SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ધન્ય ધરા પ્રમાણે ગયાં. તે સમયે તેઓશ્રીની ઉંમર ૭૮ વર્ષની હતી. સંયમપર્યાય ૫૯ વર્ષનો હતો તેઓશ્રી વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને સંયમપર્યાયે અનુભવવૃદ્ધ હતાં. તેમના ઉપદેશ : (૧) વિરોધીઓને ક્ષમા આપવી, તેમની પ્રત્યે ખાર કે ખુન્નસથી વર્તવું નહીં. (૨) આપણે કરેલા નાના- મોટા ઉપકારને ભૂલી જવા. (૩) મૃત્યુ નિશ્ચિત છે તો જીવન સુધારીને જ નવો જન્મ સુધારી શકાય છે. (૪) કોઈ વ્યક્તિ તમારું કશું બગાડી શકતી નથી. પોતાનાં જ શુભ-અશુભ કર્મથી બગડે છે કે સુધરે છે માટે જે જેવું કરે તેવું જ પામે. આ છે અણગાર અમારા.......આપને અમારાં અગણિત વંદન હો! આપત્તિઓ બની ઉપહાર પૂ. તારાબાઈ મહાસતીજી [ખંભાત સંપ્રદાય નામ : તારાબહેન. માતા : શ્રી સમરતબહેન ઉગરચંદભાઈ. જન્મ : ઈ.સ. ૧૯૧૯. લગ્ન : ૧૪ વર્ષની ઉંમરે. ૨૬ વર્ષની ઉંમરે વૈધવ્ય. દીક્ષા : સં. ૨૦૧૪ અષાઢ, સુદ બીજ. કાળધર્મ : વિ.સં. ૨૦૨૩, ઈ.સ. ૨૫-૨-૭૬, મહાવદ બીજ. દુઃખ ભોગવીને સુખી થવાનો કીમિયો એટલે સંયમ. વૈરાગ્ય જ્ઞાનગર્ભિત પણ હોઈ શકે અને દુઃખગર્ભિત પણ હોઈ શકે. ઘણાં ઉદાહરણો એવાં હોય છે કે પૂ. આર્યાજીઓ મોક્ષના લક્ષ અર્થે ભવોભવ જોગિણી બનતાં હોય છે. જ્ઞાનનો દીવડો સાથે લઈને ફરતાં હોય છે. ઘણી વ્યક્તિઓના જીવનમાં દુઃખો એવાં આવે છે કે તે તેમના વૈરાગ્ય લેવા માટે નિમિત્ત બની જાય છે અને આત્માનંદની મહેફિલ માણવા સમ્યકજ્ઞાન- દર્શનનો અમૂલ્ય એવો મોતીનો ચારો ચરવા મહાવીર માર્ગના માનસરોવરને વાટે સંયમજીવનને પંથે વિચરણ કરવા નીકળી પડે હતો. ૧૪ વર્ષની ઉંમરે તેઓ કેશવલાલ મૂળચંદ શાહ સાથે લગ્નગ્રંથિથી જોડાયેલાં હતાં. વૈભવી સુખોથી છલકાતાં તારાબહેનના સંસારી જીવનમાં ૨૬ વર્ષની નાની ઉંમરે વૈધવ્યનું દુઃખ તેમના જીવનના ઉંબરે આવીને ઊભું રહ્યું. ચાર પુત્રો સાથે સંસારની બધી જવાબદારી તેમને શિરે આવી. તેમનું રુદન અટકતું ન હતું. તેમને શાંત કરવા સાંત્વન આપતાં પડોશીઓના સૂચનથી શાંતિ મેળવવા પૂ. શ્રી શારદાબાઈનું વ્યાખ્યાન સાંભળવા દોલતખાનાના ઉપાશ્રયે તારાબહેન રોજ જતાં થઈ ગયાં. રંક હોય કે રાય કર્મો કોઈને છોડતાં નથી તે ભોગવવાં જ પડે છે. તેવી વાતો વ્યાખ્યાનમાં સાંભળતાં કર્મના સ્વરૂપને સમજતાં પોતાના આત્મામાં તેઓ ઠરવા માંડ્યાં અને ચાતુર્માસના ચાર મહિનામાં પૂ. શ્રી શારદાબાઈનાં વ્યાખ્યાને તેમને વૈરાગ્યના રંગમાં ભીંજવી દીધાં પણ......તારાબહેન, ૧૨ વર્ષ સુધી પોતાનાં બાળકોમાં સંસ્કારસિંચન કરવા, ભણાવવા, લગ્ન કરવા, આવનારી પુત્રવધૂમાં સંસ્કારનું સિંચનઘડતર કરી ફરજ અદા કરી અને સંસારને અલવિદા ન આપી શક્યાં, પણ સાથે સાથે તપ, ત્યાગ અને ધ્યાનની મસ્તી સાથે સંસારમાં અનાસક્ત ભાવે રહ્યાં. પૂ. મહાસતીજીની વૈયાવચ્ચ કરવા દોડતાં અને વૈરાગી જીવન તો જીવતાં જ તેઓ સમજી ગયાં હતાં કે મથતાં કે મંથન કરતાં પણ વહાલાં કે વૈભવ ને જાળવતાં પણ તે પોતાના જ રહેશે જ તેવું નથી. આમંત્રણ આપીને આવ્યો............સ્વીકાર કરી લે. નિર્જરાનો મોકો મળ્યો......નિર્જરા કરી લે..... કર્મ ઉદયમાં આવે ત્યારે હસતાં હસતાં સહી લે...... સમજી લે....... “જગતનાં બધાં સુખોમાં સૌથી ઊંચુ સુખ હોય તો તે દુ:ખ ભોગવી શકવાનું સુખ છે.” તારાબહેને સંસાર પ્રત્યેની પોતાની ફરજો નિભાવી. હવે તે પૂરી થતાં તેઓ વૈરાગ્યમાર્ગે જવા ઉતાવળાં થયાં. પુત્રો તેમની સેવા કરવા માગતા હતા. રજા મળતી ન હતી. અંતે તેમણે ચૌવિહાર ઉપવાસ શરૂ કર્યા અને દીક્ષાની રજા મેળવી. દીક્ષાનું મુહૂર્ત પોતાને જોવું ન હતું. સાદાઈથી દીક્ષા ગ્રહણ કરી પણ એક બાજુ દીક્ષા હતી તો બીજી બાજુ તેમની કસોટી હતી. બાળકો બેભાન જ બની જતાં હતાં. તેમનું રુદન હૃદયદ્રાવક હતું સંતાનોનો મોહ છોડવો મુશ્કેલ હતો. તે છોડીને તેમણે સાબરમતીમાં સં. ૨૦૧૪-અષાઢ સુદ બીજના દિવસે દીક્ષા અંગીકાર કરી. છે. એવાં જ એક પૂ. આર્યાજી તારાબહેનનો જન્મ ઈ.સ. ૧૯૧૯માં અમદાવાદ મુકામે લુણસાવાડ મોટીપોળમાં પિતાશ્રી ઉગરચંદભાઈના કુળમાં અને માતા શ્રી સમરતબહેનની કૂખે થયો Jain Education Intemational Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy