SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્વેત પુષ્પ પૂ. શ્રી શ્વેતાબાઈ મ.સ. (ખંભાત સંપ્રદાય) નામ : સંસારી નામ હર્ષાબહેન વહાલસોયું નામ : બકુસાહેબ. પૂ. શ્રી શ્વેતાજી મ.સ. (મૂળ સુદામડા-ઝાલાવાડનાં વતની) માતાપિતાનું નામ : શ્રી ધીરજબહેન શાંતિલાલ મૂળજીભાઈ ગાંધી જન્મ : ૧૮-૮-૫૫ની સાલ. શ્રાવણ વદ ૧૩ (અઠ્ઠાઈ વેર), ઊંઝાની ધરતીને પાવન કરી. દીક્ષાદાતા : પૂ.શ્રી આ.ભ. શ્રી કાંતિઋષિજી મ.સા.ના શિષ્ય વર્તમાન આ. શ્રી બા.બ્ર. પૂ.શ્રી અરવિંદમુનિજીએ દીક્ષાપાઠ ભણાવેલ. કાળધર્મ : સં. ૨૦૬૨-ચૈત્ર સુદ દસમ, શનિવારે તા. ૮-૪૦૬ના સાંજે ૬=૩૦ કલાકે, ૫૧ વર્ષની ઉંમર. ૨૩ વર્ષનો પર્યાય. समावयंता वयणाभिधाया, अन्नंगया दुम्मणिअं जणति । धम्मुति किच्छा परमग्गसूरे, जिदिंयिण जो सहइ स पुजो ।। ૮ દસવૈકાલિકજી. કઠોર વચનના પ્રહારો કાને સાંભળવામાં આવતાં જ ચિત્તમાં કોઈ વિચિત્ર પ્રકારનો વિકાર કે જેને વૈમનસ્ય કહેવામાં આવે છે તેવું ઉત્પન્ન કરી દે છે, પરંતુ તેવાં કઠોર વચનોને પણ જે મોક્ષમાર્ગનો શૂરવીર અને જિતેન્દ્રિય પથિક સહિષ્ણુતાને પોતાનો ધર્મ માની સમભાવપૂર્વક સહન કરે છે, તે જ ખરેખર પૂજ્ય છે. ક્ષમા એ વીરનું ભૂષણ છે. શસ્ત્રોના ઘા શિર ઉપર ઝીલી લેનારા અને સામે પ્રહાર કરનારા લાખો શૂરવીરો મળી શકે, પ્રતિક્રિયા કર્યા વિના દેહ-દુઃખ સહન કરનારા સાધકો પણ મળી શકે, પરંતુ ગુના વિના શબ્દની બાણવર્ષા થતી હોય તેને પ્રેમપૂર્વક ઝીલી લેનારા તો વિરલ જ હોય છે. દસ વૈ. ૮. એવા પૂર્વ ભવોના પુણ્ય પ્રકર્ષે સુસંસ્કારોને સાથે લઈને જન્મેલી દીકરી ને એવા ઉત્તમ ગુરુ પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નાં સુશિષ્યા ગુરુણીમૈયા બા.બ્ર. વિદુષી પૂ. શ્રી શારદાબાઈ મ.સ. તેમના વિશાળ શિષ્યા-પરિવાર સાથે વિરમગામ પધાર્યાં અને તેમના સમાગમમાં આવતા આ દીકરીને વૈરાગ્યની ભાવના Jain Education International ધન્ય ધરા પ્રદીપ્ત થઈ. તે દીકરી વૈરાગી બની અને શરદબાગમાં એક ઓર પુષ્પ મહેંકતું ઉમેરાયું. એક ભૂમિ ઉપર જન્મેલું ફૂલ બીજી શુભ ભૂમિ ઉપર ખીલ્યું, ફૂલ્યું અને ફોરમ પ્રસરાવતું થયું. એવી એ દીકરી હર્ષાનો જન્મ સુદામડા (ઝાલાવાડ)ના વતની પિતાશ્રી શાંતિલાલ મૂળજીભાઈ ગાંધીને ખોરડે અને માતા શ્રી ધીરજબહેનને ખોળે ઊંઝામાં ૧૮-૮-૫૫ની સાલમાં શ્રાવણ વદ તેરસ (અઠ્ઠાઈધર)ના પવિત્ર દિવસે થયો. પૂર્વભવના પ્રવ્રજ્યાના ઉત્તમ ભાવોનું ઉત્તમ નઝરાણું સાથે લઈને પૃથ્વીના પ્રાંગણમાં પવિત્ર દિવસે જ તેનું અવતરણ થયું. દીકરી હર્ષાનું બીજું વહાલસોયું નામ હતું બકુબહેન. સોનામાં સુગંધ ભળે તેમ આ બાલિકાના સંસ્કારને વધુ ઉદ્દિપ્ત કરનાર એવાં તેનાં પૂ. દાદી હીરાબાએ ગળથૂથીમાંથી વધુ સંસ્કાર રેડ્યા અને તેને સંયમ માર્ગ તરફ જવા પ્રેરિત કરી. જ્યારે તેમના પૂ.શ્રી પિતાજી આ કન્યારત્નના કન્યાદાનની નહીં પણ જૈન શાસનને દાન કરવાની ઇચ્છા ધરાવતા હતાં. તેથી દીકરીને દેહ અને આત્માનું ભેદ વિજ્ઞાન સમજાવતા અને સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા સંયમપંથને ઉજાળનાર એક શ્રેષ્ઠ સાધ્વીરત્ના બને તેવી અભિલાષા સેવતા. પોતે સંસારમાં પડ્યા, પણ તેની અસારતાના અનુભવોને કારણે દીકરી સંસાર તરફ વળે તેવી તેમની ઇચ્છા ન હતી. બુદ્ધિની તીવ્રતા અને રૂપ–ગુણોથી શોભતાં હોવાથી હર્ષાબહેનના પિતાશ્રી તેમને હુલામણા નામે બકુસાહેબ' કહીને બોલાવતા. બકુબહેને શાળામાં એસ.એસ.સી. ધોરણ પાસ કરી તેની સમાંતર રીતે જૈનશાળાનું જ્ઞાન પણ મેળવ્યું. સંવાદો ભજવતાં પણ વૈરાગીઓનાં પાત્રોને જ મહત્ત્વ આપતાં. વીજળીનો એક પ્રકાશિત ચમકારો જેમે યુગો સુધી પ્રકાશ પાથરી જાય તેમ ખંભાત સંપ્રદાયના પૂ. શ્રી ધુરંધર એવાં બા. બ્ર. વિદુષી શારદાબાઈ મ.સ. તેમના વિશાળ શિષ્યાપરિવાર સાથે વિરમગામ પધાર્યાં. બસ પછી પૂછવું જ શું પાણીને ઢાળ મળ્યો અને રેલો વેગવંતો બન્યો તેમ તેમના સમાગમમાં આવતાં હર્ષાબહેને સાત સિદ્ધાંત કંઠસ્થ કરી લીધા. તેમનાં મોટીબહેન શ્રી પ્રફુલ્લાબહેનની દીક્ષા માલાડ મુકામે થઈ અને તેમણે પૂ. પિતાશ્રી પાસે દીક્ષા માટે અનુજ્ઞા માંગી. આ સેવાભાવી દીકરી વડીલોની સેવા કરતી ગઈ અને ધાર્મિક અભ્યાસ કરતી ગઈ. અંતે તેના પિતાના ઘર-આંગણે તેમને તથા નલિનીબહેનને દીક્ષા આપવાનું નક્કી થયું. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy