SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૧૦ શ્રી નાથીબાઈ મ.સ. અને અવિસ્મરણીય એવા પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ. સાહેબના સત્સંગના ત્રિભેટેની ભેટ લઈને ઊભેલાં નાનકડાં જસીબહેન વૈરાગ્યના રંગે એવાં રંગાયાં જાણે લાગ્યો એવો મજીઠિયો રંગ જે કેમ કરી ન જાય! જસીબહેનનાં મનમાં વૈરાગ્ય-ભાવના એવી દઢ થઈ ગઈ કે તેમના ઘરમાં કોઈને પણ પૂછડ્યા-જણાવ્યા વિના શાળામાંથી પોતાનું નામ કમી કરાવી આવ્યાં. તેમના નિર્ણયમાં સત્ય અને સત્ત્વ જણાતાં ઘરમાંથી કોઈએ તે વાતનો વિરોધ ન કરતાં તેને સ્વાભાવિક રીતે સ્વીકારી લીધી. શાળામાંથી નામ કમી કરાવી જૈનશાળામાં નામ નોંધાવી આવ્યાં. પૂ. શ્રી ભાતૃચંદ્રજી મ. સા. પૂ. શ્રી નાથીબાઈ મ.સ. અને જસીબહેનનાં માતાપિતાએ જસીબહેનના વૈરાગ્યના રંગને ખૂબ કસ્યો, આકરી કસોટીએ ચડાવ્યો પણ જસીબહેનનું હીર ક્યાંય ઝંખવાયું નહીં. તેમાંથી સફળતાપૂર્વક પાર ઊતર્યા. સં. ૧૯૯૫ની સાલમાં મહા સુદ પાંચમ ને બુધવારના રોજ અમદાવાદ મુકામે છીપાપોળથી તેમની મહાભિનિષ્ક્રમણની યાત્રા નીકળી. નાની ઉંમરમાં દીક્ષા અંગીકાર કરી ગુરુ-ગુણીની આજ્ઞામાં, સેવા-વૈયાવચ્ચ અને જ્ઞાનધ્યાનમાં સમાઈ ગયાં. અગિયાર સિદ્ધાંતો, સો થોકડા, સઝાયો, કથાઓ વાર્તાઓ તેમણે કંઠસ્થ કરી લીધાં. પૂ. શ્રી નાથીબાઈ મ.સ.ની સેવામાં એકધારા ૧૪ વર્ષ સુધી શાહપુરમાં તેમણે સ્થિરવાસ કર્યો. પૂ. શ્રી નાથીબાઈ મ.સ. કાળધર્મ પામ્યા પછી સં. ૨૦૩૩ ભાદરવા વદ ૧૧ને દિવસે પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.એ સતત ૨૦ વર્ષ સુધી ગુજરાતનાં જુદાં જુદાં સ્થળોએ વિચરણ કર્યું. જ્ઞાનીને માટે વધુ જ્ઞાન મેળવવા માટે જ્ઞાનના સીમાડા સંકુચિત નથી હોતા. પોતે એવા જ્ઞાનપિપાસુ આત્મા હતાં કે જ્યાંથી જ્ઞાનનો પ્રકાશ લાધતો ત્યાંથી તે પૂરતાં આદર સહિત મેળવી લેવાનો પ્રયાસ કરતાં પણ તેમાં કચાશ ન રાખતાં. તેમના જીવનમાં આવતા પરિષદો અને ઉપસર્ગોને ઉમંગભેર વધાવતાં, સ્વીકારતાં, ભેટતાં પણ તેમાંથી પાછા ન પડતાં. તેઓ વડોદરા ભણી વિહાર કરી રહ્યા હતાં ત્યારે જ તેમના શરીરના સ્વાગ્યે તેમને સાથ આપવાનું છોડ્યું હતું, તે વિહાર સમયે આકાશ સ્વચ્છ અને નિર્મળ હતું, પણ પદમણા પહોંચતાં જ વરસાદ તૂટી પડ્યો. ધરતી અને આકાશ જાણે એક થઈ ગયાં, બધે જ પાણી ભરાઈ ગયાં હતાં. વિશ્રામ કરવા માટે કોઈ સ્થળ દેખાતું ન હતું. છેવટે સર્વે પૂ. સાધ્વીજીઓ પૂ. જસવંતીબાઈ મ.સ.ના મક્કમ નિર્ધાર સાથે એક બીજાના હાથના અંકોડાઓ ભેરવી છાણી સુધી વિહાર કર્યો. પોતે તર્યા અને બીજાને તાર્યા. વડોદરા પહોંચતાં પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.ની તબિયત વધુ ખરાબ થતી ગઈ. ખોરાક લેવાતો બંધ થયો. તેમની અનિચ્છા સામે લૂકોઝની બોટલ ચડાવવામાં આવી, પરંતુ સંવત્સરીના ઉપવાસ અને લોચ સમયે પોતે હિંમત હાર્યા ત્યારે લોચ માટે પ્રવીણાબહેન સી. શાહને બોલાવ્યાં. જાણે માતાનો મમતાળું હાથ ફરતો હોય તેમ તેમણે લોચ કરી આપ્યો. પૂ. શ્રી ખૂબ ખુશ થયાં અને તેમની ઉપર ઉરની આશિષો વરસાવી. છેવટે પૂ. શ્રી મોટા ગુરુદેવની હિંમત અને આજ્ઞાઓ આપતી ચિટ્ટીએ તેમનામાં પ્રાણ પૂર્યા. દિવસે દિવસે તેમની તબિયત વધુ ખરાબ થતી ગઈ, પણ તેમનું અંતર અને તેમની આંખો પૂ. શ્રી ગુરુજીનાં દર્શન માટે તલસતી હતી. તે સમાચાર સાંભળી પૂ. શ્રી ગુરુદેવ ઉગ્ર વિહાર કરી વડોદરા આવ્યા. તેમને પ્રાપ્ત થયેલા બીજા સંકેત અનુસાર પૂ. શ્રી જસવંતીબાઈ મ.સ.ની ઇચ્છા અમદાવાદ જવાની હતી તો પૂ. શ્રીને શાતા રહે તે માટે લારીમાં સૂતાં સૂતાં લઈ જઈ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. ત્યાં લારી ચલાવનાર બહેનના હાથમાંથી લારી છૂટી ગઈ અને મહીસાગરની કોતરોમાં જઈ ખાબકી. જેને હજારહાથવાળો બચાવવાવાળો બેઠો હોય ત્યાં કશું ન થાય. જીવનદાન મળી જાય. હજારો કાંટાઓની વચમાં પડેલા પૂ. શ્રીને શ્રી મોહનભાઈ તે કોતરમાં કૂદીને પૂ. શ્રીને પકડીને બહાર લઈ આવ્યા. અસંખ્ય કાંટાઓની વેદના અને ઉઝરડાના ઉપસર્ગો સામે તેઓએ સમતાભાવે ઊભાં રહી ધર્મની ગરવી ગરિમાને ઝળકાવી. છેવટે શાહપુર પહોંચ્યાં. ઓલવાતો દીપક વધુ પ્રકાશિત થતો હતો. પૂ. શ્રીની તબિયત ક્યારેક સારી લાગતી, પણ બધું છેતરામણું હતું. ત્રણ-ચાર ડિગ્રી તાવ હોવા છતાં સમતાભાવે સહન કરી જડ-ચેતનનાં ભેદજ્ઞાન સાથે પોતે સભાન અવસ્થામાં . મૌન રહી આત્મધ્યાનમાં લીન બની ગયાં. પોતાને જીવલેણ રોગ ટી.બી. થયો હતો, અલ્સર દેખાયું, ખોરાક બંધ થયો હતો, ઊલટીઓ થતી તે બધું જ પોતાને ખબર હોવા છતાં વેદનાને વહાલથી ભેટતાં પોતે જિંદગી જીવી ગયાં, વેદનાને વહાલથી જીરવી ગયાં અને મૃત્યુને જીતી ગયાં. સં. ૨૦૫૩ના જેઠ સુદ અગિયારસ, ૮-૩૫ મિનિટે સોમવાર તા. ૧૬-૬-૯૭ના રોજ પાર્થિવ દેહ છોડી અંતિમ Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy