SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પગલી કંકુભરી બા. બ્ર. શ્રી સંતોકબાઈ મ.સ. [ગોંડલ સંપ્રદાય] નામ : સંતોકબહેન. માતાપિતા નાની‘બા’ હીરાચંદભાઈ. જન્મ સ્થળ : જામનગર. દીક્ષા : પૂ. શ્રી દેવજી મુનિ અને પૂ. શ્રી દુધીબાઈ મ.સ.ની નિશ્રામાં. કાળધર્મ : ભાદરવા વદ બીજ સંથારા સહિત જેને અંત નથી તે અનંત છે. સીમાવિહિન છે તેવા પરમેશ્વરને—જેનું દર્શન અનંતનું દર્શન છે તેને ક્ષુલ્લક મર્યાદાઓવાળો સામાન્ય માનવી તેનું પ્રતિબિંબ પણ ઝીલી શકવાને સમર્થ નથી, તો તેને પોતાનામાં કેવી રીતે ઝીલી શકે! તેને કેવી રીતે સમજી શકે! વિરાટને ઓળખવા માટે આપણે તો વામન જેવાં, આપણી શક્તિઓ મર્યાદિત, વળી તોફાની ઇન્દ્રિયોવાળાં અને મન? મરકટ જેવું, જે પરમને ન જોઈ શકે ત્યાં પરમાત્માને પામવાની વાત જ ક્યાં આવી? છતાંય એક ભૂમિ ભારતની એવી છે જ્યાં સંતો, મહંતો અને ભાવિના અનેક ભગવંતો થયા છે, સતીરત્નો થયાં છે, જે દુનિયાની બીજી કોઈ ધરતી ઉપર જોવા નહીં મળે. એવા જ એક પૂ. શ્રી સતીરત્નની વાત છે. ગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. શ્રી પુરુષોત્તમ મહારાજનાં આજ્ઞાંકિત પૂ. શ્રી અધ્યાત્મયોગિની બેલડી પૂ. શ્રી સૂર્યવિજય મ.સ. પૂ. દાદી ગુરુણીમૈયા પૂ. શ્રી સંતોકબાઈ મહાસતીજીનું જીવન પરમાત્માને પામવા માટે પુરુષાર્થથી ઝળહળતું હતું. તેમનો જન્મ જામનગર શહેરમાં પિતાશ્રી હીરાચંદભાઈના કુળમાં અને માતાશ્રી નાની ‘બા'ની કૂખે થયો હતો. એ સમયમાં સ્નેહભર્યા સંબંધીઓ વચ્ચે સગર્ભાવસ્થામાં પેટે ચાંદલા થતા. સામસામા એમને ત્યાં પુત્ર અને બીજાને ત્યાં પુત્રીનો જન્મ થાય તો ત્યારથી સગપણના બંધનથી સામસામાં બંધાતાં તેવી જ રીતે બે સંબંધીઓ વચ્ચે થયું. પેટે સામસામા ચાંદલા થયા અને એકને ત્યાં પુત્રી જન્મ અને બીજાને ત્યાં પુત્રજન્મ થતાં બંને સંબંધથી બંધાયા અને ગોળધાણા ખાધા. તે બાળકો ધીમે ધીમે ધૂલી શાળામાં જતાં થયાં અને Jain Education International ૧૧૧ અભ્યાસ કરતાં થયાં એક વખત આચાર્યશ્રી પૂ. શ્રી દેવજી મુનિ મ. સા. તથા તેમના સુશિષ્યાઓ જામનગર પધાર્યા. સંતોકબહેન નવ વર્ષની ઉંમરે માતાપિતા સાથે વ્યાખ્યાન સાંભળવા જતાં. વ્યાખ્યાન સાંભળતાં ધીમે ધીમે તેમને સંસાર પરથી રસ ઊઠી ગયો અને પડી પટોળે ભાત કે ફાટે પણ ફીટે નહીં.' વૈરાગ્યનો મજીઠિયો રંગ તેમને લાગી ગયો. ઘણું સમજાવતાં સૌ, પણ એ રંગ એવો કાચો ન હતો કે ઊતરી જાય! છતાં વેવાણ પણ સમજતાં ન હતાં તેમને સમજાવ્યાં કે સારા કામમાં જતાં સમાજ આબરૂને બટ્ટો નહીં લગાડે સવાઈ કરશે. છતાંયે આવી કન્યાને છોડવી ન હતી તેથી વેવાણે કન્યાને કોઈએ ભરમાવી કે ભભૂકી છાંટી છે વગેરે આક્ષેપો મૂક્યા, જે આક્ષેપો ગામમાં, સંઘમાં વાયુવેગે ફરી વળ્યા અને ફરતાં ફરતાં તે વાત જામસાહેબ પાસે પહોંચી, પણ સંતોકબહેન મનનાં મક્કમ હતાં, ધાર્મિક અભ્યાસ વધારતાં જતાં હતાં. ૨૨ પરિષહ અને કષાયને જીતવા જંગે ચડ્યા. બાળશિક્ષિત થવા માટે ભાવદીક્ષિત થઈ સંતોકબહેન આત્મલક્ષે ઝૂલતાં હતાં. અનુભૂતિવાળો અણગાર થઈ શકે. સમકિત પામેલો સંયમ લઈ શકે અને આ જ્ઞાનગર્ભિત વૈરાગી ઉચ્ચ દશાને પામવા પાંખો પસારી ઊંચે ઊંચે આકાશને આંબવા મથી રહ્યાં હતાં. પૂ. શ્રી દેવજીમુનિ મ. સા.ના, બહુસૂત્રી પૂ. શ્રી દૂધીબાઈ મ.સ. શિષ્યા સપરિવાર જામનગર ગયાં. સંતોકબહેનને ત્યાં દીક્ષા આપવા પરિવાર તૈયાર થયો પણ વેવાણે ફરી પ્રશ્ન ચગાવ્યો અને તે પ્રશ્ન જામસાહેબ સુધી પહોંચ્યો. શ્રી સંઘે જામસાહેબને કહ્યું કે કોઈ સંતો એવી ભભૂકી છાંટવાની વાત કરી શકે નહીં, નહીંતર તેમને શાસનબહાર મૂકવામાં આવે. ઉ. સૂ. ૮મો અધ્યાય. છતાં લોકોના કહેવા પ્રમાણે નક્કી થયા મુજબ વૈરાગી સંતોકબહેનને જામસાહેબ સામે કચેરીમાં બોલાવવામાં આવ્યાં. બધાં ચિંતાતુર હતાં. જામસાહેબ શું પૂછશે? ત્યારે સંતોકબહેને સૌને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું હતું કે “જવાબ મારે નહીં પણ પૂ. શ્રી આચાર્ય મ. સા.ની કૃપા આપશે'. જવાબ સાંભળી સંઘની અને સૌની આંખમાં આંસુ આવી ગયાં. ખરેખર · ‘કાયા છે માટી તણી, ઘડીએ તેમ ઘડાય. કાંચન એ ત્યારે બને જેમ કસોટી થાય.” કચેરીમાં જાજમ પાથરેલી હતી. સંતોકબહેનને ત્યાં જતાં જાજમ ઉપાડી લેવાનું કહ્યું અને તેનું કારણ પૂછતાં વૈરાગી બહેને કહ્યું કે તેની નીચે કીડી, મકોડા, જીવાત હોય તો તેની ઉ૫૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy