SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૧૦૩ અંતેવાસી પૂ. શ્રી સૂરજબાઈ સ્વામી ત્રણ વર્ષ તેમની સાથે જ રહ્યાં. છેલ્લા બે, ત્રણ દિવસ તેઓને પેટમાં દુખવા આવ્યું. ડૉક્ટરને બોલાવવાની, બતાવવાની તેમણે ના પાડી. આ તો હવે મારો છેલ્લો દુખાવો છે તેમ કહી પૂ. શ્રી સૂરજબાઈ મ.સ.ને પોતાનાં કપડાં તૈયાર કરી રાખવાનું કહ્યું. તેમનામાં વચનસિદ્ધિ હતી. ભવિષ્યનાં એંધાણ તેઓ વર્તી શકતાં. આયુષ્ય પૂર્ણ થવાના થોડા સમય પહેલાં પ્રમુખશ્રી ભૂજ તરફ જવાનાં હોઈ દર્શને આવેલ તેમને માંગલિક કહ્યું પણ જવાની ના પાડી. કોઈને અંતરાય ન આપવા અન્ય સતીજીઓ વાપરે તે માટે પોતે પણ વાપર્યું. અંતે તેમનો જીવનનો દીપ બુઝાતો જતો હતો. નવકારમંત્રની ધૂન જાપ વગેરે ધૂન ચાલુ હતાં. સવારે ૮-૩૦ વાગે દસ મહાસતીજીની હાજરીમાં સંથારાનાં પચ્ચખાણ કરાવવામાં આવ્યાં. સારોયે સંઘ અને સમાજ હાજર રહ્યો હતો અને પૂ. ઝવેરબાઈ સ્વામીએ ૧૦-૧૦ વાગે પોતાની જીવનલીલા સંકેલી લીધી. દોઢ કલાકે તેમનો સંથારો નીપજ્યો અને અંતે તેમનો આત્મા પાંખો ફફડાવતો અંતિમયાત્રાએ ઊપડી ગયો. આજે તેમની શિષ્યા પૂ. શ્રી સૂરજબાઈ મ.સ. ૭૮ વર્ષની ઉંમરે પ૯ વર્ષનાં પર્યાયધારી સાથે ૯૮ શિષ્યાઓ સાથે વિચરી રહ્યાં છે. તેમનામાં બિલકુલ અહમ્ નથી. પ્રભુતામાં લઘુતાનાં દર્શન થાય. જ્ઞાનપિપાસા ઘણી. આરાધનામાં મસ્ત રહે. તેમના અંતેવાસી વિદુષી અને વિચક્ષણ પૂ. શ્રી વિજ્યાબાઈ મ.સ. ૫) વર્ષનો સંયમપર્યાય ધરાવે છે. તેમની શિષ્યાઓનું ઘડતર, શિસ્ત, કલા વ. શીખવવાની તેમની અનોખી રીત એ તેમનું લીંબડી અજરામર સંપ્રદાયમાં અનોખું યોગદાન છે. નિમિત્ત મળતાં આત્માના અવાજે ઉપાદાન તૈયાર થયું. આત્માના અવાજની દિશામાં કર્તવ્ય બજાવ્યું. અંતઃચેતનાથી જાગૃત થયેલો વિચાર, તેના આધાર પર કરવામાં આવેલ કર્મ જે ભગવાનને અર્પિત છે તે કર્મ પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામીની ભક્તિ અને સાધના બની ગયાં અને દિવ્ય રાહ તરફ વળી મૃત્યુની દિવ્યતાને પામી ગયાં. આ છે અણગાર અમારા......આપને અમારાં કોટિ કોટિ વિંદન હજો. એક મઘમઘતું ફૂલ બા. બ્ર. પૂ. શ્રી પ્રશસિબાઈ મ.સ. [અજરામર સંપ્રદાય] નામ : પ્રમીલાબહેન. દીક્ષા નામ : પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. માતાપિતા : ઝવેરબાઈ હેમરાજભાઈ બોરીચા. સ્થળ : રાપર તાલુકો, ત્રબો ગામ. વ્યાવહારિક જ્ઞાન : એસ. એસ. સી. પાસ. દીક્ષા : ૨૧ વર્ષની ઉંમરે, ઈ.સ. ૧૯-૨-૯૪. जावजीव परीसहा उवसग्गा य संखाय । संबुड देहमेयाए इति पन्नें हियासए।। सब्बेडेहिं अमुच्छिए आउ-कालस्स पारए। तिहूकखं परमं कच्चा विमोहन्नयर हियं ।। આત્મસંયમ જાળવી દેહની પરવા ન કરતાં જીવનપર્યન્ત સંકટો સહેવાં જોઈએ. તિતિક્ષામાં જ આત્મહિત સમાયેલું છે. ગુલાબના બગીચામાં જઈને કહીએ કે સુગંધ નથી લેવી તો કેમ ચાલે! તેવી જ વાત છે. સ્થાનકવાસી જૈન સમાજની. તે સમાજ આજે અનેરી સુગંધથી મઘમઘી રહ્યો છે. તેમાંથી અનેક પુષ્પોની સુગંધ હું મેળવી રહી છું તે મારું પરમ અહોભાગ્ય છે. તેવી જ વાત છે લીંબડી અજરામર સંપ્રદાયની. અનેક વિદ્વાન ગુરુજીઓ અને ગુરણીઓથી તે સંપ્રદાય શોભી રહ્યો છે. તેમાં એક એવું સુવાસિત પુષ્પ છે, જેની મહેક આ જન્મપૂરતી નહીં પણ જનમોજનમની હશે તો જ આ બાળપુષ્પ બાલ્યવયથી જાણે પોતાના જીવનની કેડી કંડારીને આવ્યું હોય તેમ તે કોઈ મુકામ તરફ, મુક્તિ તરફ નિશ્ચિત પગલાં માંડે છે. નથી કોઈ નિમિત્ત તેના આત્માને જગાડવા માટે, જાણે તેનું ઉપાદાન તૈયાર જ હોય તેમ તે દીક્ષાપંથે ચાલી નીકળે છે. તે છે પ્રમીલાબહેન, જેમનો જન્મ કચ્છ દેશની પવિત્ર ભૂમિમાં રાપર તાલુકાના નાનકડા ત્રંબૌ ગામમાં પિતા હેમરાજભાઈ બોરીચાને ખોરડે અને માતા ઝવેરબાઈને ખોળે થયો. સ્વાભાવિક છે કે માતાપિતાના સંસ્કાર તેને વારસામાં મળે જ. પ્રમીલાબહેન શાળાનો અભ્યાસ કરતાં કરતાં એસ. એસ. સી. સુધીનો અભ્યાસ પ્રથમ નંબરે પાસ કરતાં રહ્યાં અને સાથે સાથે દીક્ષા લેવાના ભાવ જાગતાં માતાપિતાની અનુજ્ઞા પણ મળી ગઈ. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy