્ષેત્રમાં વિચરણ કરે છે, જે અસંયમ પાપથી વિરત છે, જે શાસ્ત્રજ્ઞ છે તથા આત્મરક્ષક છે, જે બુદ્ધિમાન છે, જે રાગ-દ્વેષને પરાજિત કરી બધાંને પોતાના આત્મા સમાન ગણે છે, જે પરિષહોને જીતનારા છે, સંયમમાં પૂર્ણ લક્ષ રાખી સચેત-અચેત કોઈ પણ વસ્તુમાં આસક્તિ નથી રાખતો, તે શ્રેષ્ઠ ભિક્ષુ છે. તે મુનિ કહેવાય છે. ઉ.સ્. (૧૫/૨) અજોડ અરુણ અંતરે દીપતો, અંધાર ખંડનાં આવરણો ખોલતો... કરે ઉજ્જવલ....સ્વયં પ્રકાશે રે.... એ ક્ષણો કેવી અભુત અને ભવ્ય હશે જ્યારે ન કોઈ સંગ, ન કોઈ સત્સંગ, છતાં અંતરની ગુફામાં જ્ઞાનનો સૂર્ય સ્વયમેવ સહસ્ત્ર કિરણે પ્રકાશી ઊઠ્યો, પ્રજ્ઞાના શતશત દીવડાઓ પ્રગટી ઊઠ્યા. ત્યાં નાભિમાંથી દિવ્ય નાદ સંભળાયો! “હું છું', હું '. તરુલતાબહેન આવી અનુભૂતિમાંથી પસાર થયા, પણ ત્યારે તેમની ઉંમર માત્ર ૧૧ વર્ષની હતી. કિશોરમનની સમજ બહારની આ વાત હતી. “હું કોણ?” તે સ્વાભાવિક રીતે તેમને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy