________________
SWAMI SACHCHIDANAND GEL
BHAKTINIKETAN ASHRAM, P.B. No. 19, PETLAD-388 450 (GW) INDIA
PHONE : (02697) 252480 BODOCSDSDSDOCS/
DOCSOCS/DCTDe"
તા. ૨-૪-૦૮
ભાઈશ્રી નંદલાલભાઈ,
શ્રી અરિહંત પ્રકાશન, વાઘાવાડી રોડ, ભાવનગર-૨ સપ્રેમ હરિસ્મરણ.
આપનો પત્ર મળ્યો. ગુજરાતની ગરિમાને પ્રગટ કરતો એક બૃહદ્ ગ્રંથ પ્રગટ થઈ રહ્યો છે તે જાણીને વિશેષ આનંદ થયો.
આપણી પાસે ઘણું ગૌરવ લેવા જેવું છે, જેમાં સ્થાપત્યો, શૂરવીરો, સાહિત્યકારો, શ્રેષ્ઠીઓ, સંત-સાધુઓ વગેરે. આ બધાનું વ્યવસ્થિત સંકલન કરીને નવી પેઢી પાસે મૂકવામાં આવે તો નવી પેઢી (જૂની પેઢી પણ)ને ભૂતકાળનું અજવાળું પ્રાપ્ત થાય. પ્રજા હંમેશાં ભૂતકાળમાંથી પ્રેરણા લેતી હોય છે, એટલે પ્રગટ થનારો ગ્રંથ જરૂર પથપ્રદર્શક બનશે.
પરમાત્મા આપના શ્રમ તથા ભાવનાઓને સફળ કરે તેવી પ્રાર્થના.
(સ્વામી સચ્ચિદાનંદ) ,
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org