SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ધન્ય ધરા દર્શન વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના ચારિત્ર નહીં ને ચારિત્ર વિના મોક્ષ નહીં. ઉ. સૂ. ૨૮ અ. કેવાં હતાં આ સાધિકા? પ્રત્યેક પરિષહ સહેતી વેળાએ, સંયમમાં વિચરતી વેળાએ સાધક અદીણ મહાસો ચરે! અદીન યાને દીનતારહિત ખુમારીથી વિચરણ કરે. કેવું જોગાનુજોગ બન્યું! તેઓનું નામ શ્વેતારૂપ અને ગુણ શ્વેત જીવનભરની સાધના શ્વેત અને અંતિમ આરાધના પણ શ્વેત રહી. આ છે અણગાર અમારા..અમારાં કોટિ કોટિ વંદન હો. પુષ્પનો પમરાટ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સ. (ખંભાત સંપ્રદાય) નામ : પાર્વતીબહેન માતાપિતા : ચોક્સી કુટુંબ જન્મસ્થળ : લીંબડી (સૌરાષ્ટ્ર) દીક્ષાગુરુ : પૂ. આ. છગનલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી જડાવબાઈ મ.સ. કાળધર્મ : શરદપૂર્ણિમાની રાત્રે ૧૨=૦૦ કલાકે. जावज्जीव परीसहा उवसग्गा य संज्ञाय। संबुडे देहमेयाए इति पन्नें हियासए॥ सबऽठेहिं अमुच्छिए आउ-कालस्य पारए। तिइकखं परमं नचा विमोहन्नयरं हियं ।। આત્મ સંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું (આચારાંગજી સૂત્ર) પથરાઈ જશો તો પમરાટ વધશે ખડકાઈ જશો તો ગંધાઈ જશો........ પૃથ્વીને પટાંગણે કોઈક ઉચ્ચ આત્માઓ જાણે જન્મથી કે જનમોજનમથી પુષ્પના પમરાટની માફક પોતે પોતાના પમરાટને પાથરતા જાય છે. યુગો સુધી એ પમરાટ પથરાતો રહે છે. તે પમરાટને પામતાં પામર માનવીઓ પણ પોતાના જીવનની દિશા બદલી પમરાટ પાથરતા જાય છે. આવાં જ પૂ. શ્રી પાર્વતીબાઈ મ.સતીજીનો જન્મ સૌરાષ્ટ્રના લીંબડી શહેરમાં દહેરાવાસી માતપિતાને ત્યાં ચોક્સી કુટુંબમાં થયો હતો. તેમના પૂ. પિતાશ્રી શાળામાં હેડમાસ્ટરની પદવી ઉપર હતા. પહેલાંનો સમય એવો હતો કે કંગલીથી રમતી ઢીંગલી જેવડી દીકરીને નાની વયમાં પરણાવી દેવામાં આવતી. પાર્વતીબહેનને પણ તે જ રીતે માત્ર ૧૩ વર્ષની ઉંમરે સાણંદના સ્થાનકવાસી કુટુંબમાં પરણાવી દેવામાં આવ્યાં. સંસારને જ સમજવાની તેમની ઉંમર ન હતી ત્યાં ચૌદમા વર્ષની ઉંમરે તેમનો ચાંદલો ભૂંસાયો. પતિ જતાં પાર્વતીબહેનના જીવનમાં અમાસનો અંધકાર છવાયો. પાર્વતીબહેન જીવનની દશા બદલાતાં તેમણે પોતાની જીવન-નાવની દિશા બદલી. પોતાના જીવનની સફરમાં પોતે જ નાવિક બન્યાં. તેમને સમજાઈ ગયું કે સંસારમાં દુઃખ તો સાર્વત્રિક ઘટના છે. જ્યારે સુખ કેવળ છાયા જેવું છે. પોતે સમજી ગયા કે “ગપ્પા ઋત્તા વિવત્તાય પદાળ ૧ સુદાન ય ' જો અશુભ પાપપ્રવૃત્તિઓ દ્વારા આપણે પોતે જ આપણી વર્તમાન વિપત્તિઓનું-દુઃખોનું નિર્માણ કર્યું છે તો એને ધીરતાથી, સમતાથી સહી લઈને ઝીલી લેવાનું કાર્ય આપણે જ કરવાનું છે. પાર્વતીબહેન સંસારની ભયાનકતાને સમજી ગયાં. તેથી તેમાં રહેવાને બદલે કેમ પોતે આત્મસાધના કરીને પોતાનું જીવન સફળ ન કરી લે! તેમના જીવનમાં સમજણનો એક દીવડો પ્રગટી ગયો. સુખનો સ્વીકાર અને દુઃખનો પણ. તેવી રીતે જીવનનો સમગ્રતયા આનંદપૂર્વકનો સ્વીકાર કરવો તેમજ સમર્પણ કરવું. સંતો પણ શુભ અને અશુભ કર્મો, કષ્ટો, ઉપસર્ગોને પોતાના માર્ગમાં સહાયક માની સંયમ માર્ગે ચાલ્યા છે. તેથી જ તેઓ સદા સત, ચિતુ અને આનંદમાં રહી શકે છે તે રીતે પોતાના જીવનમાં પોતાના આત્માને જગાડવાની આ અણમોલ ઘડી આવી છે તેમ સમજી તેઓ દિવસે દિવસે જ્ઞાન, ધ્યાન અને સંયમ તરફની પ્રવૃત્તિ તરફ આગળ વધવા લાગ્યાં અને સંયમ લેવાની ભાવના બળવત્તર થતાં તેમણે તેમના પૂ. પિતાશ્રીને આ વાત જણાવી પણ પિતા સમજ્યા નહી અને દીકરીની સંયમ પ્રત્યેની મક્કમતા નિહાળી ત્યારે પ્રવ્રયા માટેની રજા દીકરીને આપી પણ દહેરાવાસીમાં દીક્ષા લેવી પડશે તેમ ઇચ્છા જણાવી ત્યારે પાર્વતીબહેનને તો સ્થાનકવાસીમાં જ દીક્ષા લેવી હતી તે મક્કમ મનોભાવ જણાવી તેમાંથી તે ડગ્યાં નહીં. તેઓ આકરી કસોટીઓમાંથી પસાર થયાં. અંતે વૈરાગી વિજેતા બન્યાં અને તેમના પૂ. પિતાશ્રીએ આજ્ઞા આપી. ત્યારે ખંભાત સંપ્રદાયના આચાર્યશ્રી પૂ. શ્રી છગનલાલજી મ.સા. ખેડા હતા. તેમને વાની સખત વ્યાધિ હોવાને કારણે દીક્ષા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy