SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ રાજસ્થાનરત્ન ૧૦૦ + ૧૯ વર્ષમાન ઓલીના તપસ્વી પ.પૂ. આ.શ્રી કમલરત્નસૂરિજી મ.સા. મહાપુરુષો ધરતીનાં આભૂષણો હોય છે, એમનું સમગ્ર જીવન આત્મકલ્યાણ સાથે લોકકલ્યાણ માટે જ સમર્પિત હોય છે. એમણે પોતાનું જીવન માનવસમાજમાં માનવીય મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા માટે અર્પણ કર્યું હોય છે. પૂજ્ય ગુરુદેવનાં કરકમળો દ્વારા અનેક પ્રતિષ્ઠા, લગભગ ૬૦ દીક્ષા થઈ. એમનો જન્મ પિંડવાડા (રાજસ્થાન)માં વિ.સં. ૧૯૮૭ના ભાદરવા વદ સાતમે થયો હતો. પિતાનું નામ કિસ્તુરચંદજી અને માતાનું નામ નંદિનીબહેન હતું. માતાપિતાના સુસંસ્કાર અને પૂ. સિદ્ધાંતમહોદધિ આ. ભ. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સુપરિચયથી એમની વૈરાગ્યભાવના પ્રજ્વલિત થઈ. તેઓ રોજ બહુ ઠાઠમાઠથી પિરવાર સાથે સ્નાત્રપૂજા ભણાવતા હતા. એમણે પોતાના ઘરનું વાતાવરણ જિનેન્દ્ર ભક્તિમય બનાવ્યું. એ જ કારણે એમનો શાસન તરફનો અનુરાગ અને સંસાર તરફ ઉદાસીનભાવ દિનપ્રતિદિન વધતો ગયો. એમણે એકત્રીસ વર્ષની ભરયુવાન વયે બ્રહ્મચર્યવ્રત લીધું અને વિ.સં. ૨૦૨૫ના વૈશાખ સુદ ૭ના રોજ પિંડવાડામાં સહકુટુંબ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર પરિવારની દીક્ષા, વડી દીક્ષા એક જ દિવસે થઈ. પિતા અને બે પુત્રોની ગણિ પદવી એકજ દિવસે થઈ. રાજસ્થાનમાં એક કુટુંબના ૬ સભ્યોની દીક્ષા એક જ દિવસે સર્વપ્રથમવાર થઈ. એમણે રાજસ્થાનની કીર્તિમાં ચાર ચાંદ લગાવી એક આશ્ચર્ય સર્જી દીધું. તેઓ મેવાડ દેશોદ્ધારક આ.ભ. શ્રી જિતેન્દ્ર સૂ.મ.ના સુશિષ્ય બન્યા. દીક્ષા સમયે પૂ. આગમપ્રજ્ઞ આ.દેવ શ્રી વિજયજંબૂ સૂ.મ., (પૂ.આ.ભ. શ્રી હીર સૂ.મ., પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુ સૂ.મ.,) પ.પૂ. આ.શ્રી વિજયજિતેન્દ્રસૂરિજી મ., પૂ. આ.ભ.શ્રી ગુણરત્ન સૂ.મ. તે વખતે મુનિ હતા (એ વખતે પંન્યાસ, મુનિરાજ) વગેરે વિશાળ પરિવાર સાથે ઉપસ્થિત હતા. ગૌરવમય પરિવાર : પિંડવાડાના શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદજી હંસરાજજી પ્રાગ્ધાટ પરિવાર બહુ ગૌરવશાળીછે. આ પરિવારના ૬ સભ્યો દીક્ષિત થયા. કિસ્તુરચંદજી હંસાજીના પુત્ર, પુત્રવધૂ, બે પૌત્ર તેમજ બે પૌત્રી. કિસ્તુરચંદજી હંસરાજજીનો પરિવાર નીચે મુજબ છે : ૧. ધર્મચંદજી કિસ્તુરચંદજી, ૨. કાલિદાસજી Jain Education International ૫૮૯ કિસ્તુરચંદજી, ૩. પુખરાજજી કસ્તુરચંદજી, પુત્રી-૧. સંતીબહેન, ૨. પંકુબહેન. પૂ. ગુરુદેવના ચાતુર્માસ સ્થળો નાગૌર, માંડવલા, ચાંદરાઈ, મોકલસર, ગઢસિવાના પિંડવાડા, તખતગઢ, મંડાર, માંડવલા, પાલીમારવાડ, પાડીવ, પાડીવ, ખમનોર, કોશીથલ, સનવાડ, ઇંદોર, રતલામ, મુંબઈ, મુંડારા, સોલાપુર, રતલામ, દાંતરાઈ, વાપી, તખતગઢ, સુરેન્દ્રનગર, ઉદયપુર, અમદાવાદ, પાલનપુર, આષ્ટા, ખેડબ્રહ્મા, સિરોહી, જોધપુર શ્રીપાલનગર-મુંબઈ, ભાયંદર, પાલીતાણા પાટણ, વડોદરા વગેરે સ્થળોએ ચાતુર્માસ કરેલ છે. એમના વાત્સલ્યભાવના કારણે મૈત્રી અને કરુણાની એમના દ્વારા એવી અજન્ન ધારા વહી રહી છે, જે સમાજનું કલ્યાણ કરતી નિરંતર પ્રવાહમાન છે. રાષ્ટ્ર અને સંયમની શુદ્ધ સાધનામાં વિપુલ જ્ઞાનનો અપૂર્વ સંગમ એમના જીવનમાં મળે છે. એમનું જીવન સાદું પરંતુ સજ્ઞાન અને ક્રિયાની પાંખો દ્વારા ઊડતું મોક્ષમાર્ગ તરફ ઉડ્ડયન કરી રહ્યું છે. આપણે એમની અનુમોદના કરતાં અપાર ગૌરવની અનુભૂતિ કરીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં સાબરમતી યાત્રિકભુવન પાલિતાણામાં વિક્રમ સંવત ૨૦૬૧માં ૨૫૦ ભાઈબહેનો ચોમાસે રહેલ છે. તેનું આયોજન મુંબઈના ભાઈઓ તરફથી છે. વર્ધમાન સિદ્ધગિરિ ઉપધાન તપ મુંબઈ તરફથી આસો સુદ ૧૨ દિ. ૧૪-૧૦-૦૫થી ઉપધાન શરૂ થશે અને વિક્રમ સંવત કાર્તિક સુદ ૧૪ + ૧૫ દિ. ૧૫-૧૧-૨૦૦૫થી સંઘવી ધરમચંદજી પુખરાજ કિસ્તુરચંદજી હંસરાજી પરિવાર, પિંડવાડા તરફથી નવ્વાણું યાત્રા થઈ. ડીસા પાસે દાંતીવાડા કોલોની ગામે છોકરીઓની દીક્ષાઓ ૨૦૬૨માં પૂ. ગુરુદેવોની નિશ્રામાં થયેલ. ચૈત્રી ઓળી જીરાવલાજી મહાતીર્થ પાસેના દાંતરાઈ-નગરમાં પૂજ્યોની નિશ્રામાં ૧૧ દિવસીય મહોત્સવ સાથે થયેલ. સૌજન્ય : એક સત્કૃસ્થ તરફથી પ.પૂ. આ.શ્રી દર્શનરત્નસૂરિજી મ.સા. પ.પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી મ.નો જન્મ વિ.સં. ૨૦૧૧ના શ્રાવણ સુદ-૭, તા. ૧૨-૭-’૫૫ના બપોરે બે વાગ્યે પિંડવાડામાં કાલિદાસજીના ઘેર કમળાબેનની કુક્ષિએ થયો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy