SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ શાશ્વત સૌરભ ભાગ-૨ ઉદ્યમી હતાં. એટલું જ નહીં પોતાની શિષ્યા પાસે પણ પ્રેમ અને મીઠાશથી જરૂર પડે તો કડક અનુશાસનથી પણ વિશુદ્ધ સમાચારીનું પાલન કરાવતાં. એવા પોતે ગુજરાત, ઝાલાવાડ તેમજ સૌરાષ્ટ્રના ખમીરવંતાં અને ગૌરવશાળી સાધ્વીજી હતાં. સાધ્વી હોવા છતાં એક પ્રતિભાસંપન સાધુ સમા આગવી પ્રતિભા ધરાવનાર હતાં, એટલે તેમના આચાર, પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને જ્ઞાનસભર તેમના પ્રખર વ્યાખ્યાનની તેજધારાથી સારુંયે ગુજરાત પ્રભાવિત થતું. સત્ય સાક્ષાત્કાર માટે છે. સિદ્ધાંતો જીવવા માટે છે. સિદ્ધાંત ન જીવાય ત્યાં સુધી માણસ અધૂરો ગણાય છે. ક્રોધ ન કરવો જોઈએ પણ જો તેના ઉપર કાબૂ ન મેળવાય તો એ સિદ્ધાંત જિવાયો તેમ કઈ રીતે કહી શકાય? ગાંધીજીએ સત્ય-અહિંસાના સિદ્ધાંતો સંપૂર્ણ રીતે જીવી બતાવ્યા. રમણ મહર્ષિએ મૌનનો મહિમા ગાવાને બદલે મૌન જીવી બતાવ્યું અને મૌન સાધનાની ફલશ્રુતિનાં લોકોને દર્શન કરાવ્યાં. નરસિંહ મહેતાએ તેમની અંતરની અનુભૂતિને ભજનો દ્વારા ગાઈ બતાવી અને જીવી બતાવી. તેમના જીવનમાં બનેલી અઘટિત ઘટનાઓજગત પરથી તેમનાં વહાલાં સ્વજનોની વિદાય થઈ તો પણ તેમણે તે ઘટનાઓનો સ્વીકાર કર્યો. દુઃખની ઘડીએ પણ ભગવાનમાં ભરોસો વ્યક્ત કરીને, તેની મરજી પ્રમાણે જીવન જીવી બતાવ્યું. એવાં જ હતાં આપણાં સતીરત્નો અને પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ., જે સિદ્ધાંતને જીવી જાણતાં. વિચારતા જરૂર એવું થાય કે આપણે છઘસ્થ આત્મા ક્યારે એવા થઈ શકીશું કે આવો પરમ પરમાત્માયોગ આપણને પ્રાપ્ત થાય? માનવજીવનમાં ઊતર-ચડ નિશ્ચિત હોય છે, તેમ દ. સં.માં થોડો સમય તેની સ્થિતિ અસ્થિર થઈ હતી. તેથી સંપ્રદાયને એક વ્યક્તિની ધુરા તળે મૂકવાની જરૂર ઊભી થઈ. તેથી આખા સંઘનું હિત, અર્થ, કાર્ય સમજી શકે, સંકટો, વિપત્તિ ક્લેશ આવવા છતાં સહન કરી સંઘનાં હિતમાં પગલાં ભરે, પોતાની વિદ્યા, ડહાપણ, વિચાર, વિવેકને સદાચારથી સંઘનું ભલું કરી શકે એવા પૂજ્ય પુરુષને પદવી ઉપર સ્થાપવાની જરૂર ઊભી થઈ અને આની પસંદગીનો કળશ પૂ.શ્રી રઘુનાથજી સ્વામી ઉપર ઢોળાયો. સંપ્રદાય સારી રીતે ચાલવા લાગ્યો. ક્યારેક ગાબડું પડતું કે વાવાઝોડું આવતું પણ યતાકંચિત્ પગલાં લેતાં તે સમાઈ જતું. બધાં સાધુ-સાધ્વીઓ એક જ આશા નીચે ચાલતાં. પૂ. શ્રી આચાર્ય ભ. પ્રત્યેનો તેમનો પૂર્ણ ભક્તિભાવ અને સાવ હતો. પૂ. શ્રી પ્રતિ તેમને માન હતું અને પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.એ આ.ભ.ની આજ્ઞામાં પોતાનું જીવન સમર્પિત કર્યું. આ સતીરત્નોનાં શીલ, સત્યતા અને પ્રજ્ઞા એવાં ખીલેલાં હતાં કે જેના કારણે આગમનાં ઊંડાં રહસ્યો તેઓ સારી રીતે સમજી શકતાં અને જિજ્ઞાસુ અને મુમુક્ષુઓને સારી રીતે સમજાવી શકતાં. પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.ને અંતઃસ્કુરણા થતી. તેનું સચોટ ઉદાહરણ તે તેમની અંતિમ સાધનામાંથી મળી રહે છે. આ સતીરના છીપાપોળ-ઉપાશ્રયમાં અમદાવાદ ગામે ચાતુર્માસ બિરાજતાં હતાં ત્યારે પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ.ને એક દિવસ મધ્યરાત્રિ બાદ પરોઢિયે એક સપનું આવ્યું. જેમાં તેઓએ વિશાળ સમુદ્રની અંદર ચાવીનો ઝૂડો ફેંક્યો. ઉદય જાગૃત થઈ ગયો અને તેઓ સ્વાધ્યાય, ધ્યાન, આત્મચિંતનમાં લીન બન્યાં. પ્રતિક્રમણ કર્યું પછી સપનાનો વિચાર કરતાં એવા નિર્ણય ઉપર આવ્યાં કે મારા જીવનરૂપી ઝૂડાને અંતિમ આરાધનામાં સાગરમાં નાખીને મૃત્યુમહોત્સવ અથવા પંડિતમરણને પામવાનો મંગલકારી કલ્યાણકારી સુયોગ આવી ગયો છે. (શ્રી ભગવતી સૂત્રમાં સપના વિષે ઉલ્લેખો છે. તેમાં તે જ ભવે કે ત્રીજા ભવે જનારના સુંદર સપનાનું વર્ણન છે.) તે અભ્યાસના આધારે મહાન આત્મા સતીરત્નાએ પૂર્વોક્ત નિર્ણય કર્યો. તેથી પૂ.આ.ભ. પૂ. શ્રી રઘુનાથજી મ.સા.ની આજ્ઞા મેળવી જાવજીવનો સંથારો કર્યો. તે સંથારો બાવન દિવસનો ચાલ્યો હતો અને સમાધિપૂર્વક આત્મમસ્તી માણતાં પાર્થિવ દેહનો ત્યાગ કરી પરલોકની યાત્રાએ તેમનો દિવ્યઆત્મા ચાલ્યો ગયો. આવાં હતાં આપણાં આગમિક, ખમીરવંતાં મૈયા પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. જેઓ સાધનાલશે જીવન જીવી મૃત્યુંજય બન્યાં. વીરાંગના હતાં. જેઓ જૈનશાસનમાં અજોડ, અનુપમ, અદ્વિતિય. અનોખું જીવન જીવી ગયાં. જેમની સ્મૃતિના અંશો આજે પણ વઢવાણ શહેરમાં અમદાવાદમાં છીપાપોળમાં જોવા મળે છે. તેમની સ્મૃતિ અર્થે છીપાપોળ શ્રી સંઘમાં–અમદાવાદમાં આજે પણ દિવાળીબાઈ લાઇબ્રેરી ચાલી રહી છે. પૂ.શ્રી સંતના અનુભવની તેમના શ્રીમુખેથી સાંભળેલી આ વાત છે. તેમજ પૂ.શ્રી આ.ભ. રઘુનાથજી સ્વામીનું જીવન ચરિત્ર-ઈ.સ. ૧૯૨૨માં લખાયેલ પુસ્તકમાંથી મેળવેલા અંશો અહીં આલેખવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. સંયમમાં રતિ, સંસારમાં ઉદાસીનતા હોય તો મુખ ઉપર સમાધિ હોય જ. આવા અણગાર અમારા..... અમારાં અગણ્ય વંદન હો આપને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy