SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ૨૦૦૨માં પૂ. શ્રી વાસંતીબાઈ મ.સ.ના કાળધર્મ પછી ૬. સં.ના સાધ્વી શિરોમણી શ્રમણી જ્યેષ્ઠાના પદ પર આરૂઢ થયાં. પોતે હંમેશાં પોતાનામાં જ, મૌન સાધનામાં, આજીવન વિદ્યાર્થી અવસ્થામાં વિહરતાં હોય છે. તેમના જીવનમાં “ના અંતો તા વાદી’–જેવું તેમના અંતરમાં અંદર તેવું જ બહારમાં હોય છે. વિચાર, વાણી અને વર્તન એક જ હોય છે. “સંયમ વિના દયા કે વિશ્વબંધુત્વ પ્રાપ્ત નથી. ત્યાગ સિવાય વિશ્વક્ય સાધ્ય નથી. સ્વાર્પણ સિવાય નિરાસક્તિની પ્રાપ્તિ નથી. તેની પ્રાપ્તિ વિના સાચું સુખ કે શાંતિ નથી. આવો બોધપાઠ ભિક્ષુ સાધકની દિનચર્યા પરથી સહેજે મળી રહે છે.'' આવા છે અણગાર અમારા પરમ શાંતિની મુદ્રામાં પાટ ઉપર બિરાજતાં હોય અને જ્યારે તેમનાં દર્શન કરતાં તેમના શાંત-પ્રશાંત પરમાણુઓ જાણે આપણને સ્પર્શતા હોય તેમ આપણને પણ પરમશાંતિની અને શીતલતાની અનુભૂતિ થાય. આવા અપ્રમત્તભાવે જ્ઞાનની અદ્ભુત લહાણ કરતાં વિહરતાં એવાં તેમની જન્મ શતાબ્દીની સુંદર તક સારાયે જૈનસમાજને સાંપડે. તેઓશ્રી નિરામય-નિરોગી રહે એવી સારાયે જૈન સમાજની મંગલ મનીષાઓ. આવા છે અણગાર અમારા......મને અમારાં કોટિ કોટિ વંદન હજો. ઝગમગતું ઝવેર પૂ. શ્રી ઝવેરબાઈ સ્વામી [લીંબડી અજરામર સંપ્રદાય] નામ : મોંઘીબહેન દીક્ષા નામ : પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ. માતાપિતા : સોનબાઈ કરમણભાઈ લખધીર સાવલા. સ્થળ ઃ ખોરાઈ ગામ. જન્મ : વિ.સં. ૧૮૬૪, જેઠ સુદ ૪. દીક્ષા : ૨૦ વર્ષની ઉંમરે, જેઠ સુદ બીજ, સં. ૧૯૮૩. ધીરે અહિયા શિકાર્યારા-ધીર સાધક સમભાવ સહન કરે. Jain Education International કચ્છની ધરા એટલે સંતરત્નોની ભૂમિ ગણાય છે, જેમાં આવેલા વાગડ પ્રાંતમાં પેરિસ જેવું ગણાતું ખારોઈ ગામ. જ્યાં સુખી ગણાતી એવી જૈનોની વસ્તી ધણી. ત્યાં એવા એક જૈન ધન્ય ધરા સાવલા કુટુંબમાં કરમણભાઈ લખધીર પિતાને ત્યાં માતા સોનાબાઇને ખોળે પુત્રીરત્નનો જન્મ ધો વિ.સં. ૧૯૬૪ જેઠ સુદ ૪ને દિવસે, લાડકવાયી એક જ દીકરી મોંઘેરી હતી. તેથી નામ પણ મોંઘી રાખવામાં આવ્યું હતું. નાની ઉમરમાં દીકરી મોંધીનાં લગ્ન કરવામાં આવ્યાં પરંતુ સંસાર શું છે, કોને કહેવાય તે સમજતાં પહેલાં જ તેનું લગ્નજીવન ખંડિત થયું, માનવીની ભીતરમાં જ વૃંદાવન છે. જો તે સમજી શકે તો પોતાના જીવનને રણ બનતું વેરાન થતું અટકાવી શકે છે. નંદનવન સમું બનાવી શકે અને જો આત્માનાં શાશ્વત સુખ મેળવવા તેના સંસાર સાગરનું સુકાન ફેરવી નાખે તો તેની મોક્ષની મંઝિલ તરફની ગતિ શરૂ થઈ જાય છે. ઉદય જાગે છે. નિમિત્ત મળે છે અને તે ઉપાદાન શુદ્ધ કરવાની તાકાત મેળવી જાય છે. એવી જ રીતે મોઘીબહેનના જીવનની દિશા પલટાઈ ગઈ. અંદરનું અને અંતરનું હીર ઝળકી ઊઠ્યું. આતમદેવની ઉપર લાગેલાં કર્મોના ઘર દૂર થવા માંડ્યા. જ્ઞાનચક્ષુઓ ઉપર લાગેલાં પડળો એક પછી એક ખરવાં લાગ્યાં. હીરો ઝગારા મારવા લાગ્યો. કદાચ તેથી જ તેમનું નામ ઝવેર રાખવામાં આવ્યું હશે. મોંધીબહેને બનેલી કરુણ ઘટનામાંથી તેમનામાં વૈરાગ્યનો દીપ પ્રગટ્યો. સત્સંગ, સ્વાધ્યાય, સંવેગ શરૂ થઈ ગયા. સ્વરૂપવાન હતાં અને સ્વરૂપને નીરખવા માંડ્યાં. સૌંદર્યવાન હતાં. આત્માના સમ્યક્ સૌંદર્યને ઓળખવા માંડ્યાં. પુણ્યવાન ને ને ભાગ્યવાન પણ ખરાં કે ભક્ત થઈ ભગવાન બનવાના રસ્તે જવાના ભગીરથ પ્રયત્નો તેમણે શરૂ કરી દીધા. પિયરપક્ષ અને શ્વસુરપક્ષના સભ્યોને સમજાવી તેમની આજ્ઞા મેળવી ૨૦ વર્ષની ઉંમરે તેમણે જેઠ સુદ બીજ, સં. ૧૯૮૩માં લીંબડી અજરામર સંપ્રદાયમાં દીક્ષા લીધી. મોંથીમાંથી પૂ. શ્રી ઝવેરભાઈ મ.સ. બન્યા. ઘણાં ગામોમાં વિચરણ કર્યું. પોતે ધર્મનું ઊંડું જ્ઞાન મેળવતાં રહ્યાં અને અન્યને જ્ઞાન પમાડતા રહ્યાં. પૂ. શ્રી ઝવેરબાઈ મ.સ.માં જતનાનો ગુણ હતો. કપડાં મહિને ધોવાનાં, આહારમાં સંયમ, સ્વાવલંબી, પુણ્યશાળી જીવ, વિના શિષ્યોએ ૧૦૦ શિષ્યોનાં ગુરુણી કહેવાતાં. તેમના નામનો જ સંધાડી ચાલતો. છેલ્લાં ત્રણ વર્ષ પગની તકલીફને કારણે લાકડિયા ગામમાં સ્થિરવાસ રાયાં, સમતાભાવ ઘણો-જે પાટ ઉપર બિરાજમાન હતાં તે પાટ ઉપર જ રહ્યાં. પરિયો-ઉપસર્ગો સમતાભાવે સહેતાં. કોઈને તકલીફ નહીં પહોંચાડવાની. સ્વભાવ સરળ તેથી અનેક શિષ્યાઓ તેમની સેવામાં ખડેપગે. તેમનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy