SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ધન્ય ધરા વાક્યમાં સૂર પુરાવતાં બોલી ઊઠ્યા કે “આ સાચી વાત છે.” સ્ત્રીઓએ અબળા નહીં પણ સબળા બનીને રહેવું જોઈએ અને સ્ત્રી સ્વાતંત્ર્યારક્ષા અને વિકાસને લગતા વિચારો તેમજ સ્ત્રીઓનાં લગ્નજીવનનાં ઘોર બંધનો અને વિકાસના અવરોધ વિષેના વિચારો તો એમના હૃદયમાં અંકુરિત થઈને પડેલા હતા. તેમનો જન્મ સં. ૧૯૯૯ના વૈશાખ સુદ ૧ના રોજ પિતાશ્રી લલ્લુભાઈ હરિચંદ વસાણીને ત્યાં માતુશ્રી ઝવેરીબહેન રાયચંદ ગોપાણીની કુખે થયો હતો. ઉછેર પણ લાડકોડમાં થયેલો હતો. તેમને મોજશોખનું જબરું આકર્ષણ હતું. સામે ધર્મભાવના એટલી પ્રબળ હતી. ૧૦ વર્ષની બાળવયે એકાસણાંના વરસીતપની આરાધના કરી હતી. “સ્ત્રીઓની ગુલામી’ વિષેના નિબંધમાં તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જૈનશાળામાં ધાર્મિક ગીતો તેમજ સંવાદો તેમજ કોલેજિયન જીવનનાં પાત્રો ભજવતાં. સંવાદનાં અંતમાં ધર્મવિમુખ પાત્રો ધર્માભિમુખ બની જતાં. તે સમયમાં પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા. આશીર્વાદ એવા આપતા કે તમારો અભિનય તમારો આચાર બની રહો. જીવન વિસંવાદી નહીં પણ સંવાદી બની રહો. અરૂણાબહેનને “પરમાર્થ' છાપાના પરમાર્થ ભાવનાનો ભાવ સમજાવેલો, સ્વ-પરના કલ્યાણ માટે પરમાર્થની ભાવનાને મૂર્તિમંત કરવા માટે સંયમ ધર્મની મહત્તા સમજાવી હતી. તેઓ કાવ્ય પણ લખતાં. | અભિનય બન્યો આચાર: પૂ. શ્રી ગુરુદેવો તેમજ ગુરુણીજીઓની પ્રેરણાનાં પીયૂષ પીતાં પીતાં કુટુંબીજનોને સમજાવી તેમણે સં. ૨૦૨૨ના વસંત પંચમીના રોજ બોટાદ મુકામે ભાગવતી દીક્ષા અંગીકાર કરી ત્યારે અણગાર બનેલાં પૂ. શ્રી અરુણાબાઈ મ.સ.ને નિહાળી પૂ. શ્રી અમીચંદ્રજી મ. સા.ના મુખમાંથી શબ્દો સરી પડ્યા હતા કે “અભિનય આજે આચાર બને છે.” દરિયાપુરી સંપ્રદાયનાં પૂ. શ્રી મંજુલાબાઈ મ.સ.ને નિહાળીને નાનકડાં મહાસતીજી બનવાના ભાવો એમણે ખરેખર દીક્ષા લઈને પૂર્ણ કર્યા. બોટાદ સં.માં પ્રથમ ચાર બહેનોની દીક્ષા પ્રસંગે કરેલાં ૨૫ વ્રત-પ્રત્યાખ્યાનો તેમનાં સાર્થક થયાં. તેમણે નાની મોટી તપસ્યાઓ ઘણી કરી છે. તેમણે શાળાનો મેટ્રિક સુધી ઉપરાંત રાષ્ટ્રભાષા કોવિન્દ્ર તેમજ સંસ્કૃતભૂષણની, સંગીતની પ્રારંભિક પરીક્ષાઓ પસાર કરેલી છે. બોટાદ સંપ્રદાયમાં આગળ જોયું તેમ ચાર બહેનોની દીક્ષા થઈ બાદ પૂ. શ્રી મધુબાઈ મ.સ. છઠ્ઠા પૂ. શ્રી સરોજિનીબાઈ મ.સ., સાતમા પૂ. શ્રી રસીલાબાઈ અને આઠમો નંબર પૂ. શ્રી અરુણાબાઈનો હતો. પહેલેથી જ તેમને વાચન, મનન, ચિંતન, પાચનનો શોખ હતો. તે તેમની પ્રવચનધારામાં અને લેખનધારામાં પરિણમ્યો. “શ્રી અરુણશ્રુત ભક્તિ મંડળ” દ્વારા પ્રકાશિત થયેલાં તેમનાં પુસ્તકો પ્રતિક્રમણની પ્રશ્નાવલી પ્રગટાવે દિલમાં દીપાવલી’ની પાંચ પાંચ આવૃત્તિ અને ‘સામાયિક ગગને સવાલોના સિતારા'ની બબ્બે આવૃત્તિ પ્રકાશિત થઈ. “ભક્તિ આપે મુક્તિ', “સાધુવંદનાની સાખે અને પ્રશ્નોની પાંખે', આત્માના અરુણોદયે પ્રગટે સનાથતા’, ‘આપ્યું તેને અર્પણ' તેમજ “ગુરુ દીવો, ગુરુ દેવતા” પુસ્તકો-સ્તવનો દ્વારા તેઓ ગુરુના ઋણ તેમજ ગુણને યાદ કરી તેમના અંતરથી વહેતી ભક્તિધારામાં ભીંજાતાં જોવા મળે છે. “પાંસઠિયાની અનાનુપૂર્વી' સુંદર સુવાક્યો સાથે લખી છે. ઈ.સ. ૨૩-૧૨00૫ સં. ૨૦૬૧માં તેમણે “છ કાય અને પાંત્રીસ બોલચાલો કરીએ સોલ્વ યાને ગાગરમાં સાગર', ‘વિશ્વાસે તરી ગયાં વહાણ’, ‘ઝેર તો પીધાં જાણી જાણી', “આંબે લગાડી આગ’, ‘વાદળી કાળી, કોર રૂપાળી’ અને ‘શમણાંનો સંસાર” વગેરે સમયનો સદુપયોગ કરીને પુસ્તકો લખ્યાં. આજે માનવજીવન જ્યાં ધસી રહ્યું છે ત્યાંથી તેની પતનની દશામાંથી સાચી દિશામાં વાળવાની ઘણી જરૂર છે. આવાં સુંદર પુસ્તકોનું વાચન જરૂર આજના માનવજીવનની દિશા બદલે જ પણ તે સાથે પૂ. શ્રી એ ચાતુર્માસના સમય દરમિયાન મહિલા મંડળ, પુત્રવધૂ મંડળ, ગેઇમ ક્વીઝ, ખુલ જા સીમ સીમ, આપકી અદાલત, પ્રશ્નમંચ, કૌન બનેગા જ્ઞાનપતિ, આગમ-દર્શન, સમોસરણ, ભાવયાત્રા, વન ડે મેચ વગેરે ગમ્મત સાથે જ્ઞાન રેડી આજના યુવક-યુવતીઓને પણ સક્રિય કરી ક્ષીર-નીરના વિવેકને જાણતાં, સમજતાં કર્યા છે. ઉચ્ચ વિચારો ઉચ્ચ આચારમાં પરિણમે જ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમનો સંયમપર્યાય લગભગ ૪૧ વર્ષનો થયો છે. “જે સાધક પૂર્ણ વિચારક અને સદા જાગરૂક હોય છે તે મુનિ ગણાય છે. મુનિપદ અહીં પૂર્ણ ત્યાગી પુરુષની અવસ્થા બતાવે છે અને એવા ત્યાગી પુરુષો જ ઉપદેશ આપવાને યોગ્ય છે. જેમણે ધર્મ માત્ર વાંચીને નહીં પણ અનુભવીને પ્રાપ્ત કર્યો હોય, તેઓ જ સફળ ઉપદ્રષ્ટા થઈ શકે છે. આવા ત્યાગી પુરુષો જગતની અનુપમ સેવા બજાવી શકે છે.” આ છે અણગાર અમારા....તેમને અમારાં કોટિ કોટિ વંદન હજો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy