________________
૫૮૮
લાલચંદકુમાર પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારીને મુનિશ્રી કીર્તિધ્વજવિજયજી નામ ધારણ કરી સુંદર સંયમજીવન જીવી રહ્યાં છે એવા એ પરમ શાસનપ્રભાવક પંન્યાસપ્રવરને શતશ: વંદના. સંકલનકાર : મુનિશ્રી ચારિત્રભૂષણવિજયજી મ. ૫. પૂ. આચાર્યશ્રી કીર્તિસેનસૂરિજી મહારાજ સાહેબ
પૂ. આ. શ્રી કીર્તિસેનસૂરીશ્વરજી મહારાજે ૨૪ વર્ષની ઉંમરે વૈરાગ્યવાસિત બની, સુખમય સંસારનો ત્યાગ કરી, સિદ્ધાંતમહોદધિ, સચ્ચારિત્ર ચૂડામણિ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાદિ ૧૦૦ ઉપરાંત પૂ. સાધુ-ભગવંતોની પુનીત
નિશ્રામાં મહારાષ્ટ્રના વણી ગામે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ઉના દિવસે ધર્મતીર્થપ્રભાવક પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ પાસે ભાગવતી દીક્ષા સ્વીકારી. સતત ગુરુકુળવાસમાં રહી વિનય, વિવેક, ભક્તિ સાથે જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી આગમવાચન અને પ્રકરણાભ્યાસ દ્વારા પોતાના જીવનને પવિત્ર બનાવ્યું. તેમની યોગ્યતાને અનુલક્ષી વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજે સં. ૨૦૪૦ના ધનતેરસના દિવસે પન્ના-રૂપા ધર્મશાળા-પાલિતાણામાં ભગવતીસૂત્રના જોગ કરાવ્યા અને હસ્તગિરિ તીર્થે સં. ૨૦૪૧-ના ફાગણ સુદ ૩-ના દિવસે ૩૦૦ ઉપરાંત સાધુસાધ્વીજી મહારાજો અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે મહામહોત્સવપૂર્વક ગણિ પદથી અલંકૃત કર્યા તથા સં. ૨૦૪૨ના ફાગણ વદ ૩ને દિવસે શ્રી શંખેશ્વર તીર્થે વિશાળ ચતુર્વિધ સંઘ વચ્ચે પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યારબાદ વિ.સં. ૨૦૫૦ મહા સુદ-૮ને શનિવારે શ્રી શત્રુંજય મહાતીર્થે રત્નત્રયીધામમાં આચાર્યપદથી વિભૂષિત કર્યાં. હાલ ૫૪ વર્ષનો દીક્ષાપર્યાય. આજે ૭૮ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રી સુંદર આરાધના કરી– કરાવી રહ્યા છે. છેલ્લાં ૩૫ વર્ષોથી ગુર્વજ્ઞાનુસાર જુદાં જુદાં ક્ષેત્રોમાં–કચ્છ, મારવાડ, મુંબઈ, સૌરાષ્ટ્ર, ગુજરાત, બનાસકાંઠામાં ચાતુર્માસ કરી શાસનપ્રભાવના પ્રવર્તાવી છે.
Jain Education International
ધન્ય ધરાઃ
પૂજ્યશ્રી ઉત્તમ લેખક પણ છે. ડીસાથી નીકળતા ‘રખેવાળ' દૈનિક પત્રમાં તેમની ‘આધ્યાત્મિક ચિંતન' નામની કોલમમાં લેખમાળા પ્રસિદ્ધ થઈ રહી છે, જેના આધારે ૮ મોટાં પુસ્તકો તેમ જ સંસ્કૃત, આધ્યાત્મિક, કથાઓ વગેરે કુલ મળી ૨૫ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘જ્ઞાનદીપક પ્રકાશન ટ્રસ્ટ' મારફત પૂજ્યશ્રીનાં પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યાં છે.
પૂજ્યશ્રીની દીક્ષા બાદ તેમના સંસારી પરિવારમાંથી સાધ્વીશ્રી ચંદ્રધર્માશ્રીજી, સાધ્વીશ્રી ચંદ્રદર્શનાશ્રીજી, સાધ્વીશ્રી અમીરસાશ્રી આદિ દિક્ષિત થઈ નિર્મળ સંયમની આરાધના કરી રહેલ છે. તેમનાં સંસારી ધર્મપત્ની જડાવબહેન માતુશ્રીના અવસાન બાદ હાલ સાધ્વીજીશ્રી ચંદ્રમાલાશ્રીજી તરીકે સુંદર સંયમની આરાધના કરી રહ્યાં છે, જેમણે વર્ધમાનતપની ૧૦૦ ઓળી પૂર્ણ કરી છે. ઉપરાંત, ૪૫ ઉપવાસ, માસક્ષમણ, વીશસ્થાનક તપ, ધર્મચક્રતપ, ભવઆલોચના, સિદ્ધગિરિમાં આયંબિલ તપથી બે ચાતુર્માસ, કલ્યાણક ભૂમિઓની યાત્રાઓ અને સુંદર જ્ઞાનાભ્યાસ કરી જીવનને ધર્મમય બનાવ્યું છે. પૂજ્યશ્રીનું ચિંતન-મનન-દેશના બિન્દુનું માધ્યમ મુખ્યતયા પંચસૂત્ર-પ્રથમસૂત્ર : ચાર શરણ સ્વીકાર, સ્વદોષદર્શન અને પરગુણ અનુમોદન' છે. પૂજ્યશ્રીના સદુપદેશાનુસાર શ્રી શંખેશ્વર મહાતીર્થમાં ‘શ્રી શંખેશ્વર વર્ધમાનસૂરિ જ્ઞાન આરાધના ટ્રસ્ટ' દ્વારા હાઇ વે ઉપર શ્રી ‘શ્રી વર્ધમાનસૂરિ જ્ઞાનમંદિર', ‘શ્રી વર્ધમાનસૂરિ શાસ્ત્રસંગ્રહ', પાઠશાળા, કાર્યાલય, સ્વાધ્યાય હોલ વગેરે સાકાર થઈ રહેલ છે. આ વર્ધમાનસૂરિ એટલે આજથી ૭૦૦ વર્ષ પહેલાં થયેલ શ્રી વસ્તુપાલ-તેજપાલના ગુરુ અને શ્રી શંખેશ્વર મહાતીર્થના અધિષ્ઠાયક દેવાત્મા. પૂજ્યશ્રીને તેમના પ્રત્યે અપાર ભક્તિ છે. પૂ. આચાર્ય શ્રી કીર્તિસેનસૂરિજીનું સંસારી નામ કાંતિલાલ. પિતાનું નામ ગોવર્ધનભાઈ અને માતાનું નામ રંભાબહેન હતું. તેમનો જન્મ સં. ૧૯૮૭ના માગશર વદ ૧૧-ને દિવસે અંબાપર (કચ્છ) માં થયો હતો. પૂજ્યપાદશ્રી હાલ પાલિતાણા મધ્યે ‘જય શત્રુંજય આરાધના ધામ' મધ્યે બિરાજમાન છે. જ્યાં દેવાધિદેવ મહાવીરસ્વામી જિનમંદિર, ભવ્ય જ્ઞાનમંદિર, શ્રી સુધર્મસ્વામી પ્રવચન હૉલ, શ્રી ગૌતમસ્વામી સ્વાધ્યાય હૉલ, સૂરિમંત્ર પંચપીઠ, શ્રી ત્રિભુવનસ્વામીની પ્રતિમા, ૮ નાના ઉપાશ્રય, ધ્યાનમંદિર આદિ વિશાળ સંકુલ છે. જેના સૌજન્યદાતા દેવેન્દ્રભાઈ રતિલાલ શાહ, પાટણવાળા (હાલ પાર્લા-મુંબઈ) છે. સૌજન્ય : જય શત્રુંજય આરાધનાધામ ટ્રસ્ટ, પાલિતાણા
For Private & Personal Use Only
www.jainelibrary.org