SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૧૩ ક્ષાત્રતેજ પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ. [ગોંડલ સંપ્રદાય નામ : ધનકુંવરબહેન. માતાપિતા : શ્રી રતનબાઈ પરબતભાઈ જાડેજા. જન્મ : વિ. સં. ૧૯૭૦, શ્રાવણ સુદ સાતમ. સોમવાર જન્મસ્થળ : ચેલા ગામ (હાલાર પ્રાંત) દીક્ષા : વૈશાખ વદ છઠ રવિવાર. દીક્ષાગુરુ : બા બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. ચેલા ગામે, ગુરુણી : પૂ. શ્રી મોંધીબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : શાસ્ત્રો, થોકડા, ગ્રંથો, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, છંદશાસ્ત્ર, જ્યોતિષ, લક્ષણ, સામુદ્રિક સ્વપ્નાંઓ તથા તેના ફળફળાદિનું જ્ઞાન, વૈદિક શાસ્ત્ર વ.નું જ્ઞાન મેળવી લીધું. શાસ્ત્રીય સંગીત કલા : દીપક, મલ્હાર, માલકોષ રાગ શીખ્યાં. અને ધર્મોનું જ્ઞાન મેળવી જૈનધર્મની સાથે સરખામણી કરી. જૈનદર્શનમાં પોતાની શ્રદ્ધા દેઢીભૂત કરી. સાધના : સાધનાને કારણે વચનલબ્ધિ અને સિદ્ધિ પ્રાપ્ત થઈ. કાળધર્મ : વિ.સં. ૨૦૪૯, ઈ.સ. પ-૯-૯૭, પ્રથમ ભાદરવા વદ પાંચમ, રવિવારે વહેલી સવારે ૩-૪૫ કલાકે. ઊગતાવેંત બાળ સૂરજ પ્રકાશમય પગલાં પાડે છે અને સારીયે ધરતીને પ્રકાશથી ઝળહળતી કરે છે. તેવી જ, ધરતી ઉપરના કોઈક એક આત્માની નાની નાની પગલીઓ જ એવી પડી કે તેમના જન્મની ઉજવણી ઉત્તમ કાર્યોથી ઊજવાઈ. જે ક્ષત્રિયકુળમાં દીકરીના જન્મની સાથે જ તેને દૂધપીતી કરવામાં આવે છે તે કુળમાં પુત્રી જન્મ થયો અને તેનો જન્મ પુત્રજન્મની માફક ઊજવાયો. જ્ઞાતિભોજન કરવામાં આવ્યું. ગરીબોને દાન અપાયું. ખેતમજૂરોને પુરસ્કાર આપવામાં આવ્યો સાથે તેમને કામમાંથી એક દિવસની છુટ્ટી આપવામાં આવી. જીવોને અભયદાન આપવામાં આવ્યું. નાનાં ભૂલકાંઓને ખુશ કરવામાં આવ્યાં. એવો ઉત્તમ આત્મા ધનકુંવરબહેનનો જન્મ જાડેજા વંશમાં–છેલ્લા વાસુદેવ શ્રીકૃષ્ણના વંશમાં થયો હતો, જે ક્ષત્રિય પરંપરાના ગણાતા. હાલાર પ્રાંતના ખોબા સમ એવા નાનકડા ચેલા ગામમાં પરબતભાઈ પિતા અને રત્નકુક્ષિણી એવા રતનબાઈ માતાને ખોળે વીર સં. ૧૯૭૦ શ્રાવણ સુદ સાતમ સોમવારના શુભ દિવસે થયો હતો. તેમના જીવનમાં બાળપણથી ખુમારી, હૈયામાં હિંમત અને દિલમાં દયા હતી. વાણીમાં વિરાટતાનાં દર્શન થતાં. વદન પર વૈરાગ્યની લાલિમા ચમકતી. કદમકદમ પર કલ્યાણની કામના અને આત્મામાં પરમાત્માની લગન છલકાતી. શાળામાં જતાં ચોથે દિવસે એમના ગાલ ઉપર શિક્ષકનો તમાચો પડતાં શાળા છોડી એ છોડી પછી ફરી પગ ન મૂક્યો. સમય જતાં તેમની વાણીમાં વિરક્તતા અને આચારમાં અનુકંપા આવતી ગઈ. એ સંયમ લેશે એવી જ સંતવાણીની ભવિષ્યવાણી હતી અને એ સાચી પડશે તો! એ બીકે બાર વર્ષની ઉંમરે તેને માતાપિતાએ સાસરે વળાવી દીધી, પણ તેણે બ્રહ્મચર્યનું પાલન કર્યું અને લગ્નને પાંચમે દિવસે પિયર પાછી આવી. ત્યાં જીવનના પથ ઉપર પગલી માંડતાં જૈનધર્મી પૂરીબહેનનો તેમને સંગાથ સાંપડ્યો તેનાથી ધનબહેન પ્રભાવિત થવા માંડ્યાં. વળી આત્માનું ઉપાદાન જાગે છે ત્યારે નિમિત્ત સામે ચાલીને આવે છે. તેને કોણ રોકી શકે છે? ગોંડલ સંપ્રદાયનાં સર્વશ્રી પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ., મણિબાઈ, સંતોકબાઈ, હિરુબાઈ, માનકુંવરબાઈ મ.સ. એ પાંચ મ.સ.ઓએ ચેલાગામની ધરતીને ચાતુર્માસ અર્થે પાવન કર્યું. તેમનાં વ્યાખ્યાન અને દર્શનાર્થે ધનબહેન રોજ ઉપાશ્રય જતાં થયાં અને જેમ જેમ સંતવાણી તેમના હૃદયને સ્પર્શતી ગઈ તેમ તેમ દીક્ષા લેવાના ભાવો થતા ગયા અને દેઢ થતા ગયા પૂ. સતીજીઓએ કસોટી કરી અને તેમાંથી પાર ઊતર્યા. सुई च लदधुं सदधं च वीरीयं पुण दुललहं । ધર્મશ્રવણ અને ધર્મશ્રદ્ધા મેળવ્યાં છતાં ધર્મમાં પરાક્રમ કરવું અત્યંત દુર્લભ છે. પણ હજી કસોટીઓ બાકી હતી. ધનબહેન જો જૈનધર્મમાં દીક્ષા લેશે તો પરબતભાઈને નાતબહાર મૂકીશું તેવી જ્ઞાતિજનોએ ધમકી આપી, તેથી કરીને પિતાએ પણ તેમને સાસરે સમાચાર મોકલ્યા કે તમે ધનને આણું તેડી જાવ, એટલે હવે શ્વસુરપક્ષને જાણ થતાં તેમના તરફથી અંતરાયો વધવા માંડ્યા. સૂરા અને સુંદરીમાં ચકચૂર રહેતા એવા ક્ષત્રિયના For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy