SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પંજામાંથી છૂટવું તે સિંહનાં પંજામાંથી છૂટવા બરાબર હતું, પણ ધનબહેન તેમના વિચારોમાં અડીખમ હતા. તેથી તેમાંથી છટકવા તેમણે ગામની બહાર આવેલા એક કૂવાની બખોલમાં છુપાઈ ગયા. ચોમેર તપાસ કરતાં તેમના વડીલ બંધુ રામસંગભાઈને ત્રણ દિવસે કૂવામાંથી તેમની ભાળ મળી. ધનબહેનને કૂવામાંથી બહાર આવવા માટે વિનવણી કરતાં ભાઈએ અંતે દીક્ષા દેવાનું વચન આપ્યું. એ જાણતાં જ્ઞાતિજનોએ તેમને જ્ઞાતિબહાર મૂક્યા. ગોંડલ સંપ્રદાયના બા. બ્ર. પૂ. શ્રી માણેકચંદ્રજી મ. સા. અને પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ને ગુરુ તરીકે સ્વીકારેલ. તેઓ જ્ઞાનીધ્યાની હતાં. અક્ષરજ્ઞાનવિહોણાં ધનબહેન ગુરુકૃપાને કારણે જ્ઞાનાવરણીય કર્મનો જબરદસ્ત કર્મનો ક્ષયોપશમ પામ્યાં અને તેમને વાંચતાંલખતાં આવડી ગયું. दुल्लह खलु सजममीय वीरियं જેમના આત્માને સંસાર પ્રતિ ઉદાસીનતા જાગી છે તેમને વૈભાવિક સુખો પ્રત્યેની વિરક્તી આવી છે. અંતે વડીલબંધુની સહાયતાથી શ્વસુરપક્ષની અનુમતિ મેળવી શ્રી સંઘની વિનંતીને કારણે ચેલા ગામમાં વૈશાખ વદ છઠ્ઠ ને રવિવારના મંગલ પ્રભાતે પ્રથમ પ્રહરમાં પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ની નિશ્રામાં ધનબહેને દીક્ષા અંગીકાર કરી અને ધનકુંવરબહેન આગારમાંથી અણગાર બન્યાં. પૂ. ગુરુણીનાં સ્વહસ્તે એક સુંદર શિલ્પ કંડારાયું. તેમણે પોતાનો જ્ઞાન-ખજાનો તેમની પાસે ખુલ્લો મૂક્યો. પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.એ ઝડપથી શાસ્ત્રોનું, થોડા, ગ્રંથો, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, છેદશાસ્ત્ર, જ્યોતિષ, લક્ષણ, સામુદ્રિક સ્વપ્નો તથા તેનાં ફળફળોનું જ્ઞાન, વેદિકશાસ્ત્ર વ.નું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. શાસ્ત્રીય સંગીતકળા પણ શીખી લીધી. બીજા અનેક ધર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. પછી જૈન ધર્મના સિદ્ધાંતોની તેની સાથે સરખામણી કરી. પોતાની સભ્યશ્રદ્ધાને દૃઢીભૂત કરી. વિચરણ કરતાં કરતાં પાટણવાવ ગામમાં ઘટાટોપ વૃક્ષથી ઘેરાયેલા ‘માત્રીમ’ નામના ડુંગર ઉપર પૂ. ગુરુણી સાથે જતાં ત્યાં સાધના કરતાં અને સાંજે પાછાં ફરતાં. તેમ કરતાં ૧૩ મહિના ત્યાં સ્થિરવાસ રહી નીડરતા, આત્મબળની પ્રાપ્તિ, જ્ઞાનની પરિપક્વતા અને અનેક સિદ્ધિઓ તેમના ચરણમાં આળોટવા લાગી. દીક્ષા લીધા બાદ ૧૩ વર્ષ સુધી પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ. સાથે રહ્યાં અને તેમની અજોડ સેવા કરી. એક વખત તો જે રાગમાં ખૂબ તાકાત છે એવા દીપક, માલકોશ, મલ્હાર રાગ Jain Education International ધન્ય ધરા સાધના દ્વારા કંઠસ્થ કરી ‘ભક્તામર’નો સ્વાધ્યાય માલકોષદીપક રાગમાં કરવા જતાં એકાએક દીપક પ્રગટ્યા ત્યારે પૂ. શ્રી ગુરુણીમૈયાએ પૂ. શ્રીને આ સિદ્ધિઓ નિર્જરાલક્ષી સંયમી સાધક માટે બાધકરૂપ છે તેમ કહ્યું. તેથી પૂ. શ્રીએ ત્યાર પછી ક્યારેય તે રાગને છેડ્યો નહીં. “सेवा धर्मो परमगहनो योगीनापि अगम्यः” । સેવાધર્મ પરમ ગહન છે તેમ માનતાં પૂ. શ્રી સેવામાં ક્યારેય પાછાં પડતાં નહીં તેમ કરતાં પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.ની ખૂબ સેવા કરતાં અને પૂ. શ્રી મોંઘીબાઈ મ.સ.નો આત્મા પરલોક સિધાવ્યો. ત્યાર પછી પૂ. શ્રી મણિબાઈ મ.સ. પૂ. શ્રી ધનકુંવરબાઈ મ.સ.ની સાધનાનું ખૂબ ધ્યાન રાખતાં. તેમને ખલેલ પડવા દેતાં નહીં. સાધના કરતાં કરતાં પૂ. શ્રીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. જેના અનેક દાખલાઓ છે. ઝેરી વીંછી કરડી જતાં પૂ. શ્રીને ઝેરની કોઈ અસર ન થઈ. એક બાળકીની માતાને ડૉક્ટરે મૃત જાહેર કરતાં પૂ. શ્રીએ તેમની હાજરીમાં માંગલિક સંભળાવી માતાને જીવિત કર્યાં. તીર્થંકરની ગેરહાજરીમાં તેમની વાણીને લોકોના હૃદય સુધી પહોંચાડવાનું કાર્ય પંચ મહાવ્રતધારી નિગ્રંથ સંતોનું છે. પૂ. શ્રીની પ્રવચનપ્રભાવના ખૂબ અસરકારક રહેતી. પૂ. શ્રીએ પૂ. શ્રી ગુરુણીની સેવાને મહાન નિર્જરા અને ઋણમુક્ત થવાના અવસરને અણમોલ સમજી પ્રસન્નતાપૂર્વક તેમની સેવા કરી. ત્યાં વાસ કરતો અને ધમપછાડા કરતો આવતો વ્યંતર પણ બદલાઈને ભક્ત થઈ ગયો. એક વખત પૂ. શ્રીની સાધના વખતે તેમની આજુબાજુ સર્પ વીંટળાઈ ગયો હતો, છતાં પોતે મેરુની માફક અડગ રહ્યાં હતાં. તેઓ ઠંડીમાં મર્યાદિત વસ્ત્રો પહેરતાં અને એક વખત ચોમાસામાં પાણી ભરાઈ જતાં પાટ ઉપર પાંચ દિવસ સુધી આહાર, પાણીનો ત્યાગ કરીને બેસી રહ્યાં હતાં. દર્શનાર્થે આવનાર લોકોને તેમની પાસેથી જ્ઞાનની તૃપ્તિ મળતી. ગુમરાહને રાહ મળતો અને દુખિયાને દિલાસો મળતો. કેટલાકને વ્યસનમુક્તિ કરાવતાં. તેમની પાસે તેમની દયા અને અનુકંપાને લીધે કૂતરાં, બિલાડાં, ગાય, બકરી વ ભાઈચારાની માફક રહેતાં. તેમની નીચે પરોપકારનાં કાર્યો જેવાં કે વૃદ્ધાશ્રમ, હોસ્પિટલો, અન્નક્ષેત્રો વ. કાર્યો થયાં. પૂ. શ્રી ભદ્રાબાઈ મ.સ.નાં પારણાં પ્રસંગે સપનામાં પહોંચીને પણ હાજરી આપી હતી. પરીક્ષાર્થીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy