SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કલ જય જય ગરવી. ગુજરાત પ્રસ્તાવના ડૉ. ભારતીબહેન શેલત There are loyal hearts, there are spirits brave, There are souls that are pure and true, Then give to the world the best you have, And the best will come back to you.' Madeline Bridges વસંત તો આવે ને જાય! પરંતુ સદા સર્વદા કુસુમાકર બની સચરાચરને નવપલ્લિત કરી સુરભિ પ્રસરાવનાર માન્યવર મહાનુભાવોથી આ ધરતી અલંકૃત બને છે, મુક્તામય ભાસે છે. આવા ગુણનિધિ માનવરત્નો અને મહાપ્રભાવકોનો આછેરો પરિચય કરાવતો આ ચારિત્રગ્રંથ “ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ગુજરાતના સાહિત્ય જગતમાં પ્રકાશિત થઈ રહ્યો છે તે એક આનંદનો વિષય છે. ગ્રંથના સમર્થ સંપાદક, સજ્જનતાની મૂર્તિ સમા શ્રી નંદલાલભાઈએ લગભગ ૯૦૦ પૃષ્ઠોનો આ દળદાર ગ્રંથ તૈયાર કર્યો છે, જે ગુજરાતના યુવાધન અને ભાવિ પેઢી માટે પાથેય સમાન બની રહેશે એવી દઢ શ્રદ્ધા છે. સૌમ્ય અને વિનમ્ર એવા શ્રી નંદલાલભાઈ ભારતીય સંસ્કૃતિના નિર્મળ પ્રવાહને નિરંતર નિહાળતા રહ્યા છે. સામાન્ય રીતે નાવીન્યના મોહમાં ઘણા ઉત્સાહજનો પ્રાચીન ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને ભૂલી જતા હોય છે. શ્રી નંદલાલભાઈનું તેવું નથી. ( તેઓ સુવિચારોના ધોરી માર્ગને કદીયે ચૂક્યા નથી. ધર્મ અને સંસ્કૃતિના વિશાળ ફલક ઉપર તેઓશ્રીએ ૨૩ જેટલા સંદર્ભગ્રંથોનું સંપાદન કર્યું છે અને આ ક્ષેત્રે પોતાની વિરલ પ્રતિભાનાં દર્શન કરાવ્યાં છે. પ્રસ્તુત સંદર્ભગ્રંથમાં શ્રી નંદલાલભાઈની , નિરંતર વિકાસમાન સૂક્ષ્મ સંપાદકીય દૃષ્ટિની પ્રસૃત અને વ્યાખ સુવાસની ઝાંખી થાય છે. આવા અમૂલ્ય ગ્રંથની પ્રસ્તાવના લખવાના કાર્યમાં સહભાગી થવાથી હું સ્વયં ધન્યતાના ભાવથી આત્મવિભોર થાઉં છું અને તેઓશ્રીની હૃદયથી આભારી છું. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy