SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ બોટાદ શહેરમાં સગુણોથી શોભતા એવા પિતાશ્રી ગાંડાલાલ જસરાજભાઈ શાહ તથા માતાશ્રી કસ્તુરીબહેનની કૂખે પુણ્યવાન આત્મા એવાં પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ.નું અવતરણ વિ.સં. ૧૯૯૮ના પોષ સુદ એકમને દિવસે થયું હતું. ગર્ભ-ભૂગર્ભ એક ઉત્તમ શિક્ષણશાળા. સતી મદાલસાએ ગર્ભમાં રહેલા દરેક એમ છયે બાળકને સંસ્કાર દ્વારા સાધુ બનાવ્યાં હતાં. તેમ પરમાત્માની ભક્તિ દ્વારા માતા કસ્તુરીબહેન મહાન પુરુષના જીવનચરિત્રનું શ્રવણ, વાચન કરી ગર્ભશાળામાં પોતાના બાળકમાં સંસ્કારો સીંચી રહ્યાં હતાં. શુભ દિવસે તેમનું નામ મંજુલા રાખવામાં આવ્યું. શાળા અને જૈનશાળાનો ઉત્સાહથી અભ્યાસ કર્યો, પણ ધીમે ધીમે શાળાના અભ્યાસ તરફથી જૈનશાળાના અભ્યાસ તરફ તેમનું લક્ષ વધુ ઝૂકવા લાગ્યું. તેમણે વર્ષીતપની આરાધના શરૂ કરી. તેમનાં પગલાં નિશ્ચિત થયેલી મંઝિલ તરફ આગળ વધી રહ્યાં હતાં. ત્યાં એકાએક તેમના પૂ. પિતાશ્રીનું દુઃખદ અવસાન થયું. વર્ષીતપનું પારણું સાદાઈથી ઊજવ્યું અને પિતાશ્રીનું મૃત્યુ, સગી નાની બહેનનું વૈધવ્ય અને યુવાનવયની ભાભીનો આઠ મહિનાની નાની બાલિકાને છોડીને સ્વર્ગવાસ–આ નિમિત્તો તેમના અંતરાત્માને જગાડી ગયા. તેમની સુષુપ્ત ચેતનાને ઔર જાગૃત કરે એવા પૂ. શ્રી નવીનચંદ્રજી મ. સા. અને પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા. ત્યાં બોટાદ પધાર્યા. તેમણે હીરપારખું નજરે મંજુલાબહેનને ઓળખી કાઢ્યાં. વૈરાગ્યના રંગે રંગાતાં જતાં મંજુલાબહેનને એક કુશળ શિલ્પી મળી ગયાં. તે હતાં પૂ. રંભાબાઈ મ.સ. બોટાદ સંપ્રદાયમાં ચતર્થ સાધ્વીતીર્થની ઇમારતમાં પાયાની હટ બનવા શ્રી મંજુલાબહેન આદિ તૈયાર છે જાણી તેમનું ઘડતર કરવાં લાગ્યાં.. પૂ. શ્રી ચંપાબહેન-મંજુલાબહેનને સૌથી પ્રથમ સંયમની ભાવના થઈ હોવા છતાં સવિતાબહેનને મોટીબહેન તરીકેનું સ્થાન આપવામાં આવ્યું અને સરોજબહેનને નાની બહેન બનાવી. અંતમાં પૂ. શ્રી રંભાબાઈ મ.સ.ના સાનિધ્યમાં સં. ૨૦૧૭ વૈશાખ વદ ૭ ને રવિવારે તેઓએ ચારેય આત્માઓએ મહાભિનિષ્ક્રમણ કર્યું. બોટાદ સંપ્રદાયમાં એ દિવસે ચોથા તીર્થની સ્થાપના થઈ. સંયમી આત્મા સંયમજીવનની મસ્તી માણતાં જુદે જુદે સ્થળે વિચરી રહ્યા હતા. ત્યાં સં. ૨૦૨૬માં તેમને એકાએક ધન્ય ધરા ગેસ-ટ્રબલ વધી ગઈ. દર્દનું જોર વધતું જતું હતું. ડૉક્ટરોના ઉપચાર નાકામિયાબ નીવડતા હતા. નામરજી છતાં પૂ. શ્રીને બોટાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. ત્યાં પણ દર્દી જોર પકડ્યું. જીવનદીપ બુઝાવવાની તૈયારી કરતો હતો. પૂ. સતીજીઓએ સંથારો કરાવ્યો. જાપ વગેરે ચાલુ થયા અને ૨૭ વર્ષની ભરયુવાનીમાં તેમનો આત્મા પરલોકે સિધાવી ગયો. પૂ. શ્રીને કારણે તેમના નાના ભાભી, જેમનું અવસાન થયેલ તેમની પુત્રી નાની હતી તે સમજણી થતાં તેને વૈરાગ્યના ભાવ થવા માંડેલા. પૂ. ફેબશ્રી અચાનક જતાં રહેતાં તે દીકરી જયોત્સનાબહેન અને તેમની બાળસખી સરોજબહેન બંનેએ સાથે પૂ. શ્રી સરોજબાઈ મ.સ. પાસે સંયમ અંગીકાર કર્યો. દીપથી દીપ પ્રગટ્યા. આગમ ગીતા દિવ્ય વિચારોનું સ્તોત્ર છે. જીવન સંજીવની દેવાનું કાર્ય કરે છે. કર્તવ્યથી ભાગવાનું નથી, જાગવાનું છે. નિજત્વરૂપને ઓળખવાનું છે. વિષાદથી પ્રસાદ, નિરાશામાંથી પ્રસન્નતા તરફનો અમૃતમય માર્ગ બતાવે છે. એવા છે અણગાર અમારા. અમારાં કોટિ કોટિ વંદન હજો. સત્સંગને રંગે બા. બ્ર. પૂ. શ્રી જસવંતીબાઈ મહાસતીજી [દરિયાપુરી સંપ્રદાય નામ : જસવંતીબહેન (જશીબહેન). માતાપિતા : શિવાબહેન. પિતાશ્રી : શ્રી મણિલાલ છગનલાલ સંઘવી. જન્મ : સં. ૧૯૭૮-આસો વદ નોમ. જન્મસ્થળ : સુરત દીક્ષા : સં. ૧૯૯૫. મહા સુદ પાંચમના રોજ, બુધવાર. | 'સ્થળ : અમદાવાદ, છીપાપોળ. ધાર્મિક અભ્યાસ : સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું જ્ઞાન, આગમની વાંચણી, ૧૧ સિદ્ધાંતો અને સો થોકડા ઉપરાંત ઘણી બધી સક્ઝાયો, કથાઓ અને વાર્તાઓ મોઢે કર્યાં હતાં. વૈરાગી વિરમે નહીં, કરીએ ક્રોડ ઉપાય, લાગ્યો રંગ મજીઠિયો, કેમે કરી ન જાય.” ત્રિભેટે : એક બાજુ માતાપિતાનું સંસ્કારસિંચન, બીજી બાજુ પોતાના પૂર્વના સંસ્કાર અને ત્રીજી બાજુ તીર્થસ્વરૂપ પૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy