SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ ધન્ય ધરા સ્વાધ્યાય, ધ્યાન અને સંયમમાં દઢ બની વિચરણ કરવા લાગ્યાં. તેઓ સ્પષ્ટવક્તા અને સત્યવક્તા હતાં. કોઈની શેહમાં દબાય એવો એમનો સ્વભાવ ન હતો. સંયમમાર્ગના જબરા સેનાની હતાં. પૂ. શ્રી જલુબાઈ મ.સ.ને સૂરતમાં ઇન્દુબહેન અને મોડાસરમાં શાન્તાબહેન એમ બે શિષ્યાનો થયાં. પૂ. શ્રી સંયમપાલનમાં શૂરવીર હતાં. એક વખત સં. ૨૦૧૫માં સુરતમાં તાપી નદીમાં સખત પૂર આવ્યું. આખા ગામમાં પાણી ભરાઈ ગયાં. પૂ.શ્રી જશુબાઈ મ.સ. આદિ ઠાણાં વ. જે ઉપાશ્રયમાં હતાં ત્યાં પણ ખૂબ પાણી ભરાઈ ગયાં. સીડીનાં પગથિયા સુધી પાણી આવી ગયાં. શ્રાવકોએ તેમના બે માળના મકાનમાં આવી જવા માટે તેમને વિનંતી કરી, કારણ અહીં ઉપાશ્રયમાં એક જ માળ હતો. રાત્રે વધારે પાણી ભરાઈ જાય તો સીડી ડૂબવાનો ભય હતો, પણ પૂ.શ્રીએ સૂર્યાસ્ત પછી તેમને બીજુ મકાન કહ્યું નહીં, વળી સચેત પાણીમાં પગ મૂકાય નહીં તેથી તેઓની વિનંતીને તેમને સ્વીકારી નહીં અને મક્કમ મન કરી પોતાની શિષ્યાઓ સાથે પાટ ઉપર બેસીને શ્રદ્ધાથી સ્વાધ્યાયમાં લીન થયાં અને પછી પાણી ઓસરવા માંડ્યાં. સુરતના ચાતુર્માસ બાદ આગળ વિહાર કરતા તેમને એકાએક હાર્ટએટેકની બિમારી આવી. ફરી સં. ૨૦૧૬માં કઠોર ગામે ચાતુર્માસ પધાર્યા હતાં ત્યારે ફરી બિમારી આવી. શ્રાવણ સુદ ત્રીજના દિવસે પોતાની શિષ્યાઓને ગોચરી વાપરવાનું કહી દીધું. થોડી હિતશિક્ષાઓ આપી. સાંજે છ વાગે ટૂંકી બિમારી ભોગવી સમાધિપૂર્વક, પંડિત મરણે સર્વ જીવોને ખમાવી સ્વયં સંથારો કરી પરલોકે પ્રયાણ કરી ગયાં. એક વટવૃક્ષનો વિસામો જતાં અઢી વર્ષ અને પાંચ વર્ષના દીક્ષાપર્યાયવાળાં તેમનાં શિષ્યાઓને બા.બ્ર. પૂ.શ્રી શારદાબાઈ મ.સ. અને તેમને ગુણીની ખોટ સાલવા દીધી નહીં. આજે પણ તેઓ સંયમપંથે વિચરતા જૈનશાસનની શાન આગળને આગળ બઢાવી રહ્યાં છે. આ છે અણગાર અમારા. મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે, મરે છે માનવી પોતે પણ માનવીનાં કામ આવે છે. જ્ઞાન દીવડી પૂ. શ્રી દિવાળીબાઈ મ.સ. (દરિયાપુરી સંપ્રદાય) પરિચય : નામ : દિવાળીબહેન ગુરુજી : પૂ. શ્રી રઘુનાથજી સ્વામી लोगं च आणाए अभिसमेच्चा अकुओमयं જે સત્યની આજ્ઞામાં હોય છે એને જગતમાં કોઈનો ભય રહેતો નથી અને સર્વથા સનાથ અને નિર્ભય છે. (આરાધના, અર્પણતા કે ભક્તિ એક યા બીજા સ્વરૂપે એક ભાવનાસૂચક જ છે, પરંતુ ભક્તિને નામે કોઈ અનિષ્ટ તત્ત્વ પેસી ન જાય એટલે શ્રી આચારાંગકાર ‘સત્યની આરાધના' કરી વ્યક્તિપૂજા નહીં પણ ગુણપૂજા બતાવે છે). મg સીજે ભવ’—તારો દીવો તું જ થા. પોતાનો દીવો સ્વયં બનો. બુદ્ધ તેમના અંતિમ દિવસે માત્ર ત્રણ શબ્દો બોલ્યા. પ્રકાશ શોધવો હોય તો સ્વયં અંદર ઊતરીને પ્રકાશ શોધવાનો હોય છે. બહાર અજવાળું શોધવા જવાનું નથી. પોતાની ભીતરમાં જ નજર કરવાની છે, તો જ સત્યપ્રકાશ લાધશે. આત્મસાક્ષાત્કાર થશે. પરમતત્ત્વને પામી જીવનનો અર્થ પ્રાપ્ત કરી શકાશે. અંતે પરમ તત્ત્વના પ્રકાશને પામી શકાશે અને જીવન સાર્થક બનશે. એવાં જ હતાં પૂ. શ્રી દિવાળીબાઈ આર્યાજી. તેમના નામ પ્રમાણે તેમનું અંતર જ્ઞાનની તેજસ્વી દીપિકા સમું ઝળહળતું હતું અને સમાજમાં જ્ઞાન અને વ્યાખ્યાનથી દીપોત્સવીની જેમ ઝગમગતાં હતાં, કારણ દીક્ષા અંગીકાર કર્યા બાદ પૂ. શ્રી ગુરુ ભગવંતો અને ગુરુણીમૈયાના પાવન સાનિધ્યમાં રહી આગમના સૂત્રોનો–આગમિક સાહિત્યનો ખૂબ જ ઊંડો અભ્યાસ તેમણે કર્યો હતો. તેઓ ખરેખર સ્થાનકવાસી જૈન શાસનના તેમજ દરિયાપુરી સંપ્રદાયના તેજસ્વી, ઓજસ્વી, પ્રતિભાસંપન્ન, આગમનાં ઊંડા અભ્યાસી, વિશાળ શિષ્યા પરિવારના ધારક સાધ્વીરના હતાં. ચુસ્ત આચારસંહિતાના કડક રીતે પાલનકર્તા અને આગમ પ્રમાણે સાધુ સમાચારીનું પોતે પાલન કરવામાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy