________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ZD ત્યાર પછી ઉપકેશગચ્છના આચાર્ય શ્રી કક્કસૂરિજીએ ૭૧ શિષ્યો સહિત ચાતુર્માસ કરેલ.
Za ત્યાર પછી ખરતર ગચ્છના આચાર્ય શ્રી જિનતિલક સૂરિજીએ ૫૩ શિષ્યો સાથે ચાતુર્માસ કરેલ.
Z ત્યાર પછી તપાગચ્છના આચાર્ય શ્રી કીર્તિરત્નસૂરિજીએ ૩૧ શિષ્યો સાથે ચાતુર્માસ કરેલ.
ત્યાર પછી જયતિલકસૂરિજીએ ૬૮ શિષ્યો સાથે ચાતુર્માસ
કરેલ.
D
ત્યાર પછી મુનિસુંદરસૂરિજીએ ૪૧ શિષ્યો સાથે ચાતુર્માસ
કરેલ.
” ત્યાર પછી જીરાવલ્લી ગચ્છના ખેમચંદ ગણિવરે ૫૦ શિષ્યો સાથે ચાતુર્માસ કરેલ.
ૐ ત્યાર પછી જીરાવલ્લી ગચ્છના રત્નપ્રભસૂરિએ ૬૫ શિષ્યો સાથે તથા દેવચંદ્રમુનિએ ૬૧ શિષ્યો સાથે ચોમાસું કરેલ. II જીરાવલા તીર્થમાં પ્રાચીન કાળમાં આવેલ સંઘો ॥
વીર સં. ૭૬૩માં મેરુતંગસૂરિજી અચલગચ્છના, જેઓ ૧૦,૦૦૦ યાત્રિકો સાથે સંઘ લઈને આવેલા. વીર સં. ૮૩૪માં લક્ષ્મણશાહ ૧૭,૦૦૦ યાત્રિકો સાથે સંઘ લઈને આવેલા.
વીર સં. ૮૩૪માં દેવસૂરિજી ૫,૦૦૦ યાત્રિકો સાથે સંઘ લઈને આવેલા, જે સંઘ જાણ્ડાશેઠે કાઢ્યો હતો.
ૐ ત્યાર પછી કક્કસૂરિજીએ ૫,૦૦૦ યાત્રિકો સાથે, વીર સં. ૧૩૦૩માં દેવસૂરિજી ૮,૦૦૦ યાત્રિકો સાથે અને વીર સં. ૧૪૬૮માં હર્ષસૂરિજી ૫,૦૦૦ યાત્રિકો સાથે ઓસવાલ ખેમાશા સંઘ લઈને આવેલા.
વીર સં. ૧૪૬૮માં જિનપદ્મસૂરિજી ૧૧,૦૦૦ યાત્રિકો સાથે ચોરડિયા પરિવારનાં માનાશાહ સંઘ લઈને આવેલા. વીર સં. ૧૪૭૫માં હેમન્તસૂરિજી ૮,૦૦૦ યાત્રિકો સાથે ઓસવાલ રાંકા સંઘ લઈને આવેલા.
તેતલીનગર નિવાસી હરદાસજી શેઠ સં. ૧૦૩૩માં મોટો સંઘ લઈને જીરાવલા તીર્થ આવેલા.
વિ.સં. ૧૧૮૮માં ઓસવાલ શ્રીમા લગોત્રીય જાણ્ડાશેઠ
Jain Education International
E૯૩
૫,૦૦૦ યાત્રિકો સાથે શ્રામદેવસૂરિજીની નિશ્રામાં આવેલ. વિ.સં. ૧૨૯૩માં પોરવાલ જાતિના ભીલા શેઠ રાહેડનગરથી ૫,૦૦૦ યાત્રિકો સાથે કક્કસૂરિજીની નિશ્રામાં સંઘ લઈને આવેલા.
વિ.સં. ૧૩૦૩માં આમપાલ શેઠ ચિત્રવાલ ગચ્છના આમદેવસૂરિજીની નિશ્રામાં ૮,૦૦૦ યાત્રિકો સાથે સંઘ લઈને આવેલા.
વિ.સં. ૧૩૯૮માં ઓસવાલ જાતિના સંચેતિગોત્રીય ખીમાસા ૫,૦૦૦ યાત્રિકો સાથે તપાગચ્છના હર્ષસૂરિજીની નિશ્રામાં સંઘ લઈને આવેલ.
વીર સં. ૧૪૬૮માં ઓસવાલ જાતિના ચોરડિયા ગોત્રીય પાતાશા શેઠ ૧૧૦૦૦ યાત્રિકો સાથે ખરતર ગચ્છના જિનપદ્મસૂરિની નિશ્રામાં સંઘ લઈને આવેલ.
વીર સં. ૧૪૭૫માં ઓસવાલ વંશનાં રાંકા ગોત્રીય મનોરથ શેઠ ૮,૦૦૦ યાત્રિકો સાથે તપાગચ્છના હેમંતસૂરિજીની નિશ્રામાં સંઘ લઈને આવેલા.
* વિ.સં. ૧૪૯૧માં ઓસવાલ વંશનાં અજવાશા શેઠ ખરતરગચ્છના ભવ્યરાજગણિની નિશ્રામાં ૫,૦૦૦ યાત્રિકો સાથે સંઘ લઈને આવેલા.
વિ.સં. ૧૫૦૧માં ચિત્રવાલ ગચ્છના પોરવાલ પુનાશા ૩,૦૦૦ યાત્રિકો સાથે સંઘ લઈને જીરાવલા તીર્થે આવેલ. વિ.સં. ૧૫૨૭માં પોરવાલ જાતિના ખેમાશા શેઠ જીરાપલ્લી ગચ્છના ભાનુચંદ્રસૂરિ સાથે ૫,૦૦૦ યાત્રિકો સાથે સંઘ લઈને આવેલા.
વિ.સં. ૧૫૩૬માં ઓસવાલ વંશના ચોપડાગોત્રીય કરમાશા શેઠ ૫,૦૦૦ યાત્રિકો સાથે તપાગચ્છના લક્ષ્મીસાગરસૂરિની નિશ્રામાં સંઘ લઈને આવેલ. વિ.સં. ૧૩૪૦માં માલવમંત્રી પેથડનો પુત્ર ઝાંઝણ સંઘ લઈ જીરાવલાતીર્થ આવેલ ત્યારે ૧ કરોડ પુષ્પોથી જિનપૂજા કરેલ અને ૧ લાખ રૂપિયાના મોતીવાલો ચંદરવો બાંધેલ.
ખંભાત નિવાસી આણ્ણાક શ્રાવકના પુત્ર રામ અને પર્વતે વિ.સં ૧૪૬૮માં અહીં આવી પુષ્કળ દ્રવ્ય વાપરેલ.
” મેવાડના રાણા મોકલના મંત્રી રામદેવની સ્રી મેલાદેવીએ ચતુર્વિધ સંઘ સાથે મળીને યાત્રા કરેલ.
For Private & Personal Use Only
www.jainelibrary.org