________________
શાશ્વત સૌરભ ભાગ-૨
આ વૈરાગણને વિદ્વાન, વ્યાખ્યાતા કે પંડિત બનવું ન હતું પણ પંડિત મરણે મરવું હતું અને જલદી ભવનો અંત લાવવો હતો. તેઓ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં ખૂબ દૃઢ હતાં. વૈયાવચ્ચની ભાવના ઉચ્ચ હતી અને વૈરાગી બહેનોને ભણાવવાની ઉત્તમ સેવા કરતાં.
દેશમાં ત્રણ ચાતુર્માસ કરી સં. ૨૦૧૮માં તારાબાઈ મ.સ. મુંબઈ પધાર્યાં. ૨૦૨૧માં વિલેપાર્લા ચાતુર્માસમાં તેમને ગર્ભાશયનું કેન્સર થયું, તો પણ તેઓ પ્રસન્નતાપૂર્વક કહેતાં કે આ કેન્સર તો કર્મનું કેન્સર કરવા આવ્યું છે. કર્મ ખપાવવાની ઉત્તમ ઘડી છે. આત્મસાધનામાં રમણતા કરવાની છે. પંડિતમરણે મરવાનો શ્રેષ્ઠ અવસર આવ્યો છે. ટ્રીટમેન્ટથી તેમને સારું થયું પણ સં. ૨૦૨૨માં ઘાટકોપર ચાતુર્માસમાં તેમને માથામાં જોરદાર ઝાટકો આવ્યો ફરી પછી સારું થયું. થોડા સમય પછી ફરીથી માથાનો દુઃખાવો ઊપડ્યો. ડૉક્ટરો આવ્યા. તેમની અદ્ભુત સમતા જોઈ ચાર્જ લીધા વિના પાછા ફર્યા. શ્રી તારાબાઈએ પોતે હવે અઢી દિવસ છે તેવા તેમના તરફથી ગૂઢ સંકેતો આવ્યા કરતાં સમય આવ્યે એમણે ધૂન શરૂ કરી. સતીવૃંદ પાસે ગોચરી વહેલી પતાવડાવી દીધી. મૃત્યુ પછીનાં કપડાં સીવડાવી વહેલાં પહેરીને મૃત્યુને વધાવવાની તૈયારી કરી લીધી. તેમને સંથારાનાં પચ્ચક્ખાણ કરાવવામાં આવ્યાં. તે સમયે તેમના મુખ ઉપર ખૂબ હર્ષની છાયા ફરી વળી. છેવટે ૪૮ વર્ષની ઉંમરે ૮।। વર્ષના દીક્ષાપર્યાય પાળી પંડિતમરણે પ્રસન્નચિત્તે આત્મસાધનામાં લીન થઈને સં. ૨૦૨૩ મહા વદ બીજ ને શનિવારે તા. ૨૫-૨-૭૬ના રોજ સમાધિપૂર્વક તેમનો દિવ્ય આત્મા દિવ્યલોક તરફ પ્રયાણ કરી ગયો. ખંભાત સંપ્રદાયના શરદ મંડળમાંથી એક તેજસ્વી તારાનો અસ્ત થયો.
અપ્પા-ત્તા-વિસત્તાએ નિજનો દોષ ગણી લે!..... સમાધિમાં રહીને પ્રેમે પ્રભુને ભજી લે.
આ છે અણગાર અમારાં....કોટિ કોટિ વંદન અમારાં.
જંજીર હતી જે કર્મોની તે મુક્તિની વરમાળ બની
પૂજ્ય જસુબાઈ મહાસતીજી [ખંભાત સંપ્રદાય] નામ : જસુબહેન. મૂળનામ : જીવીબહેન
માતાપિતા : શ્રી શાંકુબહેન જૂઠાભાઈ. ધ્રાંગધ્રા,
Jain Education International
૧૧૯
૨૫ વર્ષની ઉંમરે વૈધવ્ય
દીક્ષા : સં. ૧૯૯૬-વૈશાખ સુદ છઠ્ઠ, ૧૩-૫-૪૦, સોમવારે. દીક્ષાગુરુ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા., ગુરુણી પૂ. શ્રી પાર્વતીબાઈ
મ.સ.
કાળધર્મ : સં. ૨૦૧૬, શ્રાવણ સુદ ત્રીજ, કઠોર ગામે
“ગુરુ અને વૃદ્ધની સેવા એ મોક્ષ માર્ગ છે. તે સેવા કદી નિષ્ફળ ન જાય. સેવા કરનાર દુઃખી ન થાય. જે શક્તિ પૂજ્યોની સેવામાં વપરાતી નથી તે શક્તિ નથી. શાપ છે.”
આ સંસાર એટલે સુખદુ:ખોના તડકા-છાયા પણ જે આત્મા દુઃખોની ગલીમાં ગૂંચવાતો નથી, મનની મસ્તી ગુમાવતો નથી તે તે દુઃખોના પહાડ વચ્ચેથી પણ સુખનો રાજમાર્ગ શોધી સંયમમાર્ગે પ્રયાણ કરે છે અને આત્માના અનેરા ઐશ્વર્યને પ્રાપ્ત કરે છે. તે આત્માઓ જગતના વંદનીય પૂજનીય બની જાય છે.
તેવા જ અમારાં અણગાર પૂ. જસુબાઈ મહાસતીજીની આ ગૌરવગાથા છે.
તેઓનો જન્મ ધ્રાંગધ્રા શહેરમાં પિતાશ્રી વીરચંદભાઈ જૂઠાભાઈને ખોરડે અને માતા શ્રી શાંકુબહેનને ખોળે થયો હતો. આમ તો પૂ. શ્રી જસુબાઈ મ.સ.નું મૂળ નામ જીવીબહેન હતું. ૨૫ વર્ષની નાની ઉંમરે તેમનું સાણંદ ગામનું સાંસારિક જીવન પત્તાના મહેલની માફક કડડભૂસ થઈ ગયું હતું. પતિની છત્રછાયા ગુમાવી બેઠાં. તેમને એક સુભદ્રા નામે પુત્રી હતી. યોગાનુયોગ આ. શ્રી બા.બ્ર.પૂ. ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા.નું ચાતુર્માસ સાણંદમાં થયું. તેમની પ્રભાવશાળી વાણી, સૌમ્ય પ્રકૃતિ, જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગથી સભર એવા વૈરાગીના સત્સંગથી આકર્ષાઈ તેમનામાં વૈરાગ્યની ભાવનાના અંકુર ફૂટ્યા. બરાબર તે જ અરસામાં ૧૬ વર્ષની નાની ઉંમરમાં જેમણે સંસારને જાણ્યો નથી ત્યાં માણવાની વાત ક્યાં રહી એવાં શારદાબહેન પણ દીક્ષા માટે તૈયાર થયાં અને તેઓની દીક્ષાની ભાવના તીવ્રતમ થતાં પોતાનાં કુટુંબીજનોની જીવીબહેન અને શારદાબહેન આશા મેળવી બંને બહેનપણીએ એક જ દિવસે સં. ૧૯૯૬ના વૈશાખ સુદ ૬ તા. ૧૩-૫-૪૦ના સોમવારે સાણંદ શહેરમાં પૂ. શ્રી ગુરુદેવ રત્નચંદ્રજી મ.સા. અને પૂ.શ્રી પાર્વતીબાઈ મ.સ. પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરી. જીવીબહેનનું મંગલ નામ પૂ. શ્રી જસુબાઈ રાખવામાં આવ્યું. મહાભિનિષ્ક્રમણ બાદ શાસ્ત્રનું વાચન, મનન, પઠન,
For Private & Personal Use Only
www.jainelibrary.org