SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ ધન્ય ધરા લીંબડી અજરામર સંપ્રદાયનાં પૂ. શ્રી પ્રભાવતીબાઈ પાસે સંયમની તાલીમ અને જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ૨૧ વર્ષની ઉંમરે ઈ.સ. ૧૯-૨-૯૪માં તેમણે પ્રવજ્યા અંગીકાર કરી અને એમનું નામ પૂ. શ્રી પ્રશસ્તિબાઈ મ.સ. તરીકે જાહેર થયું. તેમની ભણવાની લગનીની સાથે જ તેમની સરલતા, વિનમ્રતા, નિખાલસતા તેમજ દરેકના દિલને જીતવાની એમની પાસે અજોડ કલા છે. એક દીપ અસંખ્ય દીપને પ્રગટાવે તેમ તેમનાં નાનાબહેન દમુબહેને પણ દીક્ષા ગ્રહણ કરી, જે અત્યારે પૂ. શ્રી દીપ્તિબાઈ મ.સ. તરીકે ઓળખાય છે. એ સંયમી આત્માઓ વિચરણ કરતાં કરતાં ઘણા આત્માઓને ધર્મથી, જ્ઞાનની પ્રભાવના કરતાં કરતાં જાગૃત કરતાં જાય છે. બીજા આશ્ચર્ય અને આનંદની વાત એ છે કે આજ સંપ્રદાયમાં ભચાઉ ગામના વતની એવા એક જ પરિવારનાં ચાર સભ્યોએ પ-૬ વર્ષ પહેલાં મુંબઈ નગરીમાં અંધેરીમાં દીક્ષા લીધી. પૂ. શ્રી પંથકમુનિ-પતિ, પૂ. શ્રી સિદ્ધિશીલાજી મ.સ. તેમનાં પત્ની, પૂ. શ્રી મુક્તિશીલાજી તેમનાં પુત્રી અને પૂ. શ્રી નૈતિકચંદ્રજી તેમના પુત્ર એમ ચારેય જણાએ એક સાથે દીક્ષા ગ્રહણ કરી. પૂ. શ્રી પંથકમુનિશ્રી ચોથા આરાના મુનિની યાદ અપાવે તેવા છે. પૂ. શ્રી સિદ્ધિશીલાજી મ.સ. બહુ પ્રેમાળ, સરળસ્વભાવી, જ્ઞાની-ધ્યાની અને સ્તવનો એવાં સુંદર ગાય જાણે ભક્ત પણ એકરસ બની ભગવાન બની જાય! પૂ. શ્રી મુક્તિશીલાજી મ.સ. ૧૮ વર્ષની ઉંમરનાં બાળસાધ્વીજી છે. થોકડાનું તેમને અદ્ભુત જ્ઞાન છે. દોઢ કલાક સુધી વ્યાખ્યાન આપતાં થાકે નહીં અને તેમની ઉંમર જેટલાં સિદ્ધાંતો-સૂત્રો તેમણે કંઠસ્થ કર્યા છે. પૂ. શ્રી નૈતિકમુનિજી નાના ૧૬ વર્ષની ઉંમરના બાળ તપસ્વી છે. અજરામર સંપ્રદાયમાં આવી તેઓ સર્વે પોતાના નિશ્ચિત માર્ગ ઉપર જ્ઞાનીધ્યાની બની સંયમપંથને ઉજાળતાં આગળ વધી રહ્યાં છે, જાણે અજરઅમર બની સંપ્રદાયનું નામ અજરામર સાર્થક કરવાના ન હોય! જેનું સમતામાં મન છે તેઓને આખો સંસાર જિતાયેલો ભીતરનો સાદ બા. બ્ર. પૂ. શ્રી પ્રજ્ઞાબાઈ સ્વામી [ગોપાલ સંપ્રદાય]. નામ : પ્રજ્ઞાબહેન. માતા-પિતા : શ્રી સૂરજબા ચત્રભુજ નાનચંદ શાહ, સ્થળ : લીંબડી. જન્મ : સં. ૧૯૯૧, અષાઢ સુદ એકમ. દીક્ષા : સં. ૨૦૧૫, પોષ સુદિ ૧૩. દીક્ષાગુરુ : પૂ. કેશવલાલજી મ.સા. દીક્ષાદાતા : પૂ. શ્રી લીલાવતીબાઈ મ.સ. ધાર્મિક અભ્યાસ : ૨૩ આગમો કંઠસ્થ. ત્યાગ અને વૈરાગ્ય એ બહારની નહીં પણ ભીતરની પ્રક્રિયા છે. વૈરાગ્ય એટલે જેમાંથી રાગ જતો રહ્યો છે. તેમાં આત્મત્યાગ, આત્મવિશ્વાસ અને આત્મવિજય સમાહિત છે. ભલા! પોતાની જાત ઉપર કાબૂ મેળવ્યા વિના કોઈ ત્યાગી કે સંન્યાસી બની શક્યું છે? છતાં આ.. હજુ તો નાની શી નિર્ઝરિણી હતી. હસતું, કૂદતું ઝરણું લીંબડી મુકામે શ્રી શાહ ચત્રભુજ નાનચંદને ખોરડે અને માતા સૂરજબાને ખોળે બે પુત્રો પછીનો આ કન્યારત્નનો જન્મ સં. ૧૯૯૧ના અષાઢ સુદ એકમના દિવસે થયો હતો. પિતાશ્રી પણ પહાડ જેવા અડગ ધર્મપ્રિય અને દેઢધર્મી. તેમના કાપડના વ્યવસાયમાં પોતે પ્રામાણિકતાથી અને ન્યાયપૂર્વકનો વ્યવસાય કરતાં અને પૂ. શ્રી નાનચંદ્રજી મ. સા. ચુસ્ત સિદ્ધાંતવાદી એવાના અનુયાયી કહો કે શિષ્ય હતા. માતાશ્રી સૂરજબા પણ સુસંસ્કારી હતાં. ધર્મના સંસ્કારથી સજધજ હતાં. આમ આ નિર્ઝરિણી માતાપિતાને આંગણે હસતી ખેલતી કૂદતી મોટી થવા લાગી. બુદ્ધિની તીવ્રતાને કારણે તેમનું નામ પણ “પ્રજ્ઞા” રાખવામાં આવ્યું હશે કારણ....! “પ્રજ્ઞા'='જ્ઞ' શબ્દનો અર્થ સંકલ્પયુક્ત નિશ્ચયાત્મક “બૌદ્ધિક નિર્ણય', જે તર્કસંગત, ન્યાય સંગત અને સમ્યક પ્રકારે નિષ્ફટકભાવ અને જ્ઞાન છે તે “જ્ઞા' છે તે શબ્દ વિશેષ પ્રકારે પરિપક્વ થાય ત્યારે પ્રજ્ઞા બને છે, તેમાં અનુશાસન આવે ત્યારે અનુજ્ઞા બને છે. (જ્ઞાતાધર્મનું યોગ). તેમની ચારેક વર્ષની ઉંમર થઈ ત્યાં તો લીંબડીમાં છે. આ છે અણગાર અમારા.....તેમને અમારાં કોટિ કોટિ વિંદન હજો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy